Abtak Media Google News

કોડીનાર, વેરાવળમાં ૪ ઈંચ, ગઢડામાં ૩॥ ઈંચ, બોટાદ, વલ્લભીપુર, રાજુલા, સાવરકુંડલામાં ૩ ઈંચ, માંગરોળ, જાફરાબાદમાં અઢી ઇંચ, બગસરા, ધારી, ઘોઘામાં ૨ ઈંચ: દક્ષિણ ગુજરાતમાં પણ ૪॥ ઈંચ સુધી વરસાદ

સવારે માણાવદરમાં ત્રણ, માંગરોળ, કેશોદ, તાલાલ, જૂનાગઢમાં બે, વડીયા, વંથલીમાં એક ઇંચ વરસાદ: રાજકોટમાં મેઘાવી માહોલ

સૌરાષ્ટ્રમાં છેલ્લા ૧૫ દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલે સોરઠમાં જાણે બારે મેઘ ખાંગા થયા હોય તેમ અનરાધાર વરસાદ વરસ્યો હતો. સુત્રાપાડા ૮ ઈંચ અને વિસાવદરમાં ૧૦ ઈંચજેટલો વરસાદ વરસી જતા સર્વત્ર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય જવા પામી છે. આજે સવારથી સોરઠ પંથકમાં જોરદાર વરસાદ વરસી રહ્યો છે. આજે સૌરાષ્ટ્રનાં પાંચ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આવતીકાલથી મેઘવિરામ રહેશે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે.

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરનાં સુત્રોનાં જણાવ્યા અનુસાર છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજયનાં ૩૧ જિલ્લાનાં ૨૧૫ તાલુકાઓમાં વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. આજ સુધીમાં રાજયમાં ચોમાસાની સીઝનનો ૧૧૬.૫૯ ટકા જેટલો વરસાદ વરસી ગયો છે. સૌથી વધુ વરસાદ કચ્છ રીઝીયનમાં ૧૪૨.૧૮ ટકા, દક્ષિણ ગુજરાતનો ૧૨૫.૯૬ ટકા, ઉતર ગુજરાતમાં ૯૨.૯૨ ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૧૦૭.૦૫ ટકા, સૌરાષ્ટ્રમાં ૧૧૬.૩૩ ટકા વરસાદ પડયો છે.

Img 20190911 Wa0021

સૌરાષ્ટ્રનાં સોરઠ પંથકમાં ગઈકાલે જાણે બારે મેઘ ખાંગા થઈ ગયા હોય તેમ સુપડાધારે વરસાદ પડયો હતો. ગીર સોમનાથ જિલ્લાનાં સુત્રાપાડામાં ૮ ઈંચ અને જુનાગઢનાં વિસાવદરમાં ૧૦ ઈંચ વરસાદ વરસી જતા સર્વત્ર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય જવા પામી છે. જુનાગઢનાં ભેંસાણમાં ૪૦ મીમી, જુનાગઢ શહેર અને ગ્રામ્યમાં ૩૭ મીમી, માંગરોળમાં ૬૦ મીમી, મેંદરડામાં ૪૧ મીમી, વંથલીમાં ૫૬ મીમી અને વિસાવદરમાં ૧૯૫ મીમી વરસાદ પડયો હતો. ગીર સોમનાથ જિલ્લાનાં કોડીનારમાં ૧૦૦ મીમી, સુત્રાપાડામાં ૨૦૦ મીમી, વેરાવળમાં ૧૦૫ મીમી, તાલાલામાં ૩૫ મીમી, ગીરગઢડામાં ૧૦ મીમી, અમરેલી જિલ્લાનાં રાજુલામાં ૭૮ મીમી, સાવરકુંડલામાં ૭૫ મીમી, જાફરાબાદમાં ૬૦ મીમી, બગસરામાં ૫૦ મીમી, ધારીમાં ૪૨ મીમી, વડીયામાં ૪૨ મીમી, અમરેલીમાં ૧૭ મીમી, બાબરામાં ૧૦ મીમી, ભાવનગર જિલ્લાનાં વલ્લભીપુરમાં ૬૭ મીમી, ઘોઘામાં ૫૦ મીમી, ઉમરાળામાં ૩૭ મીમી, ભાવનગર શહેરમાં ૩૩ મીમી, મહુવામાં ૨૬ મીમી, ગારીયાધારમાં ૧૫ મીમી, પાલિતાણામાં ૧૫ મીમી, બોટાદ જિલ્લાનાં ગઢડામાં ૮૭ મીમી, બોટાદ શહેરમાં ૬૯ મીમી, બરવાળામાં ૨૭ મીમી, રાણપુરમાં ૧૫ મીમી વરસાદ પડયો હતો. જામનગરનાં જામજોધપુરમાં ૩૭ મીમી, રાજકોટનાં ધોરાજીમાં ૨૫ મીમી, વિંછીયામાં ૨૨ મીમી, સુરેન્દ્રનગર જિલ્લાનાં વઢવાણમાં હળવા ઝાપટાથી લઈ અડધો ઈંચ સુધી વરસાદ પડયો હતો. ગઈકાલે સોરઠ પંથકને મેઘરાજાએ ધમરોળ્યા બાદ આજે સવારથી સોરઠમાં અનરાધાર વરસાદ ચાલુ હોવાનાં અહેવાલો મળી રહ્યા છે. સવારે ૨ કલાકમાં જુનાગઢનાં માંગરોળમાં દોઢ ઈંચ, અમરેલીનાં વડીયામાં ૧ ઈંચ, ગીર-સોમનાથનાં તાલાલામાં ૧ ઈંચ, જુનાગઢનાં કેશોદમાં અડધો ઈંચ વરસાદ પડયો હતો. આ ઉપરાંત પોરબંદર, માણાવદર, માળીયા હાટીના, વેરાવળ, જુનાગઢ, ઉના, વંથલી, રાણાવાવમાં વરસાદ વરસી રહ્યો હોવાનાં અહેવાલો મળી રહ્યા છે.

દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજાએ સટાસટી બોલાવી છે અને હળવા ઝાપટાથી લઈ ૪॥ ઈંચ સુધી વરસાદ પડયો હોવાનાં અહેવાલ મળી રહ્યા છે. નવસારીનાં ગણદેવીમાં ૪॥ ઈંચ, જલાલપુર અને નવસારી શહેરમાં ૪ ઈંચ, ખેરગામમાં ૨ ઈંચ, ચીખલીમાં પોણા બે ઈંચ, વલસાડનાં વાપીમાં ૪ ઈંચ, કપરાડામાં અઢી ઈંચ, પારડી અને વલસાડમાં ૨ ઈંચ, ઉમરગામમાં પોણા બે ઈંચ, ધરમપુરમાં સવા ઈંચ, ભરૂચનાં વાગરામાં અઢી ઈંચ, અંકલેશ્ર્વર, ભરૂચ શહેર, અનસોટ, જમ્મુસર, જગડીયામાં ૧ ઈંચ, તાપીનાં ડોલવાણમાં ૩॥ ઈંચ, વાલોદમાં અઢી ઈંચ, સુરતનાં ચોર્યાસીમાં ૪ ઈંચ, મહુવામાં ૩॥ ઈંચ, માંગરોળમાં ૩ ઈંચ, માંડવીમાં અઢી ઈંચ, કામરેજમાં ૨ ઈંચ, પલાસણામાં પોણા બે ઈંચ, બારડોલી અને સુરતમાં દોઢ ઈંચ જેટલો વરસાદ પડયો હતો. ઉતર ગુજરાતનાં પાટણ જિલ્લામાં હળવા ઝાપટાથી લઈ સવા ઈંચ સુધી, બનાસકાંઠા જિલ્લામાં ૨ ઈંચ સુધી, મહેસાણામાં ૩ ઈંચ સુધી, સાબરકાંઠામાં ૧ ઈંચ સુધી, અરવલ્લીમાં અઢી ઈંચ સુધી, ગાંધીનગરમાં સાડા ૩ ઈંચ સુધી વરસાદ પડયો હતો. પૂર્વ-મધ્ય ગુજરાતમાં અમદાવાદ જિલ્લામાં અડધાથી લઈ સાડા ત્રણ ઈંચ સુધી, ખેડા જિલ્લામાં ઝાપટાથી લઈ અઢી ઈંચ સુધી, આણંદમાં ૩ ઈંચ સુધી, વડોદરા જિલ્લામાં ૩ ઈંચ સુધી, છોટાઉદેપુરમાં જિલ્લામાં સવા ઈંચ સુધી, પંચમહાલ જિલ્લામાં અઢી ઈંચ સુધી, મહિસાગર જિલ્લામાં ૨ ઈંચ સુધી વરસાદ વરસ્યો હતો. આજે સવારથી રાજયનાં ૨૪ જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે. બે કલાકમાં હળવા ઝાપટાથી લઈને દોઢ ઈંચ સુધી વરસાદ પડયો હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.