Abtak Media Google News

ગધેથડથી વિદેશી દારૂ સાથે ચાર ઝડપાયા બાદ પોલીસને વધુ એક સફળતા

ઉપલેટા તાલુકાના ગધેથડ ગામ પાસેથી ગઇકાલે પોલીસે ૫૩૨ બોટલ વિદેશી દારૂ સાથે ચાર શખ્સોને ઝડપી લીધા બાદ નાગવદર ગામે વિદેશી દારૂ અંગે દરોડો પાડી બે શખ્સોને રૂ.૩.૮૮ લાખની કિંમતની ૧૨૯૫ બોટલ સાથે ઝડપી લીધા છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગધેથડ ગામની સીમમાં વેણું નદીના પુલ નીચેથી ચોરડીના હરપાલસિંહ પ્રવિણસિંહ જાડેજા, ગધેથડના રાજભા વાલા અને જામનગરના જયપાલસિંહ ચુડાસમા નામના શક્સોને રૂ.૧.૫૯ લાખની કિંમતની ૫૩૨ બોટલ વિદેશી દારૂ સાથે ઝડપી લીધા હતા.

વિદેશી દારૂ અંગે ત્રણેય શખ્સોની પૂછપરછ ચાલી રહી હતી તે દરમિયાન વિદેશી દારૂનો મોટો જથ્થો નાગવદર ગામે જગદીશ મેરામ પંપાણીયા નામના શખ્સ પાસે હોવાની રાજેન્દ્રસિંહ અનોપસિંહ વાળાએ કબુલાત આપી હતી.રાજેન્દ્રસિંહ વાલાની કબુલાતના આધારે નાગવદર ગામે પોલીસે દરોડો પાડી રૂ.૩.૮૮ લાખની કિંમતની ૧૨૯૫ બોટલ વિદેશી દારૂ સાથે જગદીસ મેરામણ પંપાણીયાની ધરપકડ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.