Abtak Media Google News

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ સમીર શાહની ‘અબતક’ મીડિયા સાથે ખાસ મૂલાકાત વેપાર ઉદ્યોગના પ્રશ્ર્નોને નિવારવા જેટ ગતિએ કામગીરી આગળ વધારાશે.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ સ્થાને સમીર શાહ પુન: આ‚ઢ થતા તેમના પર શુભેચ્છા વર્ષા થઈ રહી છે. ‘અબતક’ મીડીયા સાથેની એક મુલાકાતમાં સમીર શાહે જણાવ્યું હતુ કે, રાજકોટ તથા સૌરાષ્ટ્રના વેપાર-ઉદ્યોગોને સ્પર્શતા પ્રશ્ર્નોનું તાકીદે નિરાકરણ લાવી એ દિશામાં જલદીથી પ્રયાસો કરાશે વધુમાં જણાવ્યું હતુ કે આરસીસીઆઈના સભ્યોની ઈચ્છા મુજબ ચેમ્બર ઓફ કોમર્સને મારા અનુભવનો લાભ મળે તે હેતુસર સભ્યોએ મને પ્રમુખ પદે બેસવા પ્રેરણા આપી છે. મને જે વ્યકિતઓ સાથે કામ કરવાના અનુભવ છે તે લોકો સાથે કામ કરી શકુ તેના લીધે ચાર સભ્યોએ સ્વૈચ્છીક રાજીનામા આપ્યા છે. ચર્ચા વિચારણા કરી વિવિધ હોદાની જવાબદારી સોંપવામાં આવશે.

છેલ્લા પાંચ વર્ષમાં વિકાસ કાર્યોને લગતી માગણી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા રાજય-કેન્દ્ર સરકારને કરાઈ છે તે ઝડપથી સ્વીકારાય તેવો પ્રયત્ન કરાશે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી વેપાર ઉદ્યોગના વિકાસને લગતી માગણીઓ પર વિશિષ્ટ ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા છે. ચેમ્બર ઓફ કોમર્સની હવેની રજુઆત બાદ તેમના તરફથી ચોકકસ હકારાત્મક પ્રતિસાદ મળશે તેવી અમને આશા છે.

સમીર શાહએ જણાવ્યું કે, ફરીથી પ્રમુખ પદે નિમણુંક થવાથી તેઓ તેમના યુવા મીત્રોનો આભાર માને છે. આગળ તેઓએ જણાવ્યું કે તેમના પરનો જે વિશ્ર્વાસ છે. તે કદી તૂટવા નહી દે.

વધુમાં જણાવતા સમીર શાહએ કહ્યું કે તેમની ઓફીસ બેરર ટીમમાં તેમના ચાર મનપસંદ સાથીની પસંદ કરાશે જેથી તેમનું કામ ખૂબજ સરળ બની રહે. તેઓએ કહ્યું કે, તેમના પાસે ઘણો ઓછો સમય બાકી છે. અને ચેમ્બર ઓફ કોમર્સના જે પડતર પ્રશ્ર્નો છે તેનો નિકાલ કરવા માટે ખૂબજ મહેનત કરવી પડશે.

અંતમાં તેમણે કહ્યું કે મુખ્યમંત્રી વિજયભાઈની જેમ તેમની પણ હવે જેવી સ્થિતિ છે. જેથી તેઓ આશાવાદી છે કે રાજય સરકાર ચેમ્બરના અણઉકેલ પ્રશ્ર્નોનો ત્વરીત નિર્ણય કરશે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.