રાજયમાં માર્ગ અકસ્માતમાં ચાર મહિલા સહિત ર૪નો ભોગ લેવાયો

નવા વર્ષે હાઇ-વે બન્યા લોહીયાળ

વડોદરા નજીક ડમ્પર અને ટેમ્પો વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં ૧૧ના મોત

વઢવાણ પાસે ચાલકને ઝોકુ આવી જતા કાર ઝાડ સાથે અથડાતા પ્રજાપતિ પરિવારના ચારના કરૂણ મોત

 મોરબી, માળીયા, હળવદ, વાંકાનેર અને કચ્છમાં ધોરી માર્ગો રકત રંજીત બન્યા

કોરોના ના કરેહ વચ્ચે બે વકુફ લોકોની દોડા-દોડી અને લાપટવારોથી રાજયમાં ત્રણ-દિવસથી કોરોનાથી ૨૩ના મોત નિપજયા છે જયારે આઠ-સ્થળે માર્ગ અકસ્માતથી ૨૪ના મોત નિપજયા છે.

નવા વર્ષના પ્રારંભે હાઇ-વે લોહીપાળ બન્યા છે. જેમાં વડોદરા નજીક ૬૪૫૨ અને ટેમ્પો વચ્ચે ગમ્ખવાર અકસ્માતમા ચાર-મહિલા સહિત ૧૧ના ભોગ લીધો છે. જયારે વઢવાણ-લખતર ધોરી માર્ગે પર આવેલી શ્રી રામ પેપર મીલ પાસે ઝાડ સાથે કાર અથડાતા એક જ પરિવારના ચારના મોત નિપજતા પરિવારમાં શોકનું મોજુ ફેલાયું છે. જયારે મોરબી જિલ્લાના માળિયા મીયાણા, વાકેનેર, હળવદ અને કચ્છ જિલ્લા નવા વર્ષે હાઇ-વે રકતરંજીત બન્યા.

લખતરના પ્રજાપતિ પરિવાર ભગુડાથી દર્શન કરી પરત ફરી રહ્યા હતા ત્યારે કારના ચાલકને મોડી રાત્રે ઝોકું આવી જતા સર્જાયેલા અકસ્માતમાં દંપતિ, સંતાન અને મહિલાના ઘટના સ્થળે જ મોત નિપજયા છે જયારે કાર ચાલકને ગંભીર ઇજા પહોંચી છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના લખતર ખાતે ઉગામણા દરવાજા બહાર પાસે રહેતા નવીનભાઇ બાબુભાઇ લખતરીયા પ્રજાપતિ નામના ૪૫ વર્ષીય, પ્રૌઢ પોતાના પરિવાર સાથે જીજે ૩એબી ૬૭૯૦ નંબરની કાર લઇને દિવાળીના પર્વમાં ભગુડા ખાતે માતાજીના દર્શન કરી પરત લખતર ફરી રહ્યા હતા ત્યારે વઢવાણ-લખતર માર્ગ પર આવેલી શ્રી રામ પેપર મીલ પાસે પહોંચ્યા ત્યારે કારના ચાલક રાકેશને ઝાંકુ આવી જતા લીંબડા સાથે ઘડાકા ભેર કાર અથડાતા સર્જાયેલા ગંભીર અકસ્માતમાં કારમાં સવાર નવીનભાઇ, તેના પત્ની વર્ષાબેન (ઉ.વ.૪૩) નવીનભાઇના માતા લલીતાબેન (ઉ.વ.૬૫) અને જાનુબેન (ઉ.વ.૧૭)નું ઘટના સ્થળે મોત નિપજયું હતું જયારે કાર ચાલક રાકેશભાઇને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

આ બનાવની જાણ વઢવાણ પોલીસ મથકના સ્ટાફને થતા ઘટના સ્થળે દોડી જઇ મૃતકોને પી.એમ. અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે કાગળો કરી પી.એસ.આઇ. ધમેન્દ્રસિંહ દિગુભા ચુડાસમા આગળની તપાસ ચલાવી રહ્યા છે.

