વોર્ડ નં.૧૩માં અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી: ડાંગર પરિવાર સતત ખડેપગે

ફાયર બ્રિગેડના સ્ટાફની સાથે દોડ્યા, રસ્તા ખુલ્લા કરાવ્યા

ગઈકાલ અતિભારે પવન સાથે વરસાદ પડતા વોર્ડ નં.૧૩માં અનેક સ્થળો પર વૃક્ષ ધરાશાયી થતા મવડી ફાયર સ્ટેશનની ટીમ સાથે મોડી રાત સુધી રહી ખુલ્વોર્ડ નં.૧૩ના જાગૃત કોર્પોરેટર અને હાઉસીંગ કમિટી ચેરમેન જયાબેન હરિભાઈ ડાંગર અને યુવા અગ્રણી શૈલેષભાઈ ડાંગર રસ્તા ખૂલ્લા કરાવ્યા હતા

ગઈકાલ અતિભારે પવન સાથે વરસાદ પડતા વોર્ડ નં.૧૩માં આનંદ બંગલા ચોકથી ગુરૂ પ્રસાદ ચોક, ગુણાતીતનગરના બગીચા પાસે, રામનગર મેઈન રોડ ઉપર અંબાજી કડવા હવેલી પાસે, લક્ષ્મીનગર મેઈન રોડ પર અશોક ગાર્ડન પાસે અનેક વૃક્ષો ધરાશાઈ થતા મવડી ફાયર સ્ટેશનના ઓફિસર ફિરોજભાઈ સાથે સંપર્ક કરી વોર્ડ નં.૧૩ના જાગૃત કોર્પોરેટર અને હાઉસીંગ કમિટી ચેરમેન જયાબેન હરિભાઈ ડાંગર, કોર્પોરેટર નીતિનભાઈ રામાણી અને યુવા અગ્રણી શૈલેષભાઈ ડાંગરએ સ્થળ પર મોડી રાત સુધી ફાયર બ્રિગેડના જવાનો સાથે રહી ધરાશાઈ થયેલ વૃક્ષો હટાવી રોડ રસ્તા ખુલ્લા કરાવવામાં આવ્યા હતા. ઈશ્વરની કૃપાથી આ તમામ વિસ્તારમાં વૃક્ષ ધરાશાઈ થતા કોઈ જાનહાની થયેલ ન હતી.

Loading...