Abtak Media Google News

એરપોર્ટ પર વડાપ્રધાન મોદી દ્વારા ટ્રમ્પનું ભાવભેર સ્વાગત: શંખ, ઢોલ-નગારા, મંજીરાના નાદ વચ્ચે ૧૦૦૦ કલાકારોના ટ્રેડિશ્નલ નૃત્યથી ટ્રમ્પ અભિભૂત

રોડ-શો, ગાંધી દર્શન અને મોટેરા સ્ટેડિયમમાં લાખો લોકોએ ટ્રમ્પ અને મોદીને તાળીઓનો ગડગડાટી વધાવી લીધા

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદની મુલાકાતે આવતા જ શહેરમાં લોખંડી બંદોબસ્ત ગોઠવાઈ ચૂકયો છે. ગુજરાતના મહેમાન બનેલા ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી ગુજરાત સહિતના રાજ્યો માટે મહત્વની જાહેરાતો થાય તેવી વકી છે. આવા સંજોગોમાં ટ્રમ્પનો કોનવોય તાજ સર્કલ થઈને મોટેરા સ્ટેડિયમે પહોંચ્યો છે. ટ્રમ્પ અને મોદીની આ યારી દોસ્તીને કરોડો લોકો દ્વારા વધાવી લેવાઈ છે. ગાંધી આશ્રમમાં શ્રદ્ધાસુમન પાઠવ્યા બાદ રાષ્ટ્રપતિ ટ્રમ્પ મોટેરા સ્ટેડિયમે પહોંચતા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. ૨૨ કિ.મી.ના રોડ-શોમાં ૨.૫ લાખ લોકોની હાજરીથી ઐતિહાસિક દ્રશ્યો સર્જાયા છે.

Admin 1

અમદાવાદ મેગા સિટીમાં ટ્રમ્પનું રોકાણ ત્રણ-સાડા ત્રણ કલાક જેટલું છે. આ રોકાણને લઈ બન્ને દેશોના આગેવાનો છેલ્લા બે દિવસથી ખડેપગે રહ્યાં છે. ડોનાલ્ડ ટ્રમ્પનું સ્વાગત કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી એરપોર્ટ પર ગયા હતા. અમદાવાદની મુલાકાત બાદ ડોનાલ્ડ ટ્રમ્પ દિલ્હી પહોંચશે. અમદાવાદમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદીના રોડ-શો બાદ તેઓ ગાંધી આશ્રમ માટે રવાના થયા હતા. ગાલા ઈવેન્ટ સહિતના કાર્યક્રમોમાં વિશ્વના બન્ને આગેવાનોએ ખાસ હાજરી આપી હતી. અમેરિકાના પ્રેસિડેન્ટ ટ્રમ્પને ગુજરાતી-પંજાબી ફૂડ પીરસવામાં આવ્યું હતું. ડોનાલ્ડ ટ્રમ્પને ગાંધી આશ્રમ ખાતેથી ચરખો, આત્મકથા, ગાંધીજીનું ચિત્ર, ખાદીનો ખેસ સહિતની વસ્તુઓ ભેટમાં આપવામાં આવી હતી.

ગત તા.૨૨ સપ્ટેમ્બર ૨૦૧૯ના રોજ વડાપ્રધાન મોદી માટે હાઉડી મોદી કાર્યક્રમ યોજાયો હતો. આવા જ તર્જ પર અમદાવાદમાં ડોનાલ્ડ ટ્રમ્પનો નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ યોજાયો છે. જેમાં લાખો લોકોએ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવવાનો પ્રયાસ કર્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પ સાથે તેમના પત્ની મેલેનીયા, પુત્રી ઈવાન્કા  ખાસ હાજર રહ્યાં હતા. ગુજરાત માટે આ ક્ષણ ઐતિહાસિક બની છે. કેમ કે, અમેરિકાના કોઈ પ્રમુખ ગુજરાતની ધરતી પર આવ્યા હોય તેવું ઈતિહાસમાં પ્રથમ વખત બન્યું છે. ભવ્ય સ્વાગત બાદ સાબરમતી સુધીના રોડ-શોમાં યેલા અભિવાદની ડોનાલ્ડ ટ્રમ્પ અભિભૂત થયા હતા.

