Abtak Media Google News

૧૦૮ બોટલ અને કાર મળી રૂા.૧૦,૬૮ લાખનો મુદામાલ કબ્જે

શહેરની ભાગોળે આવેલા ગઢકા ગામના પાટીયા પાસેથી બાતમીનાં આધારે પોલીસે ૧૦૮ બોટલ વિદેશી દા‚ અને સ્કોર્પીઓ મળી કુલ ‚રૂ. ૧૦,૬૮ લાખના મુદામાલ સાથે બે શખ્સોને ઝડપી લીધા.

પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ રાજકોટ-ભાવનગર હાઈવે પર આવેલા ગઢકાના પાટીયા પાસે નંબર વીનાની સ્કોર્પીયોમાં વિદેશી દારૂ જથ્થો લઈ જવાતો હોવાની બાતમી પરથી આજીડેમ પીએસઆઈ જી.એન. વાઘેલા સહિતના સ્ટાફ વોચમાં રહી ‚રૂ.૬૮ હજારની કિંમતની ૧૦૮ વિદેશીદારૂની બોટલ અને સ્કોર્પીયો મળી કુલ રૂ.૧૦.૬૮ લાખના મુદામાલ કબ્જે કરી કોઠારીયા રોડ પરઆવેલા હરીઓમ પાર્ક ૨માં રહેતો જયરાજ કનુભાઈ બોરીચાને મુળી તાલુકાના રામપરા ગામના સેલુભાઈ દનકુભાઈ કરપડા નામના શખ્સોને ઝડપી લીધા છે. વિદેશી દારૂ કયાંથી લાવ્યા? કયાં લઈ જતા હતા તે અંગેની પૂછપરછ માટે બંને શખ્સોને રીમાન્ડ લેવા માટે તજવીજ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.