વડોદરા પાસે ડમ્પર અને ટેમ્પો વચ્ચે અકસ્માતમાં ૧૧ના મોત: ચાર ઘવાયા

વડોદરાથી અમદાવાદ તરફ જતા વાઘોડિયા રોડ પાસે બ્રિજ પર  વહેલી સવારે ચાર વાગ્યાના સુમારે એક ટેમ્પો અને ડમ્પર અથડાતા ૧૫ વ્યક્તિને ઈજા થઈ હતી. આ અકસ્માતમાં ૧૧ વ્યક્તિના મોત નિપજ્યા હોવાનું જાણવા મળે છે. જેમાં પાંચ મહિલા, બે બાળક અને ચાર પુરુષ છે બાકીના ૧૬ સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. મૃતકોની ઓળખ વિધિ ચાલી રહી છે. વડોદરાના કપુરાઈ ચોકડી થી અમદાવાદ તરફ જવાના રસ્તે બાયપાસ પાસે વાઘોડીયા રોડ બ્રિજ પર એક ટેમ્પોમાં ૧૫થી વધુ વ્યક્તિ બેસીને જતા હતા ત્યારે સામેથી આવી રહેલા ડમ્પર સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેને કારણે ટેમ્પોમાં બેઠેલા મુસાફરો ફસાઈ ગયા હતા. આ બનાવની જાણ વડોદરા ફાયર બ્રિગેડને થતાં ઘટનાસ્થળે પહોંચી જઈ ફસાયેલા ૧૫ વ્યક્તિને બહાર કાઢી તાત્કાલિક સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં

દાખલ કરવામાં આવ્યા હતા. અકસ્માતના બનાવ ને પગલે વડોદરા શહેરના બાયપાસ પર સતત એક કલાક સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. અકસ્માતના બનાવમાં ટેમ્પોમાં બેસીને ૧૫ વ્યક્તિ પાવાગઢ ખાતે આહિર પરિવાર દર્શન કરવા જતા હતા. અકસ્માતમાં ૧૧ મૃતકોની યાદી દયા બટુકભાઇ જીંજાળા, સચિન અરશીભાઇ બલદાણીયા, ભૌતિક ખોડાભાઇ જીંજાળા, દક્ષા ઘનશ્યામભાઇ કલસરીયા, સોનલબેન બીજલભાઇ હડીયા, દિનેશ ઘુઘાભાઇ બદલાણીયા, આરતી ખોડાભાઇ જીંજાળા, પ્રિન્સ ઘનશ્યામ કલસરીયા, હંસાબેન ખોડાભાઇ જીંજા, ભવ્ય બિજલ હડીયા, સુરેશ જેઠા જીંજાળા સહિતના લોકોના મોત નિપજયા છે. જયારે ઘવાયેલા લોકોને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે.

મોરબી જિલ્લામાં ચાર સ્થળે અકસ્માતમાં કાકા-ભત્રિજા સહિત પાંચના મોત

મોરબી માળિયા નેશનલ હાઈવે પર આવેલ આશીર્વાદ હોટલ નજીક મરણ જનાર અજાણ્યો ભિક્ષુક અને ગાંડા જેવા માણસ (ઉ.૬૦ આશરે) વાળાને કોઈ અજાણ્યા વાહન ચાલકે ગત તા.૨૮-૧૦ ના રોજ હડફેટે લેતા તેને ગંભીર ઈજાઓ પહોચતા તેને મોરબી બાસ વધુ સારવાર માટે રાજકોટ લઇ જવામાં આવતા તેનું તા.૧૫ ના રોજ સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.જે મામલે માળિયા પોલીસ મથકમાં સલીમભાઈ સુભાનભાઈ કટિયાએ અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.

મોરબી તાલુકાના લખધીરપુર રોડ પર આવેલ હિલસિરા સિરામિકમા રહેતા શિવશંકર રામાભાઈ ખપેડએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે સ્કોર્પિયો કાર આર જે ૦૫ યુ એ ૮૦૦૮ ના ચાલક પહેલવાનસિંગ સમેરસિંગ ગુજ્જરએ પોતાની સ્કોર્પિયો કાર પુર ઝડપે ચાલવી ગાડીમાં બેઠેલ માણસોની જિંદગી જોખમાઈ તે રીતે ચલાવી સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવીને બંધુનગર નજીક ને.હાની રેલીંગ તોડી સાઈડમાં પલટી ખાઈ જતા રિક્ષા સાથે એક્સિડન્ટ કરી સ્કોર્પિયોમાં બેઠેલ રાજેશભાઈ ખીમસિંગ ખપેડને નાક પર ગંભીર ઈજા કરી હાથે પગે ઈજા થતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