ડોનાલ્ડ ટ્રમ્પ અને મેલેરીયાનું એરપોર્ટ પર ૧૫૦ ફૂટ પહોળા રેડ કાર્પેટ પર સ્વાગત કરાયું હતું. ૧૯ કલાકારોના શંખ, ઢોલ અને મંજીરાના નાદથી આ સ્વાગત અનેરૂ બની ગયું હતું. એરપોર્ટની અંદર ૧૦૦૦ કલાકારોએ ટ્રેડીશ્નલ ડ્રેસ સાથે રજૂ કરેલા નૃત્યનો નજારો અદ્ભૂત રહ્યો હતો. રોડ-શોમાં ૨૮ રાજ્યો અને કેન્દ્ર શાસીત પ્રદેશોની સંસ્કૃતિની ઝલક જોવા મળી હતી. આ સાથે જ મહાત્મા ગાંધીના જીવન તથા સંદેશાની પ્રતિકૃતિ રજૂ કરવામાં આવી હતી. અમદાવાદમાં મહેમાન બન્યા બાદ પ્રમુખ ટ્રમ્પ ૩:૩૦ કલાકે તાજમહેલ જોવા આગ્રા રવાના થશે.

ટ્રમ્પની આગ્રા મુલાકાતને પગલે તાજમહેલમાં મુલાકાતીઓને પ્રવેશ બંધી

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની આજે સોમવારે આગ્રાની ઐતિહાસિક મુલાકાતને પગલે તાજમહલના હેરિટેઝ પરિસરમાં સલાક સુરક્ષાને પગલે સોમવારે ૧૧.૩૦ વાગ્યાથી મુલાકાતીઓ માટે તાજમહલમાં પ્રવેશ બંધ કરી દેવાશે. આગ્રાના જીલ્લા કલેકટર પ્રભુએમ સિંઘના જણાવ્યા મુજબ ટ્રમ્પ સાંજે ૫.૧૫ કલાકે તાજમહલ સંકુલમાં આવશે અને ૧૭મી સદીના ભવ્ય મકબરોમાં એકાદ કલાકનો સમય વિતાવશે, ટ્રમ્પની મુલાકાતને પગલે ગોઠવવામાં આવેલી સુરક્ષાના ભાગરુપે મુલાકાતીઓ સવારે તાજ દર્શન કરી શકશે પરંતુ ટિકીટ કાઉન્ટર ૧૧.૩૦ સુધી જ ખુલ્લુ રહેશે અને બપોર સુધીમાં આખુ સંકુલ મુલાકાતીઓ માટે ખુલ્લુ રાખવાની વ્યવસ્થા વ્યવસ્થા ટ્રમ્પની મુલાકાતને પગલે ગોઠવવાની હોવાની જણાવવામાં આવ્યું હતું. તાજમહલનું બાંધકામ ર૦ વર્ષની જજ જહેમતથી મોગલ સમ્રાટ શાહજહાંએ ૧૬૩૧માં ૧૭મી સદીના અદભૂત પ્રેમના પ્રતિક એવા તેમની પત્નીની યાદમાં બંધાવાયું છે. અત્યારે તાજને અમેરિકાના પ્રમુખ અને પ્રથમ મહીલા મેલેનિયા ટ્રમ્પની મુલાકાતને લઇને સજાવવામાં આવ્યું છે. સોમવારે સાંજે તાજમાં ટ્રમ્પની મુલાકાતને લઇને ભારતે તૈયારીઓ થઇ ચુકી છે. તાજ સંકુલની રાતીરેલીનને સાફસુફ કરીને ફુંવારાઓ ચાલુ કરવામાં આવ્યા છે. બગીચામાં ખુશ્બુદાર મહેકના ફૂલોની સજાવટ અને તાજમહલ સંકુલમાં મહેમાનગતિ માટે ભવ્ય તૈયારીઓ કરવામાં આવી છે. તાજ યમુના નદીના કાંઠે ઊગેલું વિશ્ર્વની સાત અજાયબી પૈકીનું એક પ્રવાસન સંકુલ હંમેશા દેશના મુલાકાતીઓ માટે પ્રથમ પસંદગીનું બની રહ્યું છે.  ૨૦૧૫માં ભારતની મુલાકાત વખતે અમેરિકાના પ્રમુખ બરાશ ઓબામાની મુલાકાતનો કાર્યક્રમ ગોઠવાયો હતો. પરંતુ સંસ્થાના કારણો સબબ તે તાજની મુલાકાતે આવી શકયા ન હતા. જો કે ૨૦૦૦ ની સાલમાં અમેરિકાના પ્રમુખ બીલ કિલનટન અને તેના પુત્રી એબશા કિલનટન સાથે જગપ્રસિઘ્ધ સમાસ્કની મુલાકાતે આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.