ચીનના બે હેલિકોપ્ટર લદ્દાખમાં ઘૂસ્યા

168

ચીને ફરી એક વાર આંતરરાષ્ટ્રીય સીમાનું ઉલ્લંઘન કર્યું છે. પીપુલ્સ લિબરેશન આર્મીના બે હેલિકોપ્ટર 27 સપ્ટેમ્બરે જમ્મુ-કાશ્મીરમાં ચીન સાથે જોડાયેલા લદ્દાખના ટ્રિગ હાઈટ વિસ્તારમાં ઘૂસી આવ્યા હતા. અંદાજે 10 મિનિટ સુધી ભારતીય હવાઈ ક્ષેત્રમાં રહ્યા પછી તેઓ પરત ફર્યા હતા. ભારત-તિબબ્ટ સીમા પોલીસે તેનો રિપોર્ટ તૈયાર કરી લીધો છે. ટ્રિગ હાઈટ ભારતની રણનીતિ માટે ખૂબ મહત્વનું છે. આ જ વિસ્તારમાં દૌલત બેગ ઓલ્ડી એરફિલ્ડ પણ છે. ચીને અહીં ઘણી વખત ઘૂસણખોરીનો પ્રયત્ન કર્યો છે.

ચીની સૈનિકોએ અંદાજે 20 દિવસ પહેલાં પણ અરુણાચલની દિવાંગ ઘાટીમાં પહોંચીને ટેન્ટ લગાવ્યા હતા. ગ્રામીણો આ વાત ભારતીય સૈનિકોને કરી હતી. ભારતે વિરોધ કર્યા પછી ચીની સૈનિકો પરત ફરી ગયા હતા. જોકે ચીને તે સમયે ઘૂસણખોરી વિશે ઈન્કાર કરતાં કહ્યું હતું કે, અમારા સૈનિકો વાસ્તવિક નિયંત્રણ રેખા પર નિયમિત પેટ્રોલિંગ કરે છે.

Loading...