Abtak Media Google News

વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના સભ્યોની ગેરહાજરીમાં ભાજપના સભ્ય જગરૂપસિંહ રાજપૂત દ્વારા બજેટ સત્રના છેલ્લા દિવસના પ્રસ્તાવમાં મુસ્લિમ મહિલાઓને ત્રણ વખત તલાક બોલીને છૂટાછેડા આપવાની પ્રાને પુરુષ પ્રધાન સમાજની માનસિકતાનું પ્રતીક ગણાવી તેમાં હવે આધુનિક જમાના પ્રમાણે બદલાનો સમય આવી ગયો હોવાનો પ્રસ્તાવ રજૂ કરાયો હતો. તે અંગે ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ દ્વારા ક્યારેય મુસ્લિમ મહિલાની ચિંતા કરાઈ ની. મુસ્લિમ પર્સનલ લો બોર્ડ અને શરીયતના નેજા હેઠળ આ પ્રા ચાલતી રહી છે. અન્ય સમાજની જેમ મુસ્લિમ મહિલાનું પણ ગૌરવ જળવાય અને સમોવડી હોવાની ભાવના જળવાય માટે આ જરૂરી બન્યું છે. ઉત્તરપ્રદેશની ચૂંટણીમાં પણ ભાજપને મુસ્લિમ મહિલાઓના મત તલાકની વેદનાના મુદ્દે મળ્યા હોવાનો પણ તેમણે દાવો કર્યો હતો.

તલાક પ્રાનો મુદ્દો હાલ ન્યાયિક છે ત્યારે ભાજપ દ્વારા તેને ચર્ચાના મુદ્દા તરીકે વિધાનસભામાં રજૂ કરાયો હતો. મંત્રી જાડેજાએ છેલ્લા દિવસના પ્રસ્તાવના હાર્દ સો સંમત તા આ મુદ્દે જણાવ્યું હતું કે, ઉત્તરપ્રદેશમાં બીએસપીના માયાવતી કે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષા સોનિયા ગાંધી પણ મુસ્લિમ મહિલાની વેદના પારખી શકયા ન હતા. તેના કારણે ભાજપ જે જસ્ટિસ ટુ ઓલમાં માને છે તેને મુસ્લિમ મહિલાઓના મતનું પણ સર્મન મળ્યું હતું. તલાક પ્રાના કારણે મુસ્લિમ મહિલાઓ સતત ચિંતામાં રહેતી હોવાનું કહેતા તેમણે જણાવ્યું હતું કે, આ હિન્દુ હિતનો નહીં પણ મુસ્લિમ હિતનો મુદ્દો છે અને ભાજપ દ્વારા કોમન સિવિલ કોડનો જે એજન્ડા છે તેને અનુરૂપ બાબત છે કે બધા માટે કાયદા સરખા હોય અને ધર્મના નામે ભેદભાવ રાખવામાં ન આવે. તલાકની પ્રા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના નેજા હેઠળ ચાલતી રહી છે. કોઇ મુસ્લિમ ધર્મગુરુ કે મૌલવી મહિલાઓના ગૌરવની ચિંતા પણ ન કરે તે કેવી સ્િિત છે તેવો પ્રશ્ન કરતા તેમણે કુરાને શરીફમાં પણ આવી વાતને મંજૂરી આપવામાં આવી ની ત્યારે ફક્ત ફતવાના આધારે આવીસમાજ વ્યવસ ચાલે તે ક્યાંનો ન્યાય છે તેવો સવાલ પણ કર્યો હતો. જગરૂપસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, આ મુદ્દાને વોટની રાજનીતિ નહીં પણ પીડિત મહિલાઓને ન્યાય કેવી રીતે મળે તે રીતે લેવી જોઇએ. સુપ્રીમ કોર્ટમાં હાલ કેસ ચાલી રહ્યો છે તેમાં રાજ્ય સરકારનો પણ અભિપ્રાય આપવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ મુદ્દે ચર્ચા કરીને જે યોગ્ય હોય તે બાબતની તરફેણ કરી છે ત્યારે પુરુષ પ્રધાન માનસિકતાના કારણે તા અન્યાયને હવે બંધ કરવો જોઇએ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મુસ્લિમ બહેનોને પણ અન્ય સમાજની મહિલાઓ જેવા જ અધિકાર મળવા જોઇએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.