Abtak Media Google News

કૃષિ મંત્રીશ્રી આર.સી.ફળદુની ઉપસ્થિતિમાં વૃક્ષા રોપણનો ભવ્ય કાર્યક્રમનું આયોજન

વૃક્ષો વાવી પર્યાવરણનું જતન કરીએ – સાંસદશ્રી પૂનમબેન માડમ

સૌ સાથે મળીને ઘરતીને હરીયાળી બનાવીએ – પુ. કૃષ્ણમણીજી મહારાજ ખીજડા મંદિર જામનગર

શ્રી ૫ નવતમપુરી ઘામ ટ્રસ્ટ્રના નેતૃત્વ હેઠળ જામનગરના વિવિધ મંડળો સંસ્થાઓ તેમજ સંગઠનો દ્વારા બેડ ટોલનાકા નજીક શિવશક્તિ ફાર્મમાં ૧ હજાર વૃક્ષોનું વૃક્ષા રોપણ કૃષિ મંત્રીશ્રી આર.સી.ફળદુ, સાંસદશ્રી પૂનમબેન માડમની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવેલ હતું.

05 11 2018 Vrukhsa Ropan 2આ પ્રસંગે કૃષિ મંત્રીશ્રી ફળદુએ જણાવેલ કે, વૃક્ષો વાવવા સહેલા છે પરંતુ તેનું જતન કરવું અઘરૂ છે. તેથી સૌ નાગરિકોએ વૃક્ષો વાવી અને તેનું જતન થાય તે માટે સંકલ્પબધ્ધ થવું જોઇએ. વધુને વધુ વૃક્ષો વાવવાથી આવનારા દિવસોમાં ગ્લોબલવોર્મિંગ જેવી ભયંકર પરિસ્થિતિ સામે ટકવા સક્ષમ થઇશું.

આ તકે સાંસદશ્રી પૂનમબેન માડમે જણાવ્યું કે, દેશ અને દુનિયામાં પર્યાવરણની ચિંતા થઇ રહી છે. ત્યારે સહિયારા પ્રયાસ થકી આ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવા બદલ સમગ્ર સંસ્થાઓને બિરદાવી ઉપસ્થિત સૌ નાગરિકોને વૃક્ષો વાવી પર્યાવરનનું જતન કરવા અપીલ કરી હતી.

05 11 2018 Vrukhsa Ropan 4

આ તકે શ્રી ૫ નવતમપુરી ઘામના પુ. આચાર્યશ્રી કૃષ્ણમણીજી મહારાજે પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, વર્ષો પહેલા સૌરાષ્ટ્રમાં ૨૦૦ નદીઓ વહેતી હતી. જે અત્યારે ઘણી જ ઓછી થઇ ગઇ છે. આમ પર્યાવરણનું જતન નહિ કરવામાં આવે તો ભાવી પેઢીને ભયંકર નુકશાન થઇ શકે તેમ છે જેથી સૌ નાગરિકોએ સાથે મળીને ઘરતીને હરિયાળી બનાવી કુદરતી પર્યાવરણનું જતન કરીએ. તેમણે જામનગરની તેમજ સૌરાષ્ટ્રની વિવિધ સંસ્થાઓ, મંડળો તેમજ સંગઠનો સાથે રહી આવનારા ૫ વર્ષોમાં ૧ કરોડ વૃક્ષો વાવવાનો સંકલ્પ કરેલ છે અને આ કાર્ય માટે તેમને વિવિધ મંડળો અને સંસ્થાનો સહયોગ મળી રહ્યો છે જેનો તેમણે સંતોષ વ્યક્ત કરેલ હતો.

આ પ્રસંગે પુર્વ મંત્રીશ્રી વસુબેન ત્રિવેદી, મેયરશ્રી હસમુખભાઇ જેઠવા, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ડૉ. વસોયા, અગ્રણીશ્રી આર.કે.શાહ, શ્રી ગોપાલભાઇ સોરઠીયા, સંસ્થાના ટ્રષ્ટીઓ, આગેવાનો, વિવિધ સેવાકારી સંસ્થાઓના આગેવાનો, પ્રતિનિધીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

05 11 2018 Vrukhsa Ropan 7

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.