Abtak Media Google News

મુસાફરો વેકેશનમાં એકસ્ટ્રા સંચાલકનની માત્ર વાતો, ખાનગીને મહત્વ અપાય છે

સુરેન્દ્રનગર એસ ટી  સ્ટેન્ડ ને જમીનદોસ્ત  કર્યા બાદ એરપોર્ટ જેવું બનાવવાના સપના બતાવતી સરકાર હાલમાં મુસાફરોને ૪૨ થી ૪૪ ડિગ્રી ઊંચા તાપમાનમાં છાયામાં ઉભા રહેવાની સગવડતા પૂરી નહિ પાડતા ધોમધખતા તાપમા મુસાફરોને ઉભા રહેવાની સાથે સામાન્ય એવી પાણીની પરબ ,તાપથી બચવા છાંયો કે શૌચાલય જેવી સુવિધા ન હોવાથી મુસાફરો નાછૂટકે ખાનગી વાહનોમાં મુસાફરી કરવા મજબુર બની રહ્યા છે.

સુરેન્દ્રનગરના એસ.ટી.સ્ટેન્ડ  નું નવીનીકરણ કરવા માટે જમીનદોસ્ત કરવામાં આવે ૨૦૧૨ની ચૂંટણીમાં એરપોર્ટ જેવું એસ.ટી સ્ટેન્ડ બનાવવામાં આવશે તેવા ઠાલા વચનો આપ્યા બાદ છ વર્ષ જેટલો લાંબો સમય વીતવા છતાં આજદિન સુધી ખાતમુહૂર્ત પણ કરવામાં આવેલ નહિ હોવાનું મુસાફરો જણાવી રહ્યા છે હાલમાં લગ્નગાળો અને વેકેશન ગાળાની સિઝન હોવાથી મુસાફરોનો ધસારો હોવા છતાં હાલમાં ૪૪ ડિગ્રી જેટલા ઊંચા તાપમાનમાં મુસાફરોને નથી બેસવા માટે યોગ્ય બાંકડા કે ઉભા રહેવા માટે યોગ્ય છાયા ની વ્યવસ્થા કે નથી પાણીની પરબ કે શૌચાલયની સુવિધા મુસાફરો નાછૂટકે ધોમધખતા તાપમાં શેકાતા જોવા મળે છે. વધુમાં મુસાફરો રોષપૂર્વક જણાવી રહ્યા છીએ કે  એસટી સંચાલકોની અણઆવડત ના કારણે સરકારની પંદર દિવસ નો પાસ અને ૩૦ દિવસની મુસાફરી, હાથ ઊંચો કરો અને બસમાં બેસો જેવી યોજનાઓનો ફિયાસ્કો થઈ રહ્યો છે. હાલમાં રાજકોટ ઇન્ટરસિટી ચાલુ છે જ્યારે અમદાવાદ તરફ મુસાફરોનો ઘસારો વધુ હોવા છતાં ઇન્ટરસિટી ચાલુ કરવામાં નથી આવી . પ્રજાજનો  ને લોલીપોપ આપી બેધારી નીતિથી પ્રજાને લૂંટવામાં આવી રહ્યાનું પણ મુસાફરો જણાવીરહ્યા છે. જ્યારે અધિકૃત અધિકારી ને વાત કરાય તો વાત ઉડાવી દેવામાં આવે છે અને વેકેશનમાં એક્સ્ટ્રા સંચાલનની માત્ર વાતો કરી  અને ખાનગી ને મહત્વ અપાય છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.