Abtak Media Google News

બોથડ પદાર્થ અને પથ્થર મારી ઢીમઢાળી અજાણ્યા શખ્સો ફરાર

ગોંડલના નવા માર્કેટ યાર્ડ પાસે અજાણ્યા ટ્રક ચાલકની લોહી લુહાણ હાલતમાં લાશ મળી આવતા પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી મૃતકની ઓળખ મેળવવા વિવિધ દિશામાં તપાસ હાથ ધરી છે.

ગોંડલ ના નવા માર્કેટિંગ યાર્ડ પાસે સવારના હત્યા કરેલી હાલતમાં એક પુરુષની લાશ હોવાની માહિતી મળતા સિટી પોલીસે ઘટનાસ્થળે દોડી જઈ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ ટ્રાફિકથી સતત ધમધમતા ગોંડલના નવા માર્કેટિંગ યાર્ડ સામે ટ્રકોનો જમાવડો રહેતો હોય છે ત્યારે સવારના સુમારે અજાણ્યા પુરુષની લાશ હોવાની માહિતી મળતાં સિટી પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર રામાનુજ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયેલ હતો અને તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા અજાણ્યા પુરુષની લાશ પાસે લોહિ લાગેલા હાલતમાં પથ્થર પણ મળી આવતા પોલીસે હત્યાની શંકા દાખવી હતી પોલીસની પ્રાથમિક તપાસમાં ટ્રક ધોરાજી સાઇડનો હોવાનું બહાર આવ્યું હતું અલબત્ત અજાણ્યા પુરુષની લાશ ટ્રકનો ડ્રાઈવર છે કે ક્લીનર તે અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી

નવા માર્કેટ યાર્ડ પાસે ટ્રકમાં ડ્રાઈવીંગ અને કલીનર જેવું છૂટક કામ કરતો સુરેશ સવજીભાઇ સુરેલા ઉ.૪૦નામના યુવાનને માથામાં બોર્થડ પદાર્થના ઘા ઝીંકી હત્યા કરાયાના પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. ઘટના સ્થળેથી એક લોહી વાળો પથ્થર મળી આવતા પોલીસે પથ્થર કબ્જે કરી મૃતકની ઓળખ મેળવવા તપાસ શરૂ કરરી છે. મરનારની ઓળખ મળ્યા બાદ જ હત્યા કોને અને શા માટે કરી છે તેમ પોલીસ સુત્રો એ જણાવ્યું છે.

ટી પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર રામાનુજ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયેલ હતો અને તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા અજાણ્યા પુરુષની લાશ પાસે લોહિ લાગેલા હાલતમાં પથ્થર પણ મળી આવતા પોલીસે હત્યાની શંકા દાખવી હતી પોલીસની પ્રાથમિક તપાસમાં ટ્રક ધોરાજી સાઇડનો હોવાનું બહાર આવ્યું હતું અલબત્ત અજાણ્યા પુરુષની લાશ ટ્રકનો ડ્રાઈવર છે કે ક્લીનર તે અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી

નવા માર્કેટ યાર્ડ પાસે ટ્રકમાં ડ્રાઈવીંગ અને કલીનર જેવું છૂટક કામ કરતો સુરેશ સવજીભાઇ સુરેલા ઉ.૪૦નામના યુવાનને માથામાં બોર્થડ પદાર્થના ઘા ઝીંકી હત્યા કરાયાના પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. ઘટના સ્થળેથી એક લોહી વાળો પથ્થર મળી આવતા પોલીસે પથ્થર કબ્જે કરી મૃતકની ઓળખ મેળવવા તપાસ શરૂ કરરી છે. મરનારની ઓળખ મળ્યા બાદ જ હત્યા કોને અને શા માટે કરી છે તેમ પોલીસ સુત્રો એ જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.