Abtak Media Google News

બેસ્ટ ટૂર્સ એન્ડ ફોરેક્ષ લી. દ્વારા આયોજન: મેગા ડિસ્કાઉન્ટ સ્કીમનો અપાશે લાભ

બેસ્ટ ટૂર્સ એન્ડ ફોરેક્ષ લી. દ્વારા આગામી તા.૭ને રવિવારે સવારે ૧૦ થી સાંજે ૭ સુધી હોટેલ ઈમ્પીરીયલ પેલેસ, યાજ્ઞિક રોડ ખાતે ટ્રાવેલ ઉત્સવ-૨૦૧૮ યોજાશે. જેમાં લોકોને મેગા ડિસ્કાઉન્ટનો