હડાળા ટ્રાન્સપોર્ટ નગર અને આંબાવાડીમાં જુગાર રમતી છ મહિલા સહીત ૧૫ ઝડપાયા

રોકડ, કાર અને મોબાઇલ મળી કુલ રૂ.૩.૦૪ લાખનો મુદામાલ કબ્જે

મોરબી રોડ પર આવેલા હડાળા ગામની સીમમાં ટ્રાન્સપોર્ટનગર અને થોરાળા વિસ્તારામાં આવેલી આંબાવાડીમાં પોલીસે જુગારના દરોડા પાડી જુગાર ટમની છ મહિલા સહીત ૧૫ પતાપ્રેમીઓને ઝડપી રોકડ, કાર અને મોબાઇલ મળી કુલ રૂ.૩,૦૪ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ મોરબી રોડ પર આવેલા હડાળાગામની સીમમાં શ્રી વલ્લભ ઓઇલમીલ નજીક જાહેરમાં જુગાર રમતા રાજકોટના અમીત માવજીભાઇ લાઠીયા, જગદીશ હસમુખભાઇ નિમાવત, રાજેશ કાનજીભાઇ વાડીયા, જીજ્ઞેશ યશવંતભાઇ ગાંધી, મનસુખગીરી ભીખુગીરી મેધનાથી, મયુરીબેન મહેન્દ્રભાઇ ગોંડલીયા, સવીતાબેન પુનાભાઇ ભલગામડીયા, અજનાબેન ઉર્ફે રિંકુબેન મુકેશભાઇ સોહલીયાને ઝડપી, રોકડ ૭૩,૪૨૦ એક કાર અને છ મોબાઇલ મળી કુલ રૂ.૨,૪૨ લાખનો મુદ્દામાલ કુવાડવા પીએસઆઇ બી પી મેધખાતર સહીતના સ્ટાફે કબ્જે કર્યો છે.

જયારે બીજો જુગારનો દરોડો જુના માર્કેટીગ યાર્ડ પાસે આવેલા ટ્રાન્સર્પોર્ટનગરમાં પાડી જુગાર ખેલતા ગોકુલનગર-૩માં રહેતો સાજન નારણભાઇ સાનીયા, માર્કેટીંગ નજીક રહેતો ઉકા સામતભાઇ ઝાપડા, અને બામણબોટ ગામે રહેતો નવઘણ મશરૂભાઇ ગમારાને આજીડેમ પી.એસ.આઇ સી.એસ. પટેલ, હેડ કોન્સેટલ કનકસિંહ સોલંકી, ઘનશ્યામસિંહ ચૌહાણ, મહેન્દ્રભાઇ પરમાર અને ઇન્દ્રસિંહ જાડેજા સહિતના સ્ટાફે ઝડપી જુગારના પટ્ટ માંથી રૂ.૪૬,૭૦૦ રોકડ જપ્ત કરી છે.જયારે ત્રીજો જુગારનો દરોડો થોરાળા પોલીસે આંબાવાડી શેરી નં.૩માં હનુમાનજીના મંદીર પાસે પાડી જુગરુ ખેલતા, રમેશ શામજીભાઇ માનસુરીયા, મેહુલ સામનભાઇ સંખેસરીયા, રમાબેન રવજીભાઇ ગઢીયા, ગીતાબેના લક્ષ્મણભાઇ મકવાણા, ગૌરીબેન કેશુભાઇ જીવાળીયા અને માયાબેન રમેશભાઇ અધેરાને રૂ.૧૪,૨૮૦ની રોકડ સાથે થોરાળા પી.એસ.આઇ. પી.ડી. જાદવ, કોન્સ્ટેબલ વિજયભાઇ ઉકાભાઇ સહિતના સ્ટાફે ઝડપી લીધા છે.

Loading...