તુલસીશ્યામ મંદિર દર્શન માટે ખૂલ્યું

સામાજીક અંતર સહિતના નિયમો પાળવા પડશે

સવારે ૯ થી સાંજે ૬ વાગ્યા સુધી દર્શન થઈ શકશે

સૌરાષ્ટ્રના પ્રસિધ્ધ તીર્થધામ તુલસીશ્યામમાં ભગવાન શ્યામના દર્શન ભકતો માટે ખૂલ્યા છે.

તુલસીશ્યામ મંદિર ટ્રસ્ટના ડો. બી.બી. વરૂ તથા પ્રતાપભાઈ એલ વરૂએ જણાવ્યું હતુ કે નવલા નોરતાના પ્રારંભે તા.૧૯.૧૦ ને સોમવારથી તુલસીશ્યામ ધામમાં ભકતો માટે ભગવાન શ્યમાના દર્શન ખૂલ્લા મૂકાશે તા.૧૯ને સોમવારથી મંદિર દર્શન માટે ખૂલ્લુ મુકાશે દર્શનનો સમય સવારે ૯ થી સાંજના ૬ સુધીનો રાખવામાં આવ્યો છે. ભકતો આ સમય દરમિયાન દર્શનનો લાભ લઈ શકશે.

હાલ કોરોનાના રોગચાળા બાદ સરકારે જાહેર કરેલી માર્ગદર્શિકા મુજબ સામાજીક અંતર જાળવવું પડશે અને હાથ સેનેટાઈઝ કરીને મંદિરે દર્શન કરવા આવવા જણાવાયું છે.

હાલ કોરોનાના અનુસંધાને સરકારે જાહેર કરેલા નિયમોનું ચુસ્ત પાલન કરવાનું હોવાથી તથા રોગચાળો અટકાવવા શકાય તે માટે જગ્યાનું ભોજનાલય અને રહેવાની વ્યવસ્થા બંધ રાખવામાં આવી છે.ધર્મસ્થાને દર્શને આવતા ભકતો શ્યામ સેવકોને સરકારના નિયમોનું ચુસ્ત પાલન કરી સહયોગ આપવા મંદિર ટ્રસ્ટે અપીલ કરી છે.

Loading...