કાર્ડિયો, ફલેક્સિબીલીટી, સ્ટ્રેન્થનો ત્રિવેણી સંગમ એટલે એમ ઝેડ ફિટનેસ હબ

ફિટ હે વો હિટ હે…

વિશ્વમાં ભારત આદીકાળથી શરીર સ્વાથ્યના વિવિધ ઉપચારનોજનક ગણવામાં આવે છે. લોકો પોતાના સ્વાસ્થ્યને લઈ વિવિધ રીતના ઉપચારો કરતા હોય છે. શરીર સ્વાસ્થ્યના પણ જૂદા જૂદા પ્રકાર છે. સંપૂર્ણ સ્વાસ્થ્ય શરીરમા થતા નાના મોટા રોગને થતા અટકાવે છે. પરંતુ આજના આ ઝડપી યુગમા લોકો પોતાના શરીર માટે એક કલાકનો સમય કાઢી શકતા નથી તેમજ શરીરમાં વિવિધ બિમારીઓનું ઘર કરી બેસે છે. ત્યારે લોકોના સ્વાસ્થ્ય માટે એમ ઝેડ ફીટનેશ હબના ડી.મૂલરાજસિંહ ઝાલા દ્વારા ઘણા વર્ષોથી વિવિધ ફીટનેશને લઈ ટ્રેનીંગ અને ફીટનેશને અપગ્રેડ કરવાની ઝુંબેશ શરૂ છે. હાલ કોરોના પેન્ડેમીકમાં ઘણા સમયથી અને સ્વાસ્થ્ય લક્ષી બીજી કસરતો માટે બહાર નીકળી કરવા માટે લોકો જોખમ અનુભવી રહ્યા હોય છે. ત્યારે એમ ઝેડ ફીટનેશ હબ દ્વારા ફંકશીલ એકસરસાઈઝ એટ હોમ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો જેમાં લોકો ઘર બેઠા પોતાના શરીરનું સ્વાસ્થ્ય અને ઈમ્યુનીટી સીસ્ટમનો વિકાસ વધારી શકે છે. આ પ્રોગ્રામ લોકડાઉનમાં શરૂ કરવામાં આવ્યો જેમાં શહેરનાં નામાંકિત વ્યકિતઓ એ જોડાયને લોકડાઉનનો સદઉપયોગ કરી પોતાની ઈમ્યુનીટી સીસ્ટમ અને સ્વાસ્થ્યમાં સ્ટ્રેન્થનો વિકાસ વધારવો. આ પ્રોગ્રામમાં એકસરસાઈઝના નિયમોનું ધ્યાન રાખવામાં આવે છે.જેમકે કાર્ડીયો, ફેકસીબ્લીટી સ્ટ્રેન્થ અને એન્ડીપોરેન્સનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. ખાસ કોવીડ ૧૯ને ધ્યાનમાં રાખીને દરેક વ્યકિતની અલગ અલગ ઈમ્યુનીટી ક્ષમતા વધારો કરવા ફીઝીયોથેરાપીસ્ટ અને ટ્રેનરના નિરીક્ષણ હેઠળ એકસરસાઈઝ કરાવામાં આવે છે. ઈનજરીનો ભય પણ રહેતો નથી અને યોગ્ય દિશામાં શરીરના દરેક અંગનું એકસરસાઈઝ દ્વારા સ્વાસ્થ્ય જાળવી રાખવામાં આવે છે. રોજની એક કલાક શરીરને સ્વસ્થ્ય તંદુરસ્ત , સ્ફૂતીલુ અને નિરોગી રાખે છે. જો રોજે એક કલાક શરીરને આપવામાં આવે તો માનવી સૌ વર્ષ નિરોગી વિતાવી શકે છે.

