Abtak Media Google News

સરકાર ટેકાના ભાવે તુવેરદાળ ખરીદે તેવી ખેડૂતોની માગ

 મહિનાઓ અગાઉ તુવેરદાળના ભાવમાં ઉછાળો આવતા ગ્રાહકોનું બજેટ ખોરવાયું હતું અને રોજબરોજની રસોઈમાંી તુવેરદાળની બાદબાકી કરવી પડે તેવી પરિસ્િિત ઉભી ઈ હતી. આ અસરને પહોંચી વળવા માટે સરકારે દાળના આયાતનો નિર્ણય કર્યો હતો. ત્યારે હવે ગ્રાહકોને રડાવ્યા બાદ તુવેરદાળ ખેડૂતોને રડાવી રહી છે.

આ માટે મુંબઈમાં ખેડૂતો દ્વારા આંદોલન પણ યું હતું અને સરકાર તુવેરદાળના ઘટતા ભાવ બાબતે તાકીદે કાર્યવાહી કરે તેવી માંગણી કરવામાં આવી હતી. એક તરફ સરકારે મહારાષ્ટ્રના કુલ ઉત્પાદનમાંી ૨.૩૦ લાખ ટન દાળની ખરીદી કરી છે તેમ છતાં હજુ પણ ભાવો ઘટી રહ્યાં છે ત્યારે હવે સરકારને ટેકાના ભાવે તુવેરદાળની ખરીદી કરવી પડે તેવી પરિસ્િિત ઉભી ઈ છે.

આ બાબતે એવા આક્ષેપો પણ કરવામાં આવ્યા છે કે, તુવેરદાળના ભાવ ઘટવા પાછળ મોટું તરકટ રચવામાં આવ્યું છે. પ્રમ વખત તુવેરદાળની ખરીદીમાં કરોડોનો ગોટાળો યો હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. તે બાબતે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દ્વારા તપાસની માંગ કરવામાં આવી છે. એક તરફ સરકાર દાળનું વધુને વધુ ઉત્પાદન કરવા માટે કહી રહી છે તો બીજી તરફ ખેડૂતોને પુરતા ભાવ ન મળતા પરિસ્િિત કફોડી બને છે. આ સ્િિતમાં સરકારે યોગ્ય નિર્ણય કરવો જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.