ટ્રમ્પનું ‘સુરક્ષા કવચ’ રૂા.૩૦૦ કરોડનું

63

ઉચ્ચ સ્તરીય કોમ્યુનિકેશન ઉપકરણોથી સજજ અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખની સિકયોરીટી

યુએસ પ્રેસીડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ જયારે ભારત પ્રવાસ પર આવી રહ્યા છે ત્યારે તેની સિકયોરીટી એટલે કે તેમની સુરક્ષા ઉપર ૩૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરી સુરક્ષા કવચ બનાવવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે. યુએસ દ્વારા ખાસ ડોનાલ્ડ ટ્રમ્પ માટે કોમ્યુનિકેશન સિસ્ટમ પણ વિકસિત કરવામાં આવી છે. આ પૂર્વે યુ.એસ. સિકયોરીટી ડિપાર્ટમેન્ટ દ્વારા ભારતીય સરકારની એજન્સીને કોમ્યુનિકેશન ઉપકરણોનાં ઉપયોગ માટે ૩૦૦ કરોડ રૂપિયાનાં કિલીયરન્સની માંગણી કરી હતી.

સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ નાણા મંત્રાલયની સાથો સાથ બ્યુરો ઓફ સિવિલ એવીએશન સિકયોરીટી અને કસ્ટમ ડિપાર્ટમેન્ટ આ તમામ ઉપકરણોની સાર સંભાળ લેવા માટે તૈયારી દાખવી છે અને જણાવ્યું છે કે ટ્રમ્પની બે દિવસની મુલાકાત બાદ કોમ્યુનિકેશનનાં તમામ સાધનોને ફરી યુનાઈટેડ સ્ટેટ મોકલવામાં આવશે. સુત્રો દ્વારા પ્રાપ્ત વિગતો મુજબ જે કોઈ સ્થાન પર યુનાઈટેડ સ્ટેટનાં પ્રેસીડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ મુલાકાત લે તે સર્વે જગ્યા પર કોમ્યુનિકેશન સિસ્ટમ કે જેની કિંમત ૪૦ મિલીયન ડોલરની છે તે હરહંમેશ તેની સાથે રહેતી હોય છે જેથી કોઈપણ હેકરો કે કોઈ વ્યકિત દ્વારા તેમની સિકયોરીટીને તોડી શકવા સંપૂર્ણપણે નિષ્ફળ નિવડે છે.

આ તમામ ઉપકરણો ભારતીય એજન્સી દ્વારા આવતા માસ એટલે કે માર્ચ મહિનામાં પરત લઈ જવા માટેની પરવાનગી આપવામાં આવી છે. સરકારી સુત્રોના જણાવ્યા મુજબ જે કોઈ દેશનાં વીવીઆઈપી એટલે કે દેશના વડાપ્રધાન અથવા તો રાષ્ટ્રપતિ જેવા કે રશિયા, યુનાઇટેડ કિંગ્ડમ અને યુ.એસ.નાં હોય તો તેમના માટેની જરૂરીયાત મુજબના સુરક્ષાના ઉપકરણો માટે સિકયોરીટી ડિપાર્ટમેન્ટને પહેલા જ તાકિદ કરી દેવામાં આવે છે અને તેઓને તે ઉપકરણની ખરીદી પણ કરવામાં આવતી હોય છે સાથો સાથ તે તમામ ઉપકરણોનો ખર્ચ શું હોય તે પણ જણાવવામાં આવે છે. કોઈપણ દેશના વડાપ્રધાન કે રાષ્ટ્રપતિ અન્ય દેશોમાં મુલાકાતે જતા હોય ત્યારે તેમની સુરક્ષાના ભાગરૂપે સંપૂર્ણપણે જરૂરીયાત મુજબની માહિતીઓની આપ-લે કરવામાં આવે છે. સિકયોરીટી ડિપાર્ટમેન્ટ એ તમામ વસ્તાની ખરીદી અને કસ્ટમ કિલીયરન્સ માટે મંજુરી પણ આપતું હોય છે. બીસીએએસ કે જેને બ્યુરો ઓફ સિવિલ એલીએશન સિકયોરીટી કહેવાય છે તે ભારત માટેની નોડલ એજન્સી છે કે જે વિદેશનાં મહાનુભાવો અને વિશેષ મહેમાનો માટે સુરક્ષાની જવાબદારી લેતું હોય છે.

કેવું હશે ડોનાલ્ડ ટ્રમ્પનું સુરક્ષા કવચ

ડોનાલ્ડ ટ્રમ્પની ભારત મુલાકાત પહેલા જ સિકયોરીટી એજન્સી દ્વારા કોમ્યુનિકેશન ઉપકરણો અંગેનું કિલીયરન્સ પ્રાપ્ત કરવામાં આવ્યું છે જેમાં કોમ્યુનિકેશન ઉપકરણોની સાથો સાથ અત્યંત મોંઘાદાટ ઉપકરણોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં હાઈ એન્ડ કેમેરા, ઓડિયો-વિઝયુઅલ ઈનપુટ અને તે અંગેના આઉટપુર ડિવાઈઝ, સેટેલાઈટ કોમ્યુનિકેશન ઝામર સહિત અનેકવિધ પ્રકારના ઉપકરણો તેમના સુરક્ષા કવચમાં સામેલ કરવામાં આવ્યા છે. આ તમામ ઉપકરણોની સાથો સાથ તેમની વિશેષ ગાડીનો કાફલો પણ તેમની મુલાકાત પહેલા ગુજરાત આવી પહોંચ્યો છે. માનવામાં આવે છે કે યુનાઈટેડ સ્ટેટના પ્રેસીડેન્ટની સુરક્ષા ઉપર કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે અને તેમની સિકયોરીટી એટલી ટાઈટ હોય છે કે તેને તોડવી જાણે નામુમકિન સાબિત થતી હોય છે.

Loading...