Abtak Media Google News

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના જુદા જુદા ગામોમાં પવનચક્કી નાખવામાં આવેલ છે. આ પવનચક્કી ના સ્પેર પાર્ટસનો ની અવાર નવાર ચોરીઓના બનાવો બનતા હોવાની રજૂઆત આધારે સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ વડા દીપક કુમાર મેઘાણી દ્વારા ચોટીલા વિસ્તારમાં પેટ્રોલિંગ વધારી આવા બનાવોમાં સંડોવાયેલ આરોપીઓને શોધી કાઢી, કાયદેસર કાર્યવાહી કરવા સુચનાઓ કરવામાં આવેલ..

સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ વડા દીપક કુમાર મેઘાણીની સૂચના આધારે લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ બામણબોર પોલીસ સ્ટેશનના પીએસઆઇ આર.આર.બંસલ તથા સ્ટાફના હે.કો. જયેશભાઈ, ગભરુભાઈ, કનુભાઈ, દિલીપભાઈ, સહિતની ટીમ પેટ્રોલિંગ માં હતી દરમિયાન પીએસઆઇ આર.આર.બંસલને બાતમી મળેલ કે, પવનચક્કી ના સામાનની ચોરી કરતી ગેંગના સભ્યો તાજપર ગામમાં છે અને તેઓની પાસે ચોરી કરેલ સામાન હોઈ, વહેંચવાની પેરવી કરી રહેલ છે. જે મળેલ બાતમી આધારે બામણબોર પોલીસની ટીમ દ્વારા જીણવટભરી તપાસ હાથ ધરી, આરોપીઓ (1) રસિકભાઈ ભીમાભાઇ ગાબુ જાતે ત. કોળી ઉવ.  42 રહે. તાજપર ગામ તા. ચોટીલા તથા (2) ભનાભાઈ નાથાભાઈ મેટાળીયા જાતે ત.કોળી ઉવ. 42 રહે. મહિદડ તા. ચોટીલા જી. સુરેન્દ્રનગરને પવનચક્કી માંથી ચોરી કરેલ સામાન કિંમત રૂ. 8,000/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી, ધરપકડ કરવામાં આવેલ હતી.

પકડાયેલ આરોપીઓની બામણબોર પીએસઆઇ આર.આર.બંસલ તથા સ્ટાફ દ્વારા પૂછપરછ કરવામાં આવતા, મળી આવેલ મુદ્દામાલ સખપર ગામની સીમમાં આવેલ પવનચક્કી ખાતેથી ચોરી કરેલાની કબૂલાત કરવામાં આવેલ હતી. હાલમાં ઉનાળાની સીઝન હોઈ, કોઈ કામધંધો ના હોય, રૂપિયાની જરૂરત હોઈ, આ ચોરી કરવામાં આવેલા ની કબૂલાત પણ કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપીઓ પૈકી આરોપી ભનાભાઇ નાથાભાઈ કોળી મુખ્ય સૂત્રધાર છે અને તેની આગેવાનીમાં આ ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવેલ હોવાનું પણ પૂછપરછ મા ખુલવા પામેલ હતું.

આરોપીઓની કબૂલાત આધારે આઇનોક્સ વિંડ ઇન્ફા સ્ટ્રક્ચર સર્વિસ લિમિટેડ કંપનીનાં પવનચક્કીની કંપનીના ફરિયાદી માત્રા ભાઈ હાજાભાઈ ત્રમટા કે જેઓ સિક્યુરિટી ઓફિસર છે, તેઓ દવારા પકડાયેલ બંને આરોપીઓ વિરુદ્ધ પવનચક્કી ના સામાનની ચોરી કરવા બાબતની ફરીયાદ આપતા, બામણબોર પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો નોંધી, પકડાયેલ આરોપીઓની આ ગુન્હામાં ધરપકડ કરી, વધુ તપાસ બામણબોર પોલીસ સ્ટેશનના પીએસઆઇ આર.આર.બંસલ તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપીઓ દ્વારા પવનચક્કી ઓના બીજા સામાનની ચોરી કરેલ છે કે કેમ..? બીજા કોઈ આરોપીઓ આ ગુન્હામાં સંડોવાયેલ છે કે કેમ…? આ આરોપીઓ દ્વારા બીજા કોઈ જિલ્લામાં કે શહેરમાં પવનચક્કી ના સામાનની ચોરીના ગુંહાઓ આચરેલા છે કે કેમ..? અન્ય કોઈ ગુનામાં વોન્ટેડ કે નાસતા ફરતા છે કે કેમ..? વિગેરે મુદ્દાઓ બાબતે પૂછપરછ હાથ ધરી પોલીસ રિમાન્ડ ઉપર લેવા વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે..

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.