કાર્ડીયો, ફેકસીબ્લીટી, સ્ટ્રેન્થ અને એન્ડીયોરેન્સને ધ્યાનમાં રાખી ટ્રેનીંગ આપવામાં આવે છે: ડો. મુલરાજસિંહ ઝાલા

એમ.ઝેડ ફિટનેશ હબનાં સીઓ એન્ડ ફાઉન્ડર ડો. મુલરાજસિંહ ઝાલાએ ‘અબતક’ સાથેની ખાસ મુલાકાતમાં જણાવ્યું હતુ કે, છેલ્લા ૫ થી ૬ વર્ષથી રાજકોટની જનતાને ફિટનેશની નવી ટ્રેનીંગ અને ફિટનેશ અપગ્રેડ થઈ શકે તેવા પ્રોગ્રામ ચલાવી રહ્યા છીએ. ઝુંમ્બા, યોગા, ફિબોડી વર્ક આઉટ એનજોયમેન્ટ સાથે આપી રહ્યા છે. ત્યારે કોવીડ ૧૯ને ધ્યાનમારાખી અને લોકોનું સ્વાસ્થ કેમ જળવાઈ રહે સંક્રમીત થતા લોકોને કેમ અટકાવી શકે તે માટેની ખાસ એકસરસાઈઝ અમે કરાવી રહ્યા છીએ. તમામ સાવચેતીની તકેદારી રાખી ચલાવામાં આવે છે.

લોકોની ઈમ્યુન સીસ્ટમ વધારે શારી રીતે ઈમ્પ્રુવ થઈ શકે તેવા હેતુથી અમે વિવિધ ફીટનેશને લગતા પ્રોગ્રામ ચલાવી છીએ. આ પેન્ડેમીકના કારણે લોકો બહાર નીકળી પોતાના શરીરનું સ્વાસ્થ્ય મેઈનટેન રાખવા અસમર્થ છે. ત્યારે ઘરે રંહીને તેઓ પોતાના શરીરનું કઈ રીતે સ્વાસ્થ્ય જાળવી શકશે. તેમજ ઈમ્યુનીટી સીસ્ટમમાં વિકાસ વધારી શકે છે.તેના માટે અમે અલગથી એક પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે.જેમાં લોકો તેમના ઘરેથી જ પોતાની ઈમ્યુન સીસ્ટમ અને ફીટનેશ લેવલ ને ઈમ્પ્રુવ કરી શકે છે. જે અમારા ફીઝીયોથેરાપીસ્ટ, ટ્રેનર દ્વારા કરાવામાં આવે છે. એવી રીતનું પ્રોગ્રામીંગ કરવામાં આવ્યું છે. જેમાં શહેરનાં નામાંકિત વ્યકિતઓ પોતાના ગ્રુપ સાથે જોડાયેલ છે. તે લોકો અમારા ફંકશન એકસરસાઈઝ એટ હોમ નો ઉપયોગ કરી પોતાની ઈમ્યુન સીસ્ટમ વધારી રહ્યા છે તેમજ પોતાના ફીટનેશ લેવલની પણ વધારો કરી રહ્યા છે. લાકેના હંમેશા બાના રહ્યા છે. સમયને લઈને ત્યારે તેમના આ બાનાને ધ્યામાં રાખી ઘર બેઠા તેમને એકસરસાઈઝ કરાવાનો અમારો આ પ્રયાસ છે. આમા મોટો ફાયદો એ છેકે જે વ્યકિતઓ પ્રોગ્રામ હેઠળ એકસરસાઈઝ કરી રહ્યા છે.

તેઓને ઈન્જરી આવાનો ભય રહેશે નહી તેમજ યોગ્ય દિશામાં શરીરનાં દરેક અંગની એકસરસાઈઝ કરાવામાં આવતી હોય છે. બધાની ઈમ્યુન સીસ્ટમ અલગ અલગ હોય છે. તેને ધ્યાનમાં રાખી ને અમે દરેક વ્યકિતનો ચાર્ટ બનાવી ને એકસરસાઈઝ કરાવી છે.જેમાં મારી ટીમનો ખૂબ મોટો ફાળો છે. અમે દરેક રીતે લોકોને મદદરૂપ બની છે. શારીરીક અને માનસીક રીતે એકસરસાઈઝ દ્વારા તેમને સ્ટ્રોંગ બનાવામાં આવે છે. તેમજ તેમને મુઝવતા પ્રશ્ર્નોનું પણ નિરાકરણ કરીછે. લોકો ફીટનેશના નામે હાલ ઘણા મિસગાઈડ પણ થતા હોય છે. અમે યોગ્ય દિશામાં એકસરસાઈઝ કરાવી તેમનો અપેક્ષા મુજબનું પરિણામ આપી છીએ. આજ રીતનો અમારો ફીટ દાંડીયા કરીને નવો પ્રોગ્રામ જલ્દી આવી રહ્યો છે. જે દરેક વ્યકિત પોતાના ઘરમાં રહી અને સ્વસ્થ દાંડીયાની મજા માણી શકશે.

