Abtak Media Google News

કુલ ૪૩,૫૦૦ના મુદામાલ સાથે બંને આરોપી પકડાયા: પોલીસે વધુ તપાસ હાથ ધરી

વેળાવદર (ભાલ) પોલીસ સ્ટેશનનાં ફસ્ટ ગુના રજીસ્ટર નંબર ૧૬/૨૦૧૯- આઇ.પી.સી.કલમ ૩૭૯, વિ.મુજબનાં ગુનો તા.૨૮/૦૫/૨૦૧૯ ના રોજ કલાક ૧૬/૦૦ વાગ્યે જાહેર થયેલ જે ગુન્હાનાં કામે પેટ્રોલીંગમાં હતાં તે સમય દરમ્યાન સાથેનાં પો.કોન્સ રાજુભાઇ ગુણુભાઇ મકવાણાની હકીકત આધારે બાતમી મળેલ કે સોંદરાઇ ગામ તરફ જવાનાં રસ્તે બાવળની કાંટ પાસેથી ઉપરોક્ત ગુન્હાનાં આરોપી  મહેશભાઇ ભગુભાઇ કાનાણી જા.કો.ઉ.વર્ષ ૨૪.ધંધો મજુરી રહે ગામ ભાણગઢ તા ધોલેરા જી.અમદાવાદ,  જગદિશભાઇ ભરતભાઇ કાનાણી જા.કો.ઉ.વર્ષ ૧૯.રહે ગામ ભાણગઢ તા ધોલેરા જી અમદાવાદ વાળાઓને ઉપરોક્ત ગુન્હાનાં કામે ચોરી થયેલ સેન્ટીંગની લોખંડની પ્લેટો નંગ ૨૭/ કી.રૂ.૧૩,૫૦૦/- નાં મુદ્દામાલ સાથે પકડી ઉપરોક્ત ગુન્હાનો ભેદ ગણત્રીની  કલાકોમાં ઉકેલી નાંખેલ છે તેમજ આરોપીઓની કડક વધું પુછપરછ દરમ્યાન મજકુર ઇસમોએ નિચે મુજબનાં ગુન્હાનાઓની કબુલાત કરેલ  હોય ઉપરોક્ત ગુન્હામાં ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ તથા ચોરીમાં ઉપયોગ કરેલ મો.સા.નંબર GJ04 CB 6487ની કિ.રૂ.૩૦,૦૦૦/- મળી કુલ કિંમત રૂ. ૪૩,૫૦૦/- નાં મુદ્દામાલ સાથે ઝડપી લીધેલ.

અન્ય ગુન્હાનાઓની કરેલ કબુલાત જેમાં ધોલેરા નજીકથી લોખંડની પ્લેટ નંગ ૩૨, કિ.રૂ.૨૦,૦૦૦,  ગામ ગોગલા તા ધોલેરા ખાતેથી પાણી ખેંચવાનું મશીન નંગ ૧ કિ.રૂ.૧૫,૦૦૦, ગામ બાવળીયારી તા.ધોલેરા ખાતેથી પાણી ખેંચવાનું મશીન નંગ ૧ કિ.રૂ.૧૫,૦૦૦ આ સમગ્ર કામગીરીમાં વેળાવદર ભાલ પોલીસ સ્ટેશનનાં   /C.PSIએમ.ડી.મકવાણા.સા.તથા સ્ટાફનાં ASI.બી.વી.જાડેજા તથા પો.કોન્સ રાજુભાઇ ગુણુભાઇ મકવાણા તથા પો.કોન્સ શક્તિસિંહ વિરમદેવસિંહ તથા પો.કોન્સ તેજપાલસિંહ રાજેન્દ્રસિંહ તથા પો.કોન્સ.અનિરૂદ્ધસિંહ રામદેવસિંહ   વિગેરે સ્ટાફનાં માણસો જોડાયાં હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.