Abtak Media Google News

પાસ કન્વીનર હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસનો આજે 8મો દિવસ છે. હાર્દિકનું વજન સતત ઘટવા લાગ્યું છે અને સ્વાસ્થ્ય પણ કથળી રહ્યું છે. જો કે આજે સવારે હાર્દિકે 30 અને 31 ઓગસ્ટ એમ બે દિવસ સુધી જળ ત્યાગ કર્યા બાદ એસ.પી.સ્વામીના હાથે પાણી પીધું હતું. સ્વામીએ તેને આગ્રહ કરીને પાણી પીવડાવ્યું હતું.

આ પહેલા ગઈકાલે સાંજે ગઢડા સ્વામિનારાયણ મંદિરના એસ.પી. સ્વામી સહિતના આગેવાનોએ હાર્દિકને જળ ત્યાગ મૂકીને પાણી પીવાની સલાહ આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.