Abtak Media Google News

તાજેતરમાં ગ્રેટર રાજકોટ ચેમ્બરની સને ૨૦૧૭-૧૮ના વર્ષની ૧૬મી વાર્ષિક સામાન્ય સભા યોજવામાં આવી હતી આ સભા દરમ્યાન અગાઉના વર્ષની સામાન્ય સભાની મીટીંગની મીનીટસ સર્વાનુમતીએ મંજૂર કરવામાં આવી હતી. ત્યારબાદ ગત વર્ષે થયેલ કાર્યવાહી અંગેની વિગતો ઈન્ચાર્જમંત્રી ઈશ્ર્વરભાઈ બ્રાંભોલીયા દ્વારા રજૂ કરવામાં આવી હતી. તેમજ ગત વર્ષના આવક જાવકના હિસાબો તથશ સને ૨૦૧૮-૧૯ના વર્ષ માટે આવક જાવકના અંદાજ ખજાનચી અજીતસિંહ જાડેજા દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. ગત વર્ષનાં હિસાબો યોગ્ય જણાતા સર્વાનુમતીએ પાસ કરવામાં આવ્યા છે.

દ્વિતિય ચરણના કાર્યક્રમમાં ભારતીય અર્થતંત્ર કાલ-આજ-કાલ અંગે ભારત એક સોની કી ચીડીયા વિષયે માસ્ટરમાઈન્ડ સુરતના સીઈઓ અસ્લમ ચારણીયા દ્વારા ભારતના પ્રવર્તમાન અર્થતંત્ર વિશેની આંકડાકીય માહિતીસભરક અભ્યાસપૂર્વક રજૂ કરવામાં આવ્યો હતો. અને ભવિષ્યની વેપારની દિશા વિશે માર્ગદર્શન પૂરૂ. પાડવામાં આવ્યું હતુ.

કાર્યક્રમના અંતીમ ચરણમાં આપણા શહેરના એવોર્ડ વિનર આગેવાન વેપારી ઉદ્યોગકારોને સન્માનવાનાં કાર્યક્રમ દરમ્યાન ક્રમશ: સર્વે ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલનુ ફ્રુટ બાસ્કેટ દ્વારા સ્વાગત ઉપપ્રમુખ કાંતીભાઈ જાવીયા અને સન્માનપત્ર અર્પણ પ્રમુખ ધનસુખભાઈ વોરાએ કર્યું હતુ ત્યારબાદ મનપાના કમિશ્નર બંછાનીધી પાનીનું સ્વાગત ઉપપ્રમુખ હર્ષદભાઈ વિઠલાણી તથા સન્માનપત્ર અર્પણ ધનસુખભાઈ વોરા પ્રમુખએ કર્યું હતુ સહિતનાઓનું સ્વાગત કરાયું હતુ.

સંસ્થાના સર્વે લાઈફ મેમ્બરના મેમ્બરશીપ સર્ટીફીકેટ તૈયાર હોય, સર્વે સભ્ય ભાઈઓને કાંતીભાઈ જાવીયા મો.નં. ૯૪૨૬૨ ૦૧૬૩૩ એડીકો સ્પેર્સ, ભકિતનગર સ્ટેશન રોડ, ગોદરેજ શો રૂમ સામે, રાજકોટ ખાતેથી એકમના લેટરપેડ પર લખી રૂબરૂ મેળવી લેવા અનુરોધ કરાયો છે. તેમ ગ્રેટર ચેમ્બરના પ્રમુખ ધનસુખભાઈ વોરા તથા ઉપપ્રમુખ રાજીવભાઈ દોશીની યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.