આળસ અને અનિયમિત જીવન શૈલીથી બચવા એક કલાક કસરતને આપવી જરૂરી: અશ્વિનભાઈ પાનસુરીયા (ગોલ્ડ કોઈન ગ્રુપ)

ગોલ્ડ કોઈન ગ્રુપના અશ્ર્વીનભાઈ પાનસુરીયાએ ‘અબતક’ સાથેની ખાસ મુલાકાતમાં જણાવ્યું હતુકેમારા જીવનમાં મે અનિયમિત જીવન શૈલી જ અપનાવી હતી રાત્રે મોડુ સુવાનું અને સવારે ૯ વાગ્યે પહેલા ઉઠવાનું નહી તેવી જીવન શૈલી હતી મારી પરંતુ લોકડાઉન સમયથી હું મારા ગ્રુપ સાથે છેલ્લા ચાર મહિનાથી એમ ઝેડ ફીટનેશ દ્વારા ચાલતા ફંકશનલ એકસરસાઈઝ એટ હોમ પ્રોગ્રામમા જોડાયો અને હવે નિયમિત રોજે સવારમાં વહેલા ઉઠીને એક કલાક કસરત કરી મારા નિત્યક્રમ કામ પર જાવ છું તેમજ શરીરમાં સ્વસ્થ તંદુરસ્ત અને સ્ફૂર્તિનો વિકાસ અનુભવું છું.

વહેલી સવારની કલાકની કસરત શરીરને સ્વસ્થ, તંદુરસ્ત અને સ્ફૂર્તિલુ રાખવાનો અકશીર ઈલાજ: ડો. ભરતભાઈ બોઘરા (સરદાર પટેલ સભાગી જળ સંચય યોજના- ચેરમેન

ગુજરાત સરકારના સરદાર પટેલ સભાગી જળ સંચય યોજના ચેરમેન ડો. ભરતભાઈ બોઘરાએ અબતક સાથેની ખાસ મુલાકાતમાં જણાવ્યું હતુ કે, લોકડાઉન સમયથી મારી સોસાયટીનાં ગાર્ડનમાં રેગ્યુલર સવારના ૭ વાગેથી રોજની કલાક કસરત કરૂ છું આમ કહુંતો મેં લોકડાઉનનો પૂરેપૂરો સદઉપયોગ કર્યો છે. શરીર માટેની ખૂબજ જરૂરીયાત ગણી શકાય એમ ઝેડ ફીટનેશના ડો. મૂળરાજસિંહ દ્વારા અમારૂ ગ્રુપને ફંકશનલ એકસરસાઈઝ એટ હોમ કરી પ્રોગ્રામ દ્વારા રોજ જુદી જુદી એકસરસાઈઝ કરાવામાં આવે છે. જે અમારા શરીરના વિવિધ જરૂરીયાત વાળા બોડી સ્ટ્રકચરનો ખૂબજ ઉપયોગી બને છે. શરીરના દરેક અંગોને સારી રીતે વાળી શકાય છે. પહેલરા જે સ્ટ્રેચેબ્લીટી આવી શકતી નહોતી તે હવે ચાર મહિના એકસરસાઈઝ કર્યા બાદ ખૂબ સારી રીતે આવી ચૂકી છે. શરીર એકદમથી સ્વસ્થ અને સ્ફૂતિલુ તેમજ તંદુરસ્ત મહેસુસ થવા લાગ્યું છે. પાચન શકિતમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. નાની મોટી પેટની સમસ્યા થતી નથી આ એકસરસાઈઝથી મારા શરીર પર ખૂબ સારી અસર જોવા મળી છે. સુગર કોલેજસ્ટોર બધુજ ઝીરો થઈ ગયું છે. કોઈપણ પ્રકારની દવાની જરૂર પડતી નથી સંપૂર્ણ નિરોગી શરીર હોય એવું મને લાગે છે. હવે રોજ એક કલાક કસરત કરવી એ મારૂ નિત્યક્રમ બની ગયું છે. શરીરમાં ઈમ્યુનીટી ડેવલોપ થાય છે જે હાલના સમયમાં ફેલાયેલા વાયરસ ઈન્ફેકશનને ચેપ લાગતુ અટકાવે છે જે લોકોને સમય નથી એવા લોકો પોતાના શરીર અને સ્વાસ્થ્યને લય ગંભીરતાથી વિચારે.

