Abtak Media Google News

નાની મોટી ૧૫,૯૦૦ શરાબની બોટલ, ટ્રેઈલર અને રોકડ મળી રૂ.૭૫ લાખનો મુદામાલ કબજે

આર.આર.સેલે સ્થાનિક પોલીસને અંધારામાં રાખી પાડયો દરોડો

પૂર્વ કચ્છના અંજાર તાલુકાના સિનુગ્રા ગામ પાસે આવેલી છપરા બિહાર હોટલ પાસે વિદેશી દારૂના કટીંગ વેળાએ સ્થાનિક પોલીસને અંધારામાં રાખી ભુજ આર.આર.સેલે દરોડો પાડી રૂ.૫૩.૮૮ લાખની કિંમતનું દારૂ ભરેલું ટ્રેઈલર સાથે પંજાબના બે શખ્સોની ધરપકડ કરી દારૂના મુળ સુધી પહોંચવા તપાસનો ધમધમાટ સ્ટાફ દ્વારા કરવામાં આવી રહ્યો છે. દરોડાથી બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ રેન્જના આઈજીપી પીયુષ પટેલને મળેલ બાતમીના આધારે ભુજ રેપિડ રિસ્પોન્સ સેલની ટીમે સિનુગ્રા ગામની બાજુમાં આવેલ છપરા બિહાર હોટેલ પાસેથી ટ્રેઈલર નંબર એચ.આર.૪૫ બી.૦૦૫૧ પકડી પાડયું હતું. ટ્રેઈલરની તલાસી લેતા તેમાં અલગ-અલગ બ્રાન્ડની ઈંગ્લીશ દા‚ની ૭૫૦ એમએલની બોટલો નંગ ૧૦,૮૩૮ કિં. રૂ.૪૮,૮૪,૦૦૦ તથા ૧૮૦ એમએલના કવાર્ટરીયા નંગ ૫૦૪૦ કિં. રૂ.૫,૦૪,૦૦૦/- એમ કુલ ૫૩,૮૮,૦૦૦/-નો શરાબ મળી આવ્યો હતો. ટ્રેઈલરના ચાલક રાજેશ રઘબીરસિંગ કમોદ તથા કલીનર હિંમાશુ પ્રેમચંદ પંજાબી (રહે.હરીયાણા)ને પકડી પાડયા હતા. રોકડા રૂપિયા, મોબાઈલ ફોન તથા ટ્રેઈલર મળી ૭૫,૦૩,૦૦૦ નો મુદામાલ કબજે કર્યો હતો.

દા‚નો જથ્થો પકડી પાડવાની કામગીરીમાં આરઆરસેલના પીએસઆઈ એ.એસ.રબારી, સ્ટાફના કિરીટસિંહ ઝાલા, અબ્દુલ સતાર સમેજા, નરેન્દ્રસિંહ જાડેજા, દિનેશભાઈ ભટ્ટી, મજીદભાઈ સમા, જેન્તીલાલ વાઘેલા, પ્રેમજીભાઈ સામળીયા, જગદીશસિંહ સરવૈયા વિગેરે જોડાયા હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.