Abtak Media Google News

ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને રવિવારે આઠ દેશોના મુલાકાતીઓ પર નવા પ્રતિબંધો જાહેર કર્યા છે, જે પહેલેથી જ મૂકેલા ટ્રાવેલ બેનનું એક્સપાન્શન છે, જેના કારણે સિક્યોરિટી, ઇમિગ્રેશન અને ડિસ્ક્રિમિનેશન પર જબરદસ્ત કાનૂની ચર્ચાઓને વેગ આપ્યો છે.

રાષ્ટ્રપતિ તરીકે યુએસને સુરક્ષિત બનાવવું એ મારી પ્રાથમિકતા- ટ્રમ્પ, નવા નિયમોને જાહેર કરતી વખતે અધિકારીઓએ કહ્યું કે આ નિયમોને કડક અને ટાર્ગેટેડ બનાવ્યા છે. આ નિયમો એ દિવસે જાહેર કરવામાં આવ્યા છે, જ્યારે રાષ્ટ્રપતિ ટ્રમ્પના ટ્રાવેલ બેનનો સૌથી મહત્વનો હિસ્સો, જેમાં મુસ્લિમોની બહુમતી ધરાવતા 6 દેશોના નાગરિકોને વિઝા ઇશ્યૂ કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો, તે સમાપ્ત થતો હતો. ટ્રમ્પે સ્પેસિફિક દેશોના મુલાકાતીઓ માટેના નિયમોમાં ફેરફારને જાહેર કરતી ઘોષણામાં લખ્યું હતું કે, “રાષ્ટ્રપતિ તરીકે યુનાઇટેડ સ્ટેટ્સ અને તેના લોકોની સલામતી અને હિતોના રક્ષણ માટે મારે કાર્યવાહી કરવી જ પડે. અમેરિકાને સુરક્ષિત બનાવવું એ મારી ટોચની પ્રાથમિકતા છે. અમે એવા લોકોને અમારા દેશમાં પ્રવેશવા નહીં દઇએ જેની અમે સુરક્ષિત રીતે ચકાસણી ન કરી શકીએ.”ટ્રમ્પનું ઓરિજિનલ ટ્રાવેલ બેન, જેને રાષ્ટ્રપતિ તરીકેનો હોદ્દો સંભાળ્યાના શરૂઆતના દિવસોમાં એક એક્ઝિક્યુટિવ ઓર્ડર તરીકે સાઇન કરવામાં આવ્યો હતો, તે માત્ર એક કામચલાઉ નિર્ણય જ હતો, જ્યારે તેના એડમિનિસ્ટ્રેશને વધુ કાયમી નિયમો બનાવ્યા હતા.

સિનિયર એડમિનિસ્ટ્રેશન અધિકારીએ જણાવ્યું છે કે આ નવા પ્રતિબંધો કાયમી નથી. આ નિયમો જરૂરી છે અને શરતો આધારિત છે, પરંતુ સમય આધારિત નથી.

આ નવો ટ્રાવેલ બેન ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને જાહેર કરેલા બેનનું થર્ડ વર્ઝન છે.બદલાયેલા પ્રતિબંધો અને નવા નિયમો 18 ઓક્ટોબરથી લાગુ થશે , જે દેશોના નાગરિકો પર પ્રતિબંધો મૂકવામાં આવ્યા છે, તે દેશોની યાદીમાં ત્રણ નવા દેશોના નામ ઉમેરવામાં આવ્યા છે: ચાડ, નોર્થ કોરિયા અને વેનેઝુએલા. જોકે, વેનેઝુએલા પર બહુ થોડાં નિયંત્રણો મૂકવામાં આવ્યા છે, તેમ છતાં આ નિયંત્રણો તે દેશની લીડરશીપ અને તેમના પરિવારના સભ્યોને ટાર્ગેટ કરી રહ્યાં છે.વર્ષની શરૂઆતમાં જાહેર કરેલી ટ્રાવેલ બેનની યાદીમાંથી સુદાનનું નામ હટાવી લેવામાં આવ્યું છે. સિનિયર એડમિનિસ્ટ્રેશન અધિકરીએ જણાવ્યું કે નેશનલ સિક્યોરિટી અને ઇન્ફોર્મેશન શેરિંગ બાબતે યુએસ સરકાર સાથે સુદાનના કો-ઓપરેશનના રિવ્યુના આધારે તેનું નામ યાદીમાંથી હટાવવું યોગ્ય લાગ્યું હતું. અધિકારીએ જણાવ્યું કે, સમય પ્રમાણે આ પ્રતિબંધો તબક્કાવાર મૂકવામાં આવશે અને આ પ્રતિંબધો તેમને અસર નહીં કરે જેમની પાસે પહેલેથી જ યુએસના વિઝા છે. જે મુલાકાતીઓ પર આ બદલાયેલા પ્રતિબંધોની અસર પડી છે, તેમના પર નવા નિયમો 18 ઓક્ટોબરથી લાગુ પડશે.

