Abtak Media Google News

ટુંક સમયાં જ રેલવે નવી ભરતી માટેની જાહેરાત કરશે જેમાં ૫૦ ટકા પોસ્ટ મહિલાઓ માટે આરક્ષિત

ભારતના રોજગારના સૌથી મોટા હબ તરીકે ભારતીય રેલવેને બિરૂદ આપવામાં આવ્યું છે. થોડા સમય પહેલા જ રેલવેની ભરતી માટે નોટિસ બહાર પાડવામાં આવી હતી. જેમાં કુલ ૮૯ હજાર જગ્યાઓને પુરવા માટે ૨ કરોડ લોકોએ એપ્લાય કરવા માટે અરજી કરી હતી. રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ ગ્રુપ ‘સી’ અને ગ્રુપ ‘ડી’ કેટેગરીની નોકરી માટે ફેબ્રુઆરીમાં જાહેરાત કરી હતી. આજની તારીખ સુધીમાં ૨ કરોડ ઉમેદવારોએ જોડાવવા અરજી કરી હતી અને તેની ડેડલાઈનને હજુ પાંચ દિવસની વાર છે માટે આ આંકડો હજુ વધી શકે છે. આરઆરબી દ્વારા લોકો પાયલોટ અને ટેકનિકલ એકસપર્ટની ૨૬.૫૦૨ જગ્યાઓ માટે જાહેરાત કરવામાં આવી હતી ત્યારે ૫૦ લાખ ઉમેદવારોની અરજી આવી હતી.

૬૨,૯૦૭ હેલ્પરની જગ્યાઓ માટે જેમાં સિગ્નલ કમ્યુનિકેશન, મેડિકલ, ઈલેકટ્રીકલ, બ્રિજ, ટ્રેક મશીન, ગેટમેન, સ્વીપર જેવી જગ્યાઓ માટે પણ રેલવેને સારી એવી સંખ્યામાં અરજીઓની વરસાદ થાય છે. આ ભરતી માટેની પરીક્ષાના પેપર હિન્દી, અંગ્રેજી, ઉર્દુ, બંગાળી, પંજાબી, ગુજરાતી, કન્નડા, કોનકાની, આસામી, મલ્યાલય, મણિપુરી, મરાઠી, ઓડિયા, તામિલ અને તેલગુ એમ ૧૫ ભાષાઓમાં બહાર પડે છે.

રેલવે મંત્રાલયે જણાવ્યું હતું કે, રેલવે રિક્રુટમેન્ટ ટુંક સમયમાં જ ૯૫૦૦ જગ્યાઓ માટે ટુંક સમયમાં જ જાહેરાત કરશે. ઓફિશીયલ ટવીટ મુજબ આ નવી ભરતીની પ્રક્રિયા પણ ટુંક સમયમાં જ શરૂ કરવામાં આવશે. કુલ જગ્યાઓમાંથી ૫૦ ટકા મહિલાઓ માટેની જગ્યાઓ રાખવામાં આવી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.