Abtak Media Google News

જુનાગઢ રેન્જ આઈજીપી ડો.રાજકુમાર પાંડીયન સાહેબ તથા પોલીસ અધિક્ષક નિલેશ જાજડીયા સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક એચ.એમ.જાડેજાના માર્ગદર્શન અનુસાર તા.૧૪ જુન ૨૦૧૮ના શીલ પોલીસ સ્ટેશનના પોલીસ સબ.ઈન્સ. આર.આર.ચૌહાણ તથા પો.કોન્સ. નિલેશભાઈ દોલુભા સોલા પો.કોન્સ. મહિપતસિંહ માણંદભાઈ સીસોદીયા તથા પો.કોન્સ.ચીમનભાઈ નારણભાઈ તથા પો.કોન્સ મહિપતસિંહ હરસુરભાઈ કાગડા તથા પો.કોન્સ ચાંપરાજસિંહ લુણવીરભાઈ એ રીતેના પોલીસ સ્ટાફ સાથે શીલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજરોજ તા.૧૪ જુનના રોજ ૪:૦૦ કલાકે પેટ્રોલીંગ દરમ્યાન શીલ તાબેના ઘોડાદરથી બગસરા જતા રોડ ઉપરથી એક ટાટા સુમો ફોર વ્હીલ રજી નંબર જી.જે.૦૯ એમ. ૬૪૭૦ની ચલાવી ત્હો.નં. તૌફીક ઉર્ફે શેહબાજ રહીમભાઈ ઠેબા જાતે ગામેતી મુસ્લિમ ઉ.વ.૨૩) ધંધો ટ્રક કલીનર, ભરતભાઈ ભીખાભાઈ ગોસીયા (ઉ.વ.૨૫) ધંધો મંજુરી રહે.

બંને કેશોદ ગંગનાથપરા તા.કેશોદ વાળાઓ પોતાના હવાલાની ઉપરોકત ટાટા સુમોમાં ઈંગ્લીશ પીવાના દારૂની અલગ અલગ બ્રાન્ડની ૭૫૦ એમ.એલ.ની કુલ બોટલ નંગ-૨૮૩ જેની કિં.રૂ.૧,૧૩,૨૦૦/- તથા ટાટા સુમો ફોર વ્હીલની કિં.રૂ.૧,૨૫,૦૦૦/- તથા મોબાઈલ ફોન નંગ-૦૨ મળી કુલ રૂ.૨,૪૭,૨૦૦/-ના મુદામાલ સાથે રેઈડ દરમ્યાન ઝડપી લઈ બંને ઈસમો વિરુઘ્ધ પોહી ધારા મુજબ ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.