Abtak Media Google News

દેશભરમાં ચર્ચાના  વમળો સર્જનારા ટ્રીપલ તલાકના ટોપિક પર સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો સંભળાવ્યો.સુપ્રીમ કોર્ટે ટ્રીપલ તલાક પર ઐતિહાસિક ચુકાદો સંભાળવતા કહ્યું કે હાલ ૬ મહિના પુરતું ટ્રીપલ તલાક પર રોક લગાવી છે.આ સમય દરમ્યાન કોર્ટે કેન્દ્ર સરકારને આ અંગે કાયદો બનાવવા જણાવ્યું છે.સુપ્રીમ કોર્ટમાં ટ્રીપલ તલાકના મુદ્દે ૧૧ મેથી શરુ થયેલી સુનાવણી ૧૮ મેના રોજ પૂરી થઈ હતી.અને કોર્ટે પોતાના આદેશને અનામત રાખ્યો હતો.

ટ્રિપલ તલાક પર સુપ્રીમનો ઐતિહાસિક ફેસલો, જાણો શું કહ્યું ચીફ જસ્ટિસે?

  • સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ જે એસ ખેહરે ચૂકાદો વાંચવાનુ શરૂ કર્યું
  • કોર્ટે ટ્રિપલ તલાકને યથાવત રાખ્યો, કહ્યું-કેન્દ્ર સરકાર આ માટે કાયદો ઘડે.
  • સુપ્રીમ કોર્ટ દ્વારા ટ્રિપલ તલાક પર 6 મહિના સુધી રોક લગાવવામાં આવી.
  • ચીફ જસ્ટિસે જણાવ્યું કે હાલ 6 મહિના પુરતુ રોક લગાવવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન સુપ્રીમે કેન્દ્ર સરકારને કાયદો ઘડવા જણાવ્યું છે.
  • સુપ્રીમે કહ્યુ કે ટ્રિપલ તલાકને ગેરબંધારણિય જાહેર કરી શકીએ નહીં. ચીફ જસ્ટિસ ખેહરે કહ્યું કે તલાક એ બિદ્દત આર્ટિકલ 14, 15, 21 અને 26નો ભંગ કરી શકે નહીં.

ત્રિપાલ તલાકની વાત જ્યારે સામે આવી રહી છે, ત્યારે વિશ્વના 19 જેટલા દેશોમાં ત્રિપાલ તલકને બેન કરી દેવામાં આવ્યો છે જેમાં…

  • પાકિસ્તાન
  • બાંગલાદેશ
  • ટર્કી
  • સાઇપ્રસ
  • તુનિશિયા
  • અલ્ગેરિયા
  • મલેસિયન સ્ટેટ ઓફ સારાવક
  • ઈરાન
  • શ્રીલંકા
  • જોર્ડન
  • ઇન્ડોનેશિયા
  • યુ.એ.ઇ
  • કતાર
  • સુદાન
  • મોરોકો
  • ઈજિપ્ત
  • ઈરાક
  • બ્રુનેઈ
  • મલેસિયા જેવા દેશોનો સમાવેશ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.