Abtak Media Google News

બંને આરોપીએ રાજકોટના થોરાળામાંથી એક્ટિવાની ઉઠાંતરી કરી હતી

વાહન ચોરીના ગુનામાં ટંકારા પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે. આ સાથે જ ૧૫ હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.

બનાવની મળતી માહિતી મુજબ મોરબી જિલ્લાના પોલીસ અધિક્ષક અને નાયબ પોલીસ અધિક્ષકે નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સૂચન કર્યુ હતું. જે અંતર્ગત ટંકારા પોલીસ પેટ્રોલિંગમાં હોય દરમિયાન સરાયા ગામના પાટીયા પાસે એક મોટર સાયકલ ચાલક પોતાનું મોટરસાયકલ નંબર પ્લેટ વગર લઈને ડબલ સવારીમાં શંકાસ્પદ હાલતમાં નીકળતા પોલીસે તેને અટકાવ્યા હતા અને તેમની પાસેથી મોટરસાયકલના કાગળો માગતા નહીં હોવાનું જણાવ્યું હતું.

જેથી પોલીસે રોહિત મોહન ચાવડા ઉંમર વર્ષ ૨૬ રહેવાસી રાજકોટ અને સલમાન ઉર્ફ સલિયો મામદભાઇ વિકિયા ઉમર વર્ષ ૩૭ રહેવાસી સરાયાની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં આરોપીએ મોટરસાઈકલ ની ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું. હાલ પોલીસે મોટરસાયકલ સહિત ૧૫ હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.