સવારની એક કલાક તમારા જીવન પર ઘણી અસર થઈ શકે છે. એકસરસાઈઝ થકી તમે માનસીક રીતે મજબૂત બનો છો તમારામાં નિર્ણય લેવાની શકિતનો વધારો થાય છે. શારીરીક રીતે આપ સ્ટ્રોંગ તો બનો જ છો સાથે મેન્ટેલી સ્ટ્રોગ બનો છો વ્યકિતના સ્વાસ્થ્યનું રક્ષણ માત્ર એકસરસાઈઝ દ્વારા શકય બની શકે. આજે મહાત્મા ગાંધી જયંતિ નિદમિતે લોકોને એટલું કહેવા માંગુ છું બાપુ સ્વચ્છતા અને સ્વાસ્થ્યને લય હંમેશા પ્રેરણા રૂપ રહ્યા છે.તો લોકો પણા પ્રેરણાના ઝરણાને આગળ વધારે પોતે પણ સ્વસ્થ રહે અને તેમના પરિવારોને પણ સ્વસ્થ બનાવે.

કોરોના પેન્ડેમીકમાં શરીરની ઈમ્યુન સિસ્ટમ અને સ્ટ્રેન્થના વિકાસ માટે મોર્નીંગ એકસરસાઈઝ જરૂરી: ભરતભાઈ હપાણી (કિચગ્રુપ)

કિચગ્રુપના ભરતભાઈ હપાણી એ અબતક સાથેની ખાસ મુલાકાતમાં જણાવ્યું હતુકે છેલ્લા ૩૦ વર્ષથીહું નિયમિત એકસરસાઈઝ કરૂ છું પહેલા હું મોર્નીંગમાં રનીંગ, વોર્કીંગ, સાઈકલીંગ જેવી એકસરસાઈઝ કરતો પરંતુ લોકડાઉન શરૂ થતા ઘરે રહીને કઈ રીતે એકસરસાઈઝ કરવી તેમજ શરીરની ઈમ્યુન સિસ્ટમ અને સ્ટ્રેન્થ વધારે કઈ રીતે કરી શકાય તે માટે હું પણ એમ ઝેડ ફિટનેશનાં ફંકશન એકસરસાઈઝ એટ હોમના પ્રોગ્રામમાં જોડાયો તે બાદ રોજે સવારમાં એક કલાક નિયમિત શરીરને જુદી જુદી એકસરસાઈઝ એમ ઝેડના ટ્રેનર અને ફીઝીયોથેરાપીસ્ટ દ્વારા અમે તે કરરાવામાં આવે છે. જેનો સિધી અસર હાલ અમારા શરીર પર જોવા મળી રહ્યો છે. શરીરની અંદર હાલ સ્ફૂર્તિ તંદુરસ્તીનું પ્રમાણે વધારે જોવા મળે છે. તેમજ આખો દિવસ કામથી લઈ પરિવાર સાથે વિતાવી તો પણ થાક જેવું લાગતુ નથી તેમજ મારા વ્યવસાય માટે નવા વિચારોનો ઉદભવ થાય છે. આમ જોઈએતો લોકોએ એક કલાક પોતાના શરીર માટે ફાળવી જેથી તે પોતાના ધંધામાં આગળ આવા માટે વિચારશીલ અનુભવ તેમજ શારીરીક રીત તંદુરસ્ત અને સ્વસ્થનો પૂરો અનુભવ લઈ શકીએ છીએ. એમ ઝેડના અક્ષય કાચા સાહેબ અમારા માટે ખૂબજ ઉપયોગી બન્યા છે. તેઓએ છેલ્લા ચાર મહિનામાં અમારી દરેક એકસરસાઈઝની નોંધ લઈ તેમાં ધીમેધીમે ફેરફાર કરાવ્યા અને જરૂરીયાતની દરેક એકસરસાઈઝ જે શરીરના વિવિધ અંગો માટે જરૂરી છે. તેનો પૂરેપૂરો લાભ અપાવ્યો છે. સવારમાં વહેલા કસરત કરી દિવસની શરૂઆત કરવાનું નિયત ક્રમ રાખવો જરૂરી છે. શરીરને પણ તેની ટેવ પડતી જાય છે. શરીરમાં માત્ર શારીરીક સ્ટ્રેન્થ નહિ પરંતુ આપણા જીવનની સ્ટ્રેન્થ એકસરસાઈઝ દ્વારા વધારવામાં આવે છે. દિવસની એક કલાક એકસરસાઈઝ આપણને નિરોગી સ્વસ્થ ૧૦૦ વર્ષ આપી શકે છે.

