Abtak Media Google News

ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના વાઈસ ચેરમેન રાજુભાઇ ધ્રુવના હસ્તે ભૂમીપૂજન અને ખાતમુહૂર્ત

રાજકોટ તાલુકાના ત્રંબા ગામે આવેલ પૌરાણિક શ્રી ત્રંબકેશ્ર્વર મહાદેવ મંદિર અને ત્રિવેણી સંગમ ધાટનો રૂ. ૪.૫૨ કરોડના ખર્ચે ર્તીધામનો વિકાસ કરવા માટે રાજ્ય સરકાર કટિબધ્ધ છે. આ વિકાસ કામનું ભૂમિપૂજન-ખાતમુહૂર્ત ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના વાઈસ ચેરમેન રાજુભાઇ ધૃવના હસ્તે કરાયુ હતું.

આ તકે રાજુભાઇ ધૃવએ જણાવ્યું હતું કે, ત્રિવેણી સંગમ નદીમાં આવેલ કોઝ-વેની ઉંચાઇ વધારવા તા તેને ફરતે રેલીંગ કરવા, મહિલાઓ માટે ચેન્જ રૂમો, બારૂમો, શૌચાલયો, સંરક્ષણ દિવાલ, ધાટના બંને કુંડો સહિત આસપાસનો ભાગ, સત્સંગ હોલ, પાર્કિંગ વ્યવસ તેમજ રીવરફ્રન્ટના પગીયાં વગેરે વિકસાવવામાં આવશે. આ વિકાસકામ યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા હા ધરાશે. ગુજરાતમાં ત્રંબકેશ્ર્વર મહાદેવ મંદિરધાટ અલૌકિક અને અનોખુ બનશે.

આપણી ભારતીય સંસ્કૃતી નદીના ખોળામાં વિકાસ પામી છે. આપણી સંસ્કૃતીને ટકાવી રાખવામાં બહેનોનું મોટું યોગદાન છે. બહેનોના આસના આ ધાર્મિક સ્ળોના વિકાસમાં ધારાસભ્ય ભાનુબેન બાબરીયાનું ૫ણ વિશેષ યોગદાન રહ્યું છે. બે વર્ષમાં મંદિર તા ધાટનો વિકાસ ઇ જશે. પ્રજાવાત્સલ્ય મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના માર્ગદર્શન હેઠળ રાજય સરકાર ગુજરાતના યાત્રાધામોના વિકાસ માટેનું કાર્ય ક્રમશ; હાથ ધરી રહેલ છે. સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ એક વર્ષના ટુંકાગાળામાં ૪૭૫ થી વધુ પ્રજાલક્ષી વિવિધ નિર્ણયો લીધા છે.

આ પ્રસંગે ધારાસભ્ય ભાનુબેન બાબરીયાએ જણાવ્યું હતું કે, આ ત્રંબકેશ્ર્વર મહાદેવ મંદિર બહેનો માટેનું એક અનોખુ આસનું કેન્દ્ર છે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના વાઈસ ચેરમેન રાજુભાઇ ધૃવના આગ પ્રયત્નોને કરીને સરકારમાંથી રૂ. ૪.૫૨ કરોડ મંદિરના નવીનીકરણ માટે મંજુર કરાવ્યા છે.

તેઓએ ગ્રાંટમાંી હા ધરાયેલ ધાટના બાંધકામ, સી.સી. રોડની વિગતો, ભાવનગર હાઈવે મંજુર કરવા તા આરોગ્ય કેન્દ્રો સરકારમાંથી મંજુર કરાવ્યા છે તે અંગેની જાણકારી આપી હતી.

આ પ્રારંભમાં સૌનું સ્વાગત અગ્રણી ગિરીશભાઇ પરમારે, સમગ્ર કાર્યક્રમનું સંચાલન મેહુલભાઇ દવેએ કર્યું હતું અને કાર્યક્રમના અંતે આભારદર્શન  સંજયભાઇ ત્રાપસીયાએ કર્યું હતું. આ ત્રંબકેશ્ર્વર મહાદેવ અને  ત્રિવેણી ધાટના વિકાસકામોનું ભૂમીપૂજન રાજુભાઇ ધૃવના હસ્તે કરાયુ હતું અને તેમની સો ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, મેયર ડો. જૈમનભાઇ ઉપાધ્યાય સહિત અન્ય મહાનુભાવો જોડાયા હતા.  આ પ્રસંગે રાજકોટના તાલુકા પંચાયતના પ્રમુખ ધોધુભા જાડેજા, સરપંચ નિતીનભાઇ રૈયાણી, અગ્રણીઓ વલ્લભભાઇ શેખલીયા, હંસાબેન ત્રાપસીયા, નરેન્દ્રસિંહ જાડેજા, મોહનભાઇ બારેસીયા, ભનુભાઇ નસીત, ચેતનભાઇ, મુળજીભાઇ ખુંટ, જીવાભાઇ ત્રાપસીયા,  ભરતભાઇ પાદરા આર્કિટેક્ટ ઈજનેર મીરાબેન ચતવાણી, રતિલાલભાઇ ત્રાપસીયા અને મોટી સંખ્યામાં ત્રંબા ગામના પ્રજાજનો ઉપસ્તિ રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.