નવા જાંબુડીયા માં રહેતી હંસાબેન ભીખાભાઇ સલાટ ઉ.વ.૪૦ વાળીએ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે કે તેમનો દેર દેવાભાઈ અને પુત્ર ભોલો ઉ.વ.૭ બને બાઈક નબર જી.જે.૧૩ પી ૪૯૫૮ લઈને તેમના ગામ જાંબુડિયા પાસે પાણીના પાઉચ લેવા માટે જઈ રહ્યા હતા ત્યારે યમરાજ બની આવી રેહલા ડમ્પર નબર જી.જે.૧૩ ડબ્લ્યુ ૨૯૭૩ ચાલકે તેમને હડફેટે લેતા જેમાં તેમના ૭ વર્ષના પુત્રનું માથું ડમ્પરના ટાયર નીચે આવી જતા તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જયારે તેમના દેર દેવાભાઈ ગંભીર ઈજા થતા તેને ૧૦૮ મારફત સારવાર માટે પેહલા મોરબી સિવિલ હોસ્પ્તીલામાં વધુ સારવાર માટે રાજકોટ ખસેડ્યા પણ સારવાર કારગત નીવડે તે પેહલા તેમનું પણ મોત નીપજ્યું હતું ઘટના બાદ ડમ્પર ચાલક ટોળું એકત્રિત થઇ જતા ડમ્પર મુકીને નાસી ગયો હતો. મોરબી માળિયા હાઈવે પર આવેલ ભરતનગર ગામ નજીક ટ્રક ચાલકે એલ્ટો કાર સાથે સાથે ટ્રક ભટકાડી એલ્ટો કાર ચાલક નુકસાનીના પૈસા લેવા જતા ધર્મેશ જંતિલાલ લુહાર ત્રણનું હેન્ડલ છુટી જતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે માળિયા તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના નારા ગામ થી ગજેન્દ્રકુમાર જીતેન્દ્રભાઈ પરમાર( ઉ.વ.૧૯ ) , વનરાજસિહ અનુપમસિંહ (ઉ.વ.૨૪) અને કેતનસિહ અર્જુનસિંહ (ઉ.વ.૧૮ )ત્રણેય કોટુબીક ભાઈઓ બાઈક નબર જી.જે.૬ ટી.સી.૪૬૦ લઈને વડોદરા થી સામખીયારી પાસે લાકડીયા ગામે જવા પોતાની બહેન ના ઘરે જતાં હતાં ત્યારે હળવદ તાલુકાના ઢવાણા ગામના પાટિયા નજીક પહોંચતા ત્યારે કાર ચાલકે એ બાઈક ને હડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો જેમાં ગજેન્દ્રકુમાર પરમાર ગંભીર ઈજા થતા તેનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું જ્યારે વનરાજસિંહ અને કેતનસિંહ ને ગંભીર ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ચેતન ઉર્ફે ગાંગુલી ચંદુભાઇ વઢુકીયા કોળી ઉ.વ. ૩૫ રહે. મોરબી-૨ ત્રાજપર ઓરીએન્ટલ બેંક વાળી શેરી વાળો પોતન મિત્ર કિશન સાથે બાઈક પર મોરબી આવી રહ્યો હતો ત્યારે વાંકાનેર બાઉન્ડ્રી નજીક બાઈક નબર જી.જે. ૩૬ પી. ૧૧૬૭ રોડની ડીવાઇડર સાથે ભટકાડી એકસીડન્ટ કરી બએક્મ પાછળ બેઠેલ સાહેદ કિશન કાનજી ઉ.વ.૨૦ વાળાને સામાન્ય ઇજાઓ થતા તેમજ આરોપી પોતાને ગંભીર ઇજાઓ થતા મોત નિપજતા આ અગે વાંકાનેર તાલુકા પોલીસ નોધ કરી વધુ તપાસ પી.એસ.આઈ આર.પી.જાડેજા ચલાવી રહ્યા છે .

Loading...