Abtak Media Google News

રૂમો નિ:શુલ્ક વાપરવા દેવા સંચાલકોનો મહત્વ પૂર્ણ નિર્ણય

હાલ કોરોનાની મહામારી વચ્ચે લોકો તો ઘરમાં પુરાઇને સુરક્ષિત રહી શકશે પરંતુ આ માટે કામ કરતા આરોગ્ય કર્મીઓ, પોલીસ સ્ટાફ વગેરે પોત પોતાની સલામતિ જાળવી રાષ્ટ્રની સેવામાં યોગદાન આપી રહ્યા છે. તંત્ર પણ આ અંગે ખડેપગે રહી લોકોની સુરક્ષા અર્થે કામ કરી રહ્યું છે. પરંતુ દિન-પ્રતિદિન કોરીના ચેપનો વ્યાપ વધતા દર્દીઓની સંખ્યામા પણ ઉતરોતર વધારો થઇ રહ્યો છે. ત્યારે તેને પહોંચી વળવા આજે હોટેલ માલિકો આગળ આવ્યા છે અને તંત્રની સાથે ઉભા રહ્યા છે શહેરની ભાભા હોટેલના સંચાલકોએ આખી હોટેલ કવોરન્ટાઇન ફેસીલીટી માટે તંત્રને સોંપી ખરા અર્થમાં સેવા બજાવી છે.

કોરોનાની વિશ્ર્વવ્યાપી બિમારીના પગરણ ભારતમાં પડી ચૂકયા છે. અને દર્દીઓ તેમજ શંકાસ્પદોથી સંખ્યામાં વધારો થઇ રહ્યો છે ત્યારે તંત્ર પાસેની સુવિધાઓ અપુરતી પડી રહી છે ત્યારે કવોરન્ટાઇન ફેસીલીટી માટે તંત્ર દ્વારા હોટલ માલિકોનો સંપર્ક સાધવામાં આવ્યો હતો. અને તેના પ્રતિસાદરૂપે ભાભા હોટલના માલિકો દ્વારા પોતાની આખી હોટલ તંત્રને સોંપી દેવા માટે આગળ આવ્યા છે. તેમણે ૭૬ રૂમ તંત્રને વિનામૂલ્યે સુપ્રત કરી દીધા છે.

મનપાના સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ભાભા ગ્રુપ દ્વારા કમિશનરને એક પત્ર પાઠવીને પોતાની આખી ૭૬ રૂમની હોટલ આપી દેવા માટે જણાવ્યું છે. તંત્ર જયાં સુધી જરુરીયાત હોય ત્યાં સુધી આ સુવિધાઓનો વિદેશથી આવેલાઓને કે હોમ કવોરન્ટાઇન કરવા પડે તેવા લોકોને તેમાં રાખી શકશે.

ભાભા ગ્રુપના સંચાલક મહેતા બંધુઓએ જણાવ્યું હતું કે અત્યારે દેશને જરૂર છે ત્યારે તેને સહાયરૂપ થઇ શકાય તો તે અમારા માટે આનંદની વાત છે. અમે તમામ રૂમ સુપ્રત કરીએ છીએ અને તેનો કોઇ ચાર્જ લેવાય. નિશુલ્ક આ રૂમો વાપરી શકાશે. નોમિનલ ભાડાની ઓફર પણ હોટેલ સંચાલકોએ ન સ્વીકારવા સવિનય ઇન્કાર કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.