આ દોડધામવાળા જીવનમાં એક કલાક શરીરને આપી રોગમૂકત બની શકાય છે: પરેશભાઈ ગજેરા (ગુજરાત બિલ્ડર એસોસિએશન ડાયરેકટર)

ગુજરાત બિલ્ડર એસોસીએશન ડાયરેકટર પરેશભાઈ ગજેરાએ ‘અબતક’ સાથેની ખાસ મુલાકાતમાં જણાવ્યું હતુ કે વ્યકિતએ પોતાના શરીર માટે એક કલાક રોજે આવવીજરૂરી છે. જયારે શરીર સ્વસ્થ હશે તો જ આ દોડધામ વાળા જીવનમાં આપ આગળ વધી શકશો કોરોના જેવા ઘણા વાયરસ પૃથ્વી પર જોવા મળે છે. ત્યારે આવા દરેક વાયરસ સામે લડવા માત્ર તમારૂ સ્વસ્થ શરીર જરૂરી છે. રેગ્યુલર એકસરસાઈઝ કરવાથી સંપૂર્ણ શરીર ફીટ રહે છે. લોકો લોકડાઉન સમયમાં જીમ કે બીજી કોઈ એકસરસાઈઝ બહાર થઈ શકી નથી. કોઈ સંભાવનાઓ હતી જ નહી ત્યારે ઘર બેઠા સ્વાસ્થ્યની સંભાળ રાખવા માટે મે એમઝેડ ફીટનેશ દ્વારા એક પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો ફંકશનલ એકસરસાઈઝ એટ હોમ જેમાં અમારૂ ગ્રુપ જોડાણુ અને છેલ્લા ચાર મહિનાથી અમે અમારા શરીરમાં ઘણા ફેરફારો અનુભવ્યા સ્ટ્રેન્થથી લઈ શરીરાનાં દરેક અંગો વળવામાં સરળતા પ્રાપ્ત થઈ તેમજ આ દોડધામ વાળી અને સ્ટ્રેન્સવાળી લાઈફમાં મને ડાઈજેન્સીંગની પ્રોબ્લેમ રહેતો જે તદન મટી ગયો છે. અને મારો ડાઈજેન્સીંગ પાવર પણ ખૂબ સારો વધ્યો છે. મારી ફીટનેશમાં ખૂબ વધારો જોવા મળ્યો છે. નાનો મોટો થાક હાલ મને જરા પણ અનુભવાતો નથી શરીર માટે એકસરસાઈઝ સાથે ભોજનનું ઘણુ મહત્વ છે. વ્યકિતએ જમવાના સમયે સંતુલન રાખવું જરૂરી છે. વધારે ખાવાથી ડાયજેશનની સમસ્યાતો થાય છે. સાથે તમારા શરીર પર આની ખરાબ અસર જોવા મળી શકે છે. આપણા શરીરને જો એક કલાક આપીએ તો કોઈપણ જાતના રોગ વગર જીવી શકીએ છીએ.

Loading...