એડમિનિસ્ટ્રેશન કહે છે કે આ નિયમો મુસ્લિમોને ટાર્ગેટ નથી કરતા ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનના ટીકાકારોએ દલીલ કરી છે કે આ ટ્રાવેલ બેન એ ટ્રમ્પે તેમના કેમ્પેઇન દરમિયાન યુએસમાં મુસ્લિમોની એન્ટ્રી સંપૂર્ણપણે બંધ કરાવી દેવાના આપેલા વચનના પાલન માટે કરવામાં આવેલો ગેરબંધારણીય પ્રયત્ન છે. એડમિનિસ્ટ્રેશનના અધિકારીઓનું કહેવું છે કે આમાંનો એકપણ બેન મુસ્લિમોને ટાર્ગેટ કરવા માટે નથી. તેમનું કહેવું છે કે આ પ્રતિબંધો એવા દેશો કે જ્યાં નિષ્ફળ અથવા નબળી સરકાર છે, તે દેશોના મુલાકાતીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મૂકવામાં આવ્યા છે. જાન્યુઆરીમાં એક્ઝિક્યુટિવ ઓર્ડર તરીકે સાઇન કરાયેલા બેનના ઓરિજિનલ વર્ઝનમાં, મુસ્લિમોની બહુમતી ધરાવતા સાત દેશો – ઇરાક, ઇરાન, સુદાન, સોમાલિયા, લિબિયા, યેમેન અને સિરિયા – નાગરિકો તેમજ વિશ્વભરના રેફ્યુજીઓને બ્લોક કરવામાં આવ્યા હતા.જ્યારે કોર્ટમાં આ ઓર્ડરને બ્લોક કરવામાં આવ્યો, તો ટ્રમ્પે રિવાઇઝ થયેલો ઓર્ડર સાઇન કર્યો જેમાં પ્રતિબંધિત દેશોની યાદીમાંથી ઇરાકને હટાવી લેવામાં આવ્યું અને માત્ર બાકીના છ દેશોના નાગરિકો અને તમામ રેફ્યુજીઓને વિઝા ઇસ્યુ પર બેન મૂકવામાં આવ્યો. આ બીજા ઓર્ડરને પણ જજીસે બ્લોક કર્યો પરંતુ, સુપ્રીમ કોર્ટે જૂનમાં એક તાકીદ સાથે તેના અમલની પરવાનગી આપી. કોર્ટે કહ્યું કે, જે દેશો યુનાઇટેડ સ્ટેટ્સ સાથે ‘બોનાફાઇડ’ કનેક્શન ધરાવે છે, જેવાંકે ફેમિલિ મેમ્બર્સ અથવા એવી કંપનીઓ જે નોકરી-રોજગાર ઓફર કરે છે, તેમના પ્રવેશને એડમિનિસ્ટ્રેશન બ્લોક ન કરી શકે.છ દેશોના નાગરિકો પર 90 દિવસ માટે અને રેફ્યુજીઓ પર 120 દિવસ માટે પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. રેફ્યુજી પરનો પ્રતિબંધ 24 ઓક્ટોબરે પૂરો થાય છે અને એ હજુ એકદમ સ્પષ્ટ નથી કે આ નવા પ્રતિબંધોની તેના પર શું અસર થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.