Abtak Media Google News

ભાઈ તુષાર કપૂર બાદ એકતા કપૂર પણ સરોગેટ પેરેન્ટ બની ગઈ છે. 43 વર્ષની ઉંમરમાં એકતા કપૂર સરોગસી દ્વારા મા બની છે. મળતી જાણકારી અનુસાર એકતા કપૂરના પુત્રનો જન્મ 27 જાન્યુઆરીએ થયો છે. એક વર્તમાનપત્રના સમાચાર મુજબ હજુ સુધી એકતા પોતાના પુત્રને હોસ્પિટલમાંથી ઘરે પાછો લઈને નથી આવી. શક્ય છે કે આ નિર્ણય એકતાએ તુષાર કપૂરના પિતા બન્યા બાદ લીધો છે.

 

View this post on Instagram

 

A post shared by Ek❤️ (@ektaravikapoor) on

સરોગેસી દ્વારા માતા બનેલી ટીવી ક્વીન એકતા કપૂરે પોતાના દીકરાના નામનો ખુલાસો કર્યો છે. તેણે ટ્વીટર પર ફેન્સને જણાવ્યું કે તેના દીકરાનું નામ પિતા જિતેન્દ્રના નામ પર રાખવામાં આવ્યું છે. તેણે પોતાના દીકરાનું નામ રવિ કપૂર રાખ્યું છે જે જિતેન્દ્રનું અસલી નામ છે. એકતાએ સોશિયલ મીડિયા પર નામનો ખુલાસો કરતા લખ્યું કે પ્લીઝ નાનકડા રવિને તમારો પ્રેમ અને આશીર્વાદ મોકલો.

એક્તાએ આગળ કહ્યું કે, આ મારા અને મારા પરિવાર માટે એક ભાવનાત્મક પળો છે. હું એક માતા તરીકે આ નવા સફરની શરૂઆત કરવા માટે રાહ નથી જોઈ શકતી. એકતાએ બાળકનું નામ શેર કરતા તેના સ્પેલિંગમાં e અક્ષર જોડ્યો છે. રિપોર્ટ મુજબ એકતાના દીકરાનો સ્પેલિંગ ન્યૂમરોલોજિસ્ટ સંજય જુમાનીએ રાખ્યો છે. આથી હવે બાળકનું નામ ravie લખવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.