Abtak Media Google News

સામગ્રી

મેંદો – ૧૨૯ ગ્રામ

ક્ધડેન્સ મિલ્ક – ૧૦૦ ગ્રામ

બટર – ૨૫ ગ્રામ

દળેલી ખાંડ – ૨૫ ગ્રામ

કોકો પાવડર – ૧૦ ગ્રામ

બેકિંગ પાવડર – અડધી ચમચી

બેકિંગ સોડા – પા ચમચી

પાણી -૧૨૫ ળહ

ટ્રફલ માટે ચોકલેટ – ૨૫૦ ગ્રામ

ક્રીમ – ૧૫૦ ગ્રામ

બનાવવાની રીત

સૌ પ્રથમ એક વાસણમાં બટર અને ખાંડ લઈ બન્નેને બરાબર મિક્સ કરો. ત્યારબાદ હવે તેમાં ક્ધડેન્સ મિલ્ક ઉમેરી ફરી મિક્સ કરો. હવે તેમાં બેકિંગ સોડા અને બેકિંગ પાવડર ઉમેરી મિક્સ કરો. આ સામગ્રી મિક્સ થાય પછી તેમાં કોકો પાવડર અને મેંદો ઉમેરી બરાબર હલાવી ત્યારબાદ તેમાં ૧૨૫ એમ એલ પાણી ઉમેરી મિશ્રણને વ્યવસ્થિત મિક્સ કરો. હવે એક એલ્યુમિનિયમનું મોલ્ડ લઈ તેને સ્મેલલેશ તેલથી ગ્રીસ કરી તૈયાર કરેલું કેકનું બેટર ભરો. મોલ્ડને આખું ક્યારેય ન ભરવું આવું કરવાથી કેકનો આકાર બગડી શકે છે. હવે આ મોલડને પ્રિ હિટ ઓવનમાં ૧૮૦ ડિગ્રી ટેમ્પરેચર માટે ૨૦ મિનિટ સુધી બેક કરો. ૨૦ મિનિટ બાદ  બેક થયેલી કેકને અનમોલ્ડ કરી ઠંડી પડવા દો. કેક ઠંડી થાય ત્યારબાદ તેને વચ્ચેથી કાપો. હવે એક વાસણમાં ચોકલેટ અને ક્રીમ વડે ટ્રફલ તૈયાર કરો ચોકલેટ ક્રીમનું મિશ્રણ ઠંડુ પડે એટલે કેક પર સ્પ્રેડ કરો. ત્યારબાદ ચોકલેટ ચિપ્સ અને ચોકલેટ કર્લ્સ વડે કેકને ગાર્નિશ કરો. તૈયાર છે ટ્રફ્લ કેક.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.