Abtak Media Google News

જોડિયા પોલીસ સ્ટેશનમાં દેવાભાઈ ભીખાભાઈ બાંભવા જાતે.ભરવાડ (ઉ.વ.૨૩) ધંધો વેપાર, રહે.પીઠડ ગામ તા.જોડીયાવાળાએ જોડીયા પોલીસ સ્ટેશનમાં ૨૮ જાન્યુઆરીના રોજ પોતાનો કિંમતી મોબાઈલ ફોન ઓપો એ-૭ મોડેલ કિ.રૂ.૧૬૦૦૦/-નો જે પીઠડ ગામમાં મેઈન બજારમાં કયાંક પડી ગયેલ જેની શોધખોળ કરતા મળી આવેલ ન હોય જેથી જોડિયા પોલીસ સ્ટેશન જાહેરાત લખાવેલ હોય જે આધારે જોડિયા પોલીસ સ્ટેશન પોલીસ સબ ઈન્સ્પેકટર જે.સી.ગોહિલના માર્ગદર્શન હેઠળ ટેકનીકલ સેલની મદદથી આ કિંમતી મોબાઈલ જોડિયા પોલીસ દ્વારા શોધખોળ કરી મળી આવ્યો છે.

મુળ માલિક દેવાભાઈ ભીખાભાઈ બાંભવા જાતે.ભરવાડ (ઉ.વ.૨૩) ધંધો.વેપાર, રહે.પીઠડગામ, તા.જોડિયાવાળાઓનો ઓપો એ-૭ મોડેલ કિં.રૂ.૧૬૦૦૦/-નો કિંમતી મોબાઈલ પરત સોંપતા તેઓએ ભાવવિભોર થઈ પોતાનો મોબાઈલ ગોતી આપવા બદલ પોલીસની કામગીરીને બિરદાવી છે. આ કામગીરી દરમ્યાન પો.સ.ઈ. જે.સી.ગોહિલ સાથે પો.સ્ટાફના પો.હેડ કોન્સ્ટેબલ બી.એ.જાડેજા તથા પો.કોન્સ. હીરાભાઈ બાબુભાઈ તથા પો.કોન્સ. રાજેશભાઈ કાથળભાઈ મકવાણા તથા પો.કોન્સ. યુવરાજસિંહ ગજેન્દ્રસિંહ ઝાલા વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.