Abtak Media Google News

જામનગર જિલ્લા પંચાયત, આઈ.સી.ડી.એસ. શાખાના ચેરમેન એસ.એસ.ખ્યાર, તાલુકા પંચાયતનાં પ્રમુખ એસ.વી.છત્રોલા, તાલુકા પંચાયતનાં ઉપપ્રમુખ એન.બી.ખીમાણીયા, તાલુકા પંચાયત સદસ્ય દિલુભા બેચુભા જાડેજા તેમજ જોડિયા તાલુકાના આઈ.સી.ડી.એસ. અધિકારી નર્મદાબેન ઠોરીયા-સી.ડી.પી.ઓ. જોડિયા તેમજ જોડિયા ગ્રામ પંચાયતનાં ઉપસરપંચ બાવલાભાઈ નુત્યાર તેમજ ગ્રામ પંચાયતના સદસ્ય નુરમામદ પરમલ, બ્લોક પ્રોજેકટ આસી.હાજીમામદ બારૈયા સમગ્ર ટીમ દ્વારા જોડિયા તાલુકાની આંગણવાડીની જાત તપાસ કરેલ જેમાં જોડિયા ઘટકના ત્રણ નોમીનેટ કેન્દ્ર જેવા કે પીઠડ-૬૫, બાલંભા-૫૫ તેમજ જોડિયા-૨૮ ત્રણેય કેન્દ્રની મુલાકાત લેતા આ કેન્દ્રોને સરકાર દ્વારા આઈ.સી.ડી.એસ. યોજના અંતર્ગત દર વર્ષે તાલુકા અને જિલ્લાકક્ષાએ માતા યશોદા એવોર્ડ માટે નોમીનેટ કરવામાં આવેલ. આ એવોર્ડ હેઠળ તાલુકાની સર્વશ્રેષ્ઠ કામગીરી કરતી આંગણવાડીની પસંદગી કરી સરકાર દ્વારા આ આંગણવાડી કેન્દ્રને રૂપિયા ૨૧,૦૦૦/- પુરા પુરસ્કાર ગ્રાન્ટ આપવામાં આવે છે. અમારા દ્વારા જાત તપાસ કરી જોડિયા તાલુકાની સર્વશ્રેષ્ઠ આંગણવાડીનો રીપોર્ટ તૈયાર કરી ખરેખર ઉમદા કામગીરી કરતી આંગણવાડીને આ પ્રોત્સાહક રકમ મળી રહે તેમજ આંગણવાડીની વર્કર તેમજ હેલ્પર બહેનોને પ્રોત્સાહન પુરુ પાડવામાં આવ્યું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.