Abtak Media Google News

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ મહાભિયોગની સુનવણી દરમિયાન નીચલા સદન(હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્ઝ)ની તપાસ કમિટીએ તેમને દોષિત માન્યા છે. તપાસ કમિટીએ મંગળવારે ટ્રમ્પ વિરુદ્ધ ચાલી રહેલા મહાભિયોગની તપાસનો અંતિમ રિપોર્ટ જાહેર કર્યો. તેમાં ટ્રમ્પને તેમના હોદ્દાના દુરુપયોગના દોષિત માનવામાં આવ્યા હતા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તેમણે પોતાના ફાયદા માટે પાવર્સનો દુરુપયોગ કર્યો છે.

રિપોર્ટમાં કહેવાયું છે કે ટ્રમ્પે તેમના વ્યક્તિગત અને રાજકીય ફાયદા માટે તેમની શક્તિઓનો દુરુપયોગ કરીને ૨૦૨૦ની રાષ્ટ્રપતિ ચૂંટણી માટે તેમના પક્ષમાં યૂક્રેન પાસેથી વિદેશી મદદ માંગી. તપાસ કમિટીના સભ્યોએ કહ્યું,  ટ્રમ્પે રાષ્ટ્રપતિ ચૂંટણીની અખંડતાને કમજોર કરી છે. સાથે જ તેમણે પદની શપથનું પણ ઉલ્લંઘન કર્યું છે. તેમણે અમેરિકાની બંધારણીય પ્રણાલીઓ જેમ કે તપાસ અને સંતુલન, શક્તિયોનું પૃથક્કરણ અને કાયદાના નિયમોને પડકાર આપ્યો.

વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી સ્ટીફની ગ્રીશમે રિપોર્ને ફગાવ્યો અને કહ્યું કે ટ્રમ્પ પર લગાવવામાં આવેલા આરોપોના કોઇ પુરવા નથી. તેમણે કહ્યું, એકતરફી પ્રક્રિયામાં તપાસ કમિટી ટ્રમ્પ વિરુદ્ધ સાક્ષ્ય ઉપલબ્ધ કરાવવામાં અસફળ રહી છે. આ રિપોર્ટથી માત્ર કુંઠા જ બહાર આવે છે.

છેલ્લા અમુક અઠવાડિયાઓથી ટ્રમ્પ વિરુદ્ધ મહાભિયોગ મામલામાં સાક્ષીઓના નિવેદન નોંધવામાં આવી રહ્યા છે અને સાર્વજનિક સુનવણી ચાલી રહી છે. હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્ઝમાં સુનવણી પૂર્ણ થયા બાદ સદનમાં વોટિંગ થશે. વોટિંગમાં ટ્રમ્પ વિરુદ્ધ બહુમત આવવા પર આ મામલો ઉચ્ચ સદન મતલબ કે સીનેટમાં જશે. સીનેટમાં તેના પર વોટિંગ થશે. ત્યાં રિપબ્લિકન બહુમતમાં છે તેથી આ સંજોગોમાં ટ્રમ્પ પર મહાભિયોગ ચલાવવાની પ્રક્રિયા સંભવ નથી.

ટ્રમ્પ પર આરોપ છે કે તેમણે યૂક્રેનના રાષ્ટ્રપતિ વોલોડાઇમર જેલેંસ્કી પર ડેમોક્રેટ નેતા જો બિડેન અને તેમના પુત્ર હંટર વિરુદ્ધ ભ્રષ્ટાચાર મામલાની તપાસ કરાવવા માટે દબાણ કર્યું હતું. એક વ્હિસલબ્લોઅરે આ મામલે ફરિયાદ દાખલ કરી હતી. જોકે ટ્રમ્પ કહી ચૂક્યા છે કે તેઓ જેલેંસ્કી સાથેના ફોન કોલમાં થયેલી વાતચીતની જાણકારી આપવા તૈયાર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.