Abtak Media Google News

Google દ્વારા 70માં પ્રજાસત્તાક દિવસ પર ડૂડલ બનાવીને  ભારતને સમર્પિત કર્યું છે 26 જાન્યુઆરી ભારતને વર્ષો પહેલા પૂર્ણ સ્વારાજ દિવસ ઉજવાયો હતો આ જ તે  દિવસ હતો જ્યારે ભારતનું બંધારણ 1950 માં લાગુ કરવામાં આવ્યું હતું અને 1949માં તેનો અમલ કરવામાં આવ્યો. દેશમાં બ્રિટિશ શાસનથી સંપૂર્ણ સ્વતંત્રતાની ઘોષણા કરવામાં આવી.  કોંગ્રેસ દ્વારા એક સાહસિક પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો, જેને ભારતીય બંધારણ તરીકે ઓળખવામાં આવે છે.

પ્રજાસત્તાક દિવસ દેશભરમાં ભવ્યતા સાથે ઉજવાય છે આપણા દેશની રાજધાની તેનું મુખ્ય કેન્દ્ર છે જ્યાં રાજપથ પર રાષ્ટ્રપતિના આવાસ પાસેથી આ પરેડ ચાલે છે. આ પરંપરા 26 જાન્યુઆરી, 1950થી ચાલુ છે.જ્યારે હજારો લોકો દરબાર હૉલમાં એક ભવ્ય સમારંભ જોવા માટે એકત્ર થયા છે, જ્યાં પહેલા રાષ્ટ્રપતિએ શપથલે છે.

ત્યારથી લઇને અત્યાર સુધી એક ઔપચારિક પરેડ દેશમાં પ્રજાસત્તાક દિવસનો કાર્યક્રમ મુખ્ય આકર્ષણ રહ્યો છે. આજેના ડૂડલ માં, મહેમાન કલાકાર રેશમદેવ આરકેએ ભારતના ઈતિહાસના ધટકો: પર્યાવરણ, વાસ્તુશિલ્પ, કાપડ, વન્યજીવન, સ્મારક અને ખેતીની ગોઠવણ કરી છે અને પ્રખ્યાત પ્રજાસત્તાક દિવસ પરેડનું ચિત્રણ કરીને રંગારંગ સમારોહ દર્શાવવામાં આવ્યા છે.બેકગ્રોઉન્ડમાં રાષ્ટ્રપતિ સાથે સાથે ડૂડલ, ભારતના વારસા અને વાસ્તુકલાને દર્શાવે છે. જેને જોઈને તમે પણ મંત્રમુગ્ધ થઈ જશો

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.