આજે ભાતીગળ ભજનો, કચ્છી ચરજ અને રાજસ્થાની ગીતનો ત્રિવેણી સંગમ રૂપ કાર્યક્રમ

અપરંપાર પ્રભુજી અવગુણ મોરા, માફ કરોને મુશરી રે…

કલાકાર હરેશનદાન ગઢવી કંઠના કામણ કરશે

અબતક ચેનલ દ્વારા પ્રસ્તુત કલારસીક દર્શકોનો અતિપ્રિય કાર્યક્રમ ‘ચાલને જીવી લઈએ’માં રજૂ થતા કલાકારો પોતાની આગવી કળાથી સૌરાષ્ટ્ર, ગુજરાત દેશ અને વિદેશમાં વસતા ગુજરાતીઓને મંત્રમુગ્ધ કરે છે. આપણા લોકસંગીતને લોકો વધુને વધુ માણે સાથે સાથે ખૂબજ સારા પરંતુ અપ્રચલિત કલાકારોને પોતાની કલા છેવાડાના લોકો સુધી પહોચાડવા માટેનું એક પ્લેટફોર્મ પૂરૂ પાડવા ‘અબતક’ ચેનલનો હંમેશા પ્રયાસ રહ્યો છે.

‘ચાલને જીવી લઈએ’માં આજે રજૂ થનાર કલાકાર હરેશદાન ગઢવી કે જેઓ કચ્છના આદિપુરમાં રહે છે. અને છેલ્લા પાંચ વર્ષથી ભજન-સંતવાણીનાં કાર્યક્રમો આપે છે.પિતા ભીખુદાનભાઈના માર્ગદર્શનથી પ્રગતિના સોપાન સર કરનાર હરેશદાન ચારણ સમાજ દ્વારા ૨૦૧૫માં યોજાયેલ સ્પર્ધામાં ઉતિર્ણ થતા તેનું સન્માન કરવામાં આવ્યું હતુ.

કેશોદ તાલુકાનાં કણેરી ગામે આવેલ આઈ સોનલમાંના સમાધી સ્થાન ઉપરાંત કચ્છમાં અનેક કાર્યક્રમોમાં શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા છે.

આજે રજૂ થનારા ગીતોમાં રાજસ્થાની ગીત કેશરીયા બાલમ આવોને માં સોનલની આરાધના કરતું કચ્છી ગીત મુંજી આઈ સોનલમાં સહિત દેશી ભાતીગળ ભજનો હરેશદાન ગઢવીના કંઠે રજૂ થશે. આ કાર્યક્રમ માણવાનું ચૂકાય નહી ‘ચાલને જીવી લઈએ’

કલાકારો

કલાકાર:- હરેશદાન ગઢવી

એન્કર:- યોગીત બાબરીયા

તબલા:- મહેશ ત્રિવેદી

પેડ:- કેયુર બુધ્ધદેવ

કીબોર્ડ:- પ્રશાંત બુધ્ધદેવ

આજે પ્રસ્તુત થનાર સુમધુર કૃતિઓ

* કેશરીયા બાલમ આવો ર…

* સાહેલી મોરી ભાગ્યરે મળ્યો…

* ઓધાજી મારા વાલાને વઢીને કેજો…

* અપરંપાર પ્રભુ અવગુણ મોરા…

* શું જાણુ સોનબાઈ…

* જાજી ખમાયું…

* મુંજી આઈ સોનલમાં

* દાદો સુરજ રે..

આ કાર્યક્રમ રાત્રે ૮ કલાકે અબતક ચેનલ, યુ-ટયુબ અને ફેસબૂક પર લાઈવ નિહાળી શકશો

ઈન કેબલ ચેનલ નં.૫૬૧

ડેન નેટવર્ક ચેનલ નં.૫૬૭

મુંબઈ સેવન સ્ટાર ચેનલ નં.૫૪૦

સુરત રિયલ જીટીપીએલ ચેનલ નં.૯૮૩ અને ૩૫૦

Loading...