Abtak Media Google News

ભાવવંદના, પ્રતિમાને ફૂલહાર, વિદ્યાર્થીઓ દ્વારા ડો. બાબા સાહેબ આંબેડકરના જીવનકવન પર વકતવ્ય સહિતના કાર્યક્રમ યોજાયા

બંધારણના ઘડવૈયા અને દલીતોના મસીહા ડો.બાબા સાહેબ આંબેડકરના ૬ ડિસે. ૬૪માં મહાપરિનિર્વાણદિને સૌરાષ્ટ્રભરમાં શ્રધ્ધાંજલીના કાર્યક્રમો યોજાયા હતા. વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા બાબાસાહેબના જીવનકવન પર વક્તવ્ય, ભાવાંજલી તેમજ રાજકીય- સામાજીક ક્ષેત્રના આગેવાનો દ્વારા પ્રતિમાને ભાવભેર પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી.

ગોંડલ

Img 20191206 Wa0024

ડો. બાબા સાહેબ આંબેડકર ના નિર્વાણ દિન નિમિત્તે આજરોજ ગોંડલ શહેર તાલુકાના દલિત અગ્રણીઓ દ્વારા બાબાસાહેબ આંબેડકરને ફૂલહાર કરી શ્રદ્ધાંજલિ આપી હોસ્પિટલ ખાતે દર્દીઓને ફ્રૂટ વિતરણ કરવામાં આવેલ આ પ્રસંગે ગોંડલ તાલુકાના મેઘવાળ સમાજના પ્રમુખ હરીભાઈશ રાઠોડ તેમજ નાગરિક બેન્કના ડિરેકટર દિપક ભાઈ સોલંકી તાલુકા પંચાયતના સભ્ય મેહુલ ભાઈ રાઠોડ દલિત સમાજ યુવા અગ્રણી .દિનેશભાઈ પાતર મૂળજીભાઈ પરમાર વગેરે સહિતના જોડાયા હતા.

ઉપલેટા

Photogrid 1575658096594

દેશના બંધારણના ઘડવૈયા અને દલીતોના મસીહા ડો. ભીમરાવ આંબેડકરના ૬૪માં મહાપરિ નિર્વાણદિનની શહેરનાં બસ સ્ટેન્ડ ચોકમાં આવેલ ડો. આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરી કેન્ડલ પ્રગટાવી ભાવ વંદના કરાઈ હતી. આ તકે ડો. આંબેડકર અમર રહો ના નારા લગાવ્યા હતા. આ કાર્યક્રમમાં ચીફ ઓફીસર દવે નગરપાલીકાના પ્રમુખ દાનભાઈ ચંદ્રવાડીયા, તાલુકા પંચાયતના પ્રમુખ લાખાભાઈ ડાંગર, પાલીકા ઉપપ્રમુખ ધવલભાઈ માકડીયા, બાંધકામ સમિતિના ચંદ્રકાંત મયુરભાઈ સુવા, રજાકભાઈ હિંગોરા, રઘુભા સરવૈયા, બોધુભાઈ શેખ, શિક્ષણ સમિતિના સભ્ય ભરતભાઈ રાણપરીયા, વિક્રમસિંહ સોલંકી લક્ષ્મણભાઈ, કાંતીભાઈ સોલંકી, દલીત આગેવાન ધર્મેન્દ્રભાઈ ભાષા, કાંતીભાઈ પારધી, વાલાભાઈ ચાંડપા, સોમાભાઈ મકવાણા, મનોજભાઈ સોલંકી, કેશુભાઈ વિઝુડા, રમેશભાઈ સોલંકી, પ્રકાશભાઈ સોલંકી, રેખાબેન મકવાણા, અજયભાઈ સોલંકી સહિત વિવિધ ક્ષેત્રના સામાજીક રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

ધોરાજી

Img 20191206 Wa0006

ધોરાજી દલીત સમાજ દ્વારા ડો. બાબા સાહેબ આંબેડકરને શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી આજે ૬ ડીસે.ના રોજ ડો.બી.આર. આંબેડકરનો ૬૩મો મહાપરિનિર્વાણના દિવસે દલીત સમાજ દ્વારા પુષ્પાંજલીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં વિવિધ સમાજના અગ્રણીઓ શિક્ષણવિદો, વેપારીઓએ હાજરી આપી ને ડો. બાબા સાહેબના કાર્યોને બિરદાવવામાં આવ્યા હતા અને જયભીમ જયભીમના નારા લગાવવામાં આવ્યા હતા.

