Abtak Media Google News

૧૦૦ મેસેજની દૈનિક મર્યાદાથી મોકલેલા દરેક જખજ પર ૫૦ પૈસા ફિકસ રેટને દુર કરવાનો પ્રસ્તાવ મુકાયો

હાલ સમગ્ર વિશ્ર્વમાં સોશિયલ મીડિયાનો અતિરેક ઉપયોગ થઈ રહ્યો છે ત્યારે કોઈપણ મેસેજ કરવા માટે લોકો એસએમએસની સરખામણીમાં વોટસએપને વધુ પ્રાધાન્ય આપે છે પરંતુ વોટસએપ દ્વારા જે વિશ્ર્વાસનીયતા કેળવવામાં આવી જોઈએ તે કેળવી શકાણી નથી. વોટસએપમાં હાલ જે ફોરવડેડ મેસેજનું ચલણ વઘ્યું છે તેનાથી એ વાતની પણ સ્પષ્ટતા થતી નથી કે મેસેજ કોના મારફતે કોને મોકલવામાં આવ્યો છે. લોકો મેસેજીંગ એપ્લીકેશનમાં વોટસએપનો ઉપયોગ અતિરેક કરી રહ્યા છે જેનું એક માત્ર કારણ એ છે કે વોટસએપ દ્વારા કરવામાં આવતા મેસેજોનો ચાર્જ નિ:શુલ્ક છે અને તેના પર એક પણ પ્રકારનો ચાર્જ વસુલવામાં આવતો નથી ત્યારે બીજી તરફ એસએમએસ કરવામાં લોકોનું મન એટલે માનતું નથી કે લીમીટેડ શબ્દોની સાથો સાથ એસએમએસનો ચાર્જ પણ વસુલવામાં આવે છે.

Adminવોટસએપની સરખામણીમાં એસએમએસ વિશ્ર્વાસનીયતા કેળવવામાં ખુબ જ આગળ છે ત્યારે એસએમએસમાં જે ચાર્જ વસુલવામાં આવે છે તેનાથી લોકો તેનો ઉપયોગ નહિવત કરતા હોય તેવું લાગે છે. આ તકે ટેલીકોમ રેગ્યુલેટરી ઓથોરીટી ઓફ ઈન્ડિયાએ એસએમએસ ઉપરનું બાંધણું હટાવવાની જાહેરાત કરી છે. જેથી લોકોમાં એસએમએસ પરની વિશ્ર્વાસનીયતા કેળવી શકાય. નવેમ્બર ૨૦૧૨માં ટ્રાય દ્વારા જે ટેરીફ ઓર્ડર જાહેર કરવામાં આવ્યા હતા તેમાં એસએમએસ પરના ભાવ બાંધણું કરવાનું નકકી કરવામાં આવ્યું હતું ત્યારે હવે ટ્રાયે મંગળવારના રોજ દર સીમ બીટ ૧૦૦ મેસેજની દૈનિક મર્યાદામાં મોકલેલા દરેક એસએમએસ માટે ૫૦ પૈસા ફિકસ રેટને દુર કરવાનો પ્રસ્તાવ મુકયો છે ત્યારે બીજી તરફ ટ્રાયના સંપર્ક સુત્રો દ્વારા મળતી વિગતો મુજબ ટેરીફ ઓર્ડરમાં ટ્રાયે નવેમ્બર ૨૦૧૨માં પેસકી મેસેજો પર કાબુ મેળવવા માટે મીનીમમ ચાર્જ વસુલવાનો નિર્ણય લીધો હતો ત્યારે ચાલુ વર્ષ અને ગત વર્ષમાં સર્વે મુજબ એ વાતની પણ સ્પષ્ટતા થઈ છે કે એસએમએસ માટે ટેરીફ નિયમની કોઈપણ રીતે જ‚ર પડે નહીં. જે મુજબ ટેલીકોમ્યુનિકેશન ટેરીફમાં વસુલવામાં આવતા દરને નાબુદ કરવાની દરખાસ્ત પણ મુકવામાં આવી છે.

ટ્રાય દ્વારા જો આ દરખાસ્ત પર મંજુરીની મહોર લગાડવામાં આવે તો એસએમએસ પરની જે વિશ્ર્વાસનીયતા જોવા મળી રહી છે તેનો ઉપયોગ સ્થાનિક લોકો પણ પૂર્ણત: કરી શકશે. હાલ સમગ્ર વિશ્ર્વમાં વોટસએપ ઉપર ઘણાખરા આક્ષેપો થઈ રહ્યા છે કારણકે લોકોને જે સુરક્ષા આપવી જોઈએ તે આપવામાં ન આવતા લોકોનો વિશ્ર્વાસ વોટસએપ પર ધીમે-ધીમે ઘટતો હોય તેવું લાગે છે ત્યારે ઉચ્ચ અધિકારીઓ પણ વોટસએપના બદલે એસએમએસને વધુ પ્રાધાન્ય આપી વિશ્ર્વસનીય ગણે છે ત્યારે આવનારા સમયમાં લોકોની વિશ્ર્વાસનીયતા કેળવવા માટે એસએમએસ ઉપરનું બાંધણુ હટાવવાની જે કવાયત ટ્રાય દ્વારા કરવામાં આવી છે તે કાબિલે દાદ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.