Abtak Media Google News

રાજકોટ જીલ્લા ભાજપા અધ્યક્ષ ડિ.કે.સખીયા તથા મહામંત્રી ભાનુભાઈ મેતાએ રાજકોટ જીલ્લા ભાજપા કાર્યાલય ખાતે ભારતીય જનસંઘના સંસ્થાપક અને પ્રખર રાષ્ટ્રવાદી ચિંતક ડો.શ્યામાપ્રસાદ મુખર્જીની પુણ્યતિથી નિમિત્તે પુષ્પાંજલિ અર્પી શ્રદ્ધાંજલિ પાઠવતા જણાવ્યું હતું કે, પ્રબળ રાજકીય ઈચ્છાશક્તિ દાખવી દેશહિતમાં નિર્ણય લઈને કાશ્મીરમાંથી કલમ ૩૭૦ અને ૩૫-એ હટાવીને ડો.શ્યામાપ્રસાદ મુખર્જીનું સ્વપ્ન સાકાર કર્યું છે. ડો.મુખર્જીએ રાષ્ટ્રવાદના આધાર પર જનસંઘની સ્થાપના કરીને એલાન કર્યું હતું. એક દેશ મેં દો વિધાન, દો પ્રધાન નહિ ચલેંગેના સૂત્ર સાથે લડત લડીને દેશની એકતા અને અખંડિતતા માટે થઇ તેને કુરબાની આપી છે. જેને દેશ કાયમ યાદ રાખશે. આ પુષ્પાંજલિ કાર્યક્રમમાં બાબુભાઈ નસીત, ગીરીશભાઈ પરમાર, શૈલેશભાઈ અજાણી, ભાસ્કરભાઈ જશાણી, પ્રવીણભાઈ સેગલીયા, અરુણભાઈ નિર્મળ, ભરતભાઈ રબારી, દિનેશભાઈ વીરડા, રજનીભાઈ સખીયા, હિરેનભાઈ જોશી, અલ્પેશભાઈ અગ્રાવત,  વિવેકભાઈ સાતા,  કિશોરભાઈ રાજપૂત, હરેશભાઈ રૈયાણી સહીતના જીલ્લાના તથા તાલુકાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.