આજના આ કાર્યક્રમમાં પૂર્વ કોર્પોરેટર કાંતીલાલ સોંદરવા શિક્ષણવિદ શીંગાળા, હોમગાર્ડ યુનિટના વી.ડી.પરમાર તથા વી.પી. સોલંકી, જે.યુ.ભાસ્કર, મગનલાલ ભાસ્કર, વિશાલ પડીયાનર મગનલાલ વાઢેર અ.ના. સોંદરવા ભરતભાઈ બગડા વગેરે અગ્રણીઓ જોડાયા હતા.

સાવરકુંડલા

Img 20191207 Wa0002

બાબા સાહેબના ૬૩માં મહાપરિનીવોણ દિને સાવરકુંડલા નાવલી પોલીસ ચોકી પાસે દલિત સમાજના  એમ.કે.રાઠોડ તથા દાસીજીવણ સોસાયટી, હાથસણી રોડ, આંખની હોસ્પટલ (વાડી) , ખાદીકાયોલયના રહીશ તેમજ માતૃશ્રી રમાબાઈ ભીમરાવ આંબેડકર પબ્લીક ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તેમજ ગુજરાત એસી/એસટી ઈલેકટ્રીક એમપ્લોઈ ફેડરેશન(સુચિત) દ્રારા મહામાનવ બોધિસ્ત્વ બાબા સાહેબ ભીમરાવ આંબેડકરને જય ભીમના નારા સાથે પૂષ્પાંજંલી અપેણ કરવામાં આવી હતી.

 પ્રભાસ પાટણ

Img 20191206 Wa0092

ડો. બાબાસાહેબ આંબેડકરના ૬૩માં પરિનિર્વાણ દિવસે ગીર સોમનાથ જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા શ્રધાંજલિ કાર્યક્રમ માં ઉપસ્થિત ગીર સોમનાથ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ  સંગીતાબેન ચાંડપા વેરાવળ /પાટણ શહેર પ્રમુખ દિનેશભાઈ રાયઠઠા, ગીર સોમનાથ પાસ પ્રમુખ બકુલભાઇ પટેલ/અશ્વીનભાઇ સૂયાણી, પ્રેમભાઈ ગઢીયા, નરેશભાઈ ચાવડા વિજયભાઈ ગઢીયા, દેવીબેન ગોહેલ, મૂળી બેન નાઘેરા, મંજુલાબેન સોલંકી, નજમા બેન લલિતાબેન ખાપંડી તેમજ મહિલા કાર્યકર્ બહેનો એ ડો. બાબાસાહેબ આંબેડકર ને શ્રધાંજલિ અર્પણ કરી હતી.

દામનગર

Img20191206161901

દામનગર ના ઠાંસા પ્રાથમિક શાળા ખાતે ડો બાબા સાહેબ આંબેડકર ના ૬૩ માં નિર્વાણ દીને તેમના જીવન કવન ને તાદ્રશ્ય કરતા વિદ્યાર્થી ઓ એ ડો બાબા સાહેબ ના જીવન કવન વિશે સુંદર વક્તવ્ય આપ્યા હતા લાઠી તાલુકા પંચાયત ના ન્યાય સમિતિ ના ચેરમેન શ્રી પ્રવીણભાઈ પરમાર તાલુકા કોંગ્રેસ અગ્રણી રામજીભાઈ ઇસામલિયા ભારતીય કિસાન સંધ ના દેવરાજભાઈ ઇસામલિયા સહકારી અગ્રણી હીરાભાઈ નવાપરા પૂર્વ સરપંચ બુધાભાઈ નવાપરા તાલુકા ભાજપ અગ્રણી ચંડીદાનભાઇ ગઢવી રમેશભાઈ પરમાર છગનભાઇ નવાપરા જીવણભાઈ પરમાર ધીરૂભાઇ ઇસામલિયા ચંદુભાઈ પરમાર સહિત શાળા સ્ટાફ પરિવાર સહિત સ્થાનિક અગ્રણી ઓ ની ઉપસ્થિતિ માં મહાનુભવો ના હસ્તે દીપ પ્રાગટય કરી ડો બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા ને પુષ્પ અર્પણ કરી ડો બાબા સાહેબ ના જીવન કવન વિશે સુંદર માર્ગદર્શન આપતા અનેકો મહાનુભવો વિદ્યાર્થી ઓ એ ડો બાબા સાહેબ આંબેડકર ના ૬૩ માં નિર્વાણ દીને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.