Abtak Media Google News

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહીના પગલે ઉપરવાસમાં ભારે વરસાદ થતા ચોટીલાનો ત્રિવેણી ઠાંગા ડેમ મંગળવારે મોડી રાત્રે ઓવરફ્લો થવા પામ્યો છે, ચોટીલાના ડાકવડલા ગામ પાસે આવેલ ત્રિવેણી ઠાંગા ડેમ ઓવરફલો થવા પામ્યો હતો. જ્યારે ડેમ ઓવરફ્લો થવા બાબતે આ પંથકમાં આવતા ડાકવડલા, રામપરા-રાજ, ખાટડી, શેખલીયા, મેવાસા, લોમાકોટડી સહિત ૬ ગામોને નદીના પટ માં અવર જવર ન કરવા અને સાવચેત રહેવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી હતી, જેના પગલે લોકોએ સજાગતા દાખવતા કોઈ જાનહાની ન થવા પામી હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે ઉપરવાસ ગામોમાં વરસાદ સારો થતા ૪૫ ક્યુસેક પાણીની આવક ચાલુ રહેતા મંગળવારે મોડી રાત્રે ત્રિવેણી ઠાંગા ડેમ ૨ સેન્ટિમીટર જેટલો ઓવરફલ્લો થવા પામ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.