Abtak Media Google News

પી.ડી.યુ. મેડિકલ કોલેજ ખાતે હેલ્થ સાયન્સ લાઇબ્રેરી એસો. દ્વારા નેશનલ લેવલની પરિષદ યોજાઇ કથાકાર રમેશભાઇ ઓઝા, ડો. જયંતિ રવિ, ડો. નીતિન પેથાણીના હસ્તે રીચર્સ પેપર જર્નલનું વિમોચન

રાજકોટના પી.ડી.યુ. મેડીકલ કોલેજ ખાતે હેલ્થ સાયન્સ લાયબ્રેરી એસોસીએશન દ્વારા રાષ્ટ્રીય કક્ષાની કોન્ફરનસ યોજાઇ હતી. ઇમરજીંગ ટ્રેન્ડસ એનડ ટેકનોલોજીસ ઇન લાયબ્રેરી એન્ડ ઇર્ન્ફોમેશન સાયન્સ થીમ પર કોન્ફરન્સનું આયોજન થયું હતું. આ પ્રસંગે રીસર્ચ પેપર જર્નલનું વિમોચન જાણીતા કથાકાર રમેશભાઇ ઓઝા, કમીશ્નર એન્ડ પ્રીન્સીપાલ સેક્રેટરી હેથ્લ એન્ડ ફેમેલી વેલફેરના આઇ. એએસ ડો. જયંતિ રવી, ડો. નીતીન પેથાલી, સહીતના મહાનુભાવો આ હસ્તે કરવામાં આવ્યુ હતું.

Turn-On-The-Girl-In-The-House-Where-There-Are-Five-Books-Ramesh-Oza
turn-on-the-girl-in-the-house-where-there-are-five-books-ramesh-oza

દેશભરમાંથી આશરે ૩પ૦ જેટલા લાયબ્રેરી સાયન્સના તજજ્ઞો ઉ૫સ્થિત રહ્યા હતા.

રમેશભાઇ ઓઝાએ પોતાના વકત્યમાં જણાવ્યું હતું કે પુસ્તકો તો વાંચવા જ જોઇએ. જેવી રીતે મંદીરમાં આરાધયની પુજા કરી છીએ. તેવી જ રીતે પુસ્તકાલયમાં જઇને એક કલાક તો વાંચન કરવું. તે પોતે જયારે પણ કયાંક બહાર જાય ત્યારે પોતાની સાથે અવશ્ય પુસ્તકો રાખે છે. તથા તેઓએ જણાવ્યું હતું કે હું ભગવાન પાસે એ પ્રાર્થના કરું છું કે બધાને પુસ્તકોનું વ્યસન થાય, વધુમાં કહ્યું હતું કે જે ઘરમાં પાંચ પુસ્તકો હોય ત્યાં જ દિકરીને વળાવવાનો પણ સુંદર મેસેજ આવ્યો હતો.

Turn-On-The-Girl-In-The-House-Where-There-Are-Five-Books-Ramesh-Oza
turn-on-the-girl-in-the-house-where-there-are-five-books-ramesh-oza

આપણી સંસ્કૃતિમાં જેટલું દેવાલયનું તેટલું જ ગ્રંથાલયનું પણ મહત્વ

Turn-On-The-Girl-In-The-House-Where-There-Are-Five-Books-Ramesh-Oza
turn-on-the-girl-in-the-house-where-there-are-five-books-ramesh-oza

અબતક સાથેની વાતચીત દરમિયાન જાણીતા કથાકાર રમેશભાઇ ઓઝાએ જણાવ્યું હતું કે આજે પી.ડી.એમ. કોલેજ ખાતે કોન્ફરન્સમાં ઉ૫સ્થિત રહ્યો છું. ત્યારે વાત કરું તો આપણી સંસ્કૃતિમાં આપણા ઉપાશ્રય દેવનું મહત્વ છે. આપણે દેવાલય, મંદીરમાં જઇ આરાઘ્યની ઉપાસના કરીએ છીએ તેવી જ રીતે ગ્રંથનું પણ તેટલું જ મહત્વ છે. દેવાલયનું મહત્વ છે. તેવી જ રીતે પુસ્તકાલય (ગ્રંથાલય) નું મહત્વ છે. આપણે પુસ્તકાલયમાં જઇને તથા પોતાના ઘરમાં પુસ્તાકાલય બનાવી તેમાં દરરોજ એક કલાક તો વીતાવવી જ જોઇએ. થોડા સમય પુસ્તકો સાથે વિતાવવો જોઇએ. પરમાત્મા સાથે સમય વિતાવવાથી મત તેમાં લગાવવાથી મન મજુબત થશે. સ્થિત રહેશે તેવી જ રીતે થોડા સમય પુસ્તકો સાથે વિતાવવાથી આપણા વિચારોની ક્ષિતી જ ખુબ જ વધશે. દુર દુર સુધી દુનિયા દેખાશે તથા જીવન વૈચારિક રુપથી ખુબ જ સમૃઘ્ધ થશે. મને અહિંયા આવીને ખુબ જ આનંદ થયો. આ કોન્ફરન્સમાં દેશભરમાંથી ઘણા બધા લાયબ્રેરી તજજ્ઞો ઉ૫સ્થિત રહ્યા છે આવતા દિવસોમાં દરેક વિઘા સંસ્થાના પુસ્તકાલયમાં વિઘાર્થીઓની ભીડ થાય તેવી કામના કરું છું.

આપણે વાત કરીએ તો સમય આગળ આગળ વધે છે તેમ સમયને અનુસાર નવી ટેકનોલોજી પ્રમાણે પુસ્તકાલયમાં પણ પરિવર્તન આવે છે. તેને સ્વીકારી તેનું સ્વાગત કરવું જોઇએ. ટેકનોલોજીના માઘ્યમથી ઘણી ખરી બાબતો સરળ થઇ શકે.

પુસ્તકાલયની જગ્યા પણ બચે પરંતુ લાભાર્થીની ભીડ પુસ્તકાલયમાં વધુ થાય. નોલેજ ઇટ સેલ્ફ ઇઝ ધ પાવર તે શકિતને પ્રાપ્ત કરવા આપણે પુસ્તકો તથા સારા વિચારો તે ગમે તે ટેકનોલોજીના નવા નવા આવિસ્કાર થાફ છે તે માઘ્યમથી આપણને નોલેજ પ્રાપ્ત થાય પરંતુ આપણે નિરંતર જ્ઞાનની ઉપાસના કરીએ તે આવશ્યક છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.