રાજકોટની બે યુવતીઓને ફસાવી કામાંધે આચરેલા દુષ્કર્મથી કોલેજીયન યુવતી બની સગર્ભા

સૌરાષ્ટ્રની ચાર યુવતીઓ બની હવસનો શિકાર

હળવદની માનસિક અસ્થિર મહિલા પર દુષ્કર્મ આચરતા બે નરાધમની ધરપકડ: જામનગરની યુવતી પર ચાર શખ્સે બળાત્કાર ગુજારતા નોંધાયો ગેંગ રેપનો ગુનો: ત્રણ પકડાયા

ઉત્તર પ્રદેશના હાથરસની કોલેજીયન યુવતી પર થયેલા ગેંગ રેપ અને હત્યાની ઘટનાના દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે. પિડીતાને ન્યાય અપાવવા ઠેર ઠેર રોષ સાથે વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. ત્યારે રાજકોટની બે યુવતી, જામનગર અને હળવદની એક યુવતી પર બળાત્કાર ગુજાર્યાની ઘટના પોલીસમાં નોંધાઇ છે.

રાજકોટની બે યુવતીને લગ્નની લાલચ દઇ બળાત્કાર ગુજારવવામાં આવ્યો છે. જયારે હળવદની માનસિક અસ્થિર મહિલા પર બે શખ્સોએ દુષ્કર્મ આચરી હવસનો શિકાર બનાવી છે. અને જામનગરની યુવતીને ચાર વાંસનાંધ બનેલાએ સામુહિક બળાત્કાર ગુજાર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. હળવદની મહિલા પર દુષ્કર્મ આચરી બિભત્સ ક્લિપ વાયરલ કરતા બે કામાંધની ધરપકડ કરી છે. જ્યારે જામનગર પોલીસે ચાર નરાધમ પૈકી ત્રણ શખ્સોની ગેંગ રેપના ગુનામાં ધરપકડ કરી છે.

મોરબી રોડ પર આવેલી એક કોલેજમાં અભ્યાસ કરતી અને જયંત કેજી સોસાયટીમાં રહેતી ૧૯ વર્ષની યુવતીને મીસડીલીવરી થતા તબીયત લથતતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેણીને સાત માસનો ગર્ભ હોવાનું પાપ છાપરે ચડી પોકાર્યુ હતું. અપરિણીત યુવતી ગર્ભવતી બન્યાની પોલીસને જાણ થતા માલવીયાનગર પોલીસે સ્ટાફે યુવતીની પૂછપરછ કરતા તેણીએ પોલીસ ફરિયાદ નોંધાવવાનો ઇન્કાર કર્યો હતો તેમજ તેના પરિવારે પણ કંઇ વિગત જાહેર કરી ન હતી. આમ છતાં યુવતી કોઇની ધાક ધમકીના કારણે ફરિયાદ ન નોંધાવતી હોવાની શંકા સાથે પોલીસે તપાસ જારી રાખી છે.

કાલાવડ રોડ પર રહેતી યુવતીને જામનગરની સત્યમ કોલોનીમાં રહેતા કેતન દામજી કાન્સુદ્રા નામના શખ્સે લગ્નની લાલચ દઇ બળાત્કાર ગુજાર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. કેતન કાન્સુંદ્રા દોઢેક વર્ષ પહેલાં કાલાવડ રોડ પર આવેલી આત્મિય કોલેજ પાસે પ્રથમ વખત મળ્યા ત્યારથી બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયા બાદ કેતન કાન્સુંદ્રા યુવતીને દિવ ફરવા લઇ જઇ બળાત્કાર ગુજાર્યા બાદ લગ્નની ના કહેતા યુવતીએ તાલુકા પોલીસમાં કેતન કાન્સુંદ્રા સામે ફરિયાદ નોંધાવી છે.

જામનગરના આવાસ કોલોની વિસ્તારમાં રહેતી ૧૭ વર્ષની તરૂણીને ઘેનની દવા પીવડાવી તે જ વિસ્તારના ચાર શખ્સોએ અવાર નવાર બળાત્કાર ગુજાર્યાની પોલીસમાં ફરિયાદ નોંઘતા પોલીસે દર્શન ઘેલુ ભાટીયા, મિલન ડાડુ ભાટીયા ને દેવકરણ જેસા ગઢવીની ધરપકડ કરી છે. અન્ય એક શખ્સની સંડોવણી ખુલતા તેની પોલીસે શોધખોળ હાથધરી છે.

મહાદેવનગર વિસ્તારના યુવક સાથે પ્રેમ સંબંધ બંધાતા તરૂણીને ત્યાં એક રૂમમાં બોલાવી ઘેનની દવા પીવડાવ્યા બાદ ચારેય શખ્સોએ બળાત્કાર ગુજાર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે. પોલીસે સામુહિક બળાત્કાર અંગે ગુનો નોંઘી ત્રણની ધરપકડ કરી છે.

હળવદની અસ્થિર મગજની મહિલાને પોલીસ છાવણીમાં સગીર પુત્રીની નજર એક શખ્સે બળાત્કાર ગુજાર્યાની અન્ય એક શખ્સે મોબાઇલમાં વીડિયો શુટીંગ કરી વાયરલ કરતા પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો હતો.

લોક ડાઉન દરમિયાન હળવદ-મોરબી હાઇવે પર ઉભી કરાયેલી પોલીસ છાવણી ઘણા સમયથી રેઢી હાલતમાં હોવાથી હળવદની અસ્થિર મગજની મહિલા અને તેની સગીર પુત્રીને મહેન્દ્ર ગંગારામ રાઠોડ અને હરેશ જાદવ પોલીસ છાવણીમાં લાવ્યા હતા ત્યાં અસ્થિર મગજની મહિલા પર તેની સગીર પુત્રીની નજર સામે મહેન્દ્ર રાઠોડે દુષ્કર્મ આચર્યુ હતુ અને મહેન્દ્ર જાદવે મોબાઇલમાં વીડિયો શુટીંગ કરી બિભત્સ ક્લિપ વાયરલ કરતા પોલીસબેડામાં દોડધામ મચી ગઇ હતી. પોલીસે હવળદના વતની અને ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતા મહેન્દ્ર રાઠોડ અને તેના મિત્ર હરેશ જાદવની ધરપકડ કરી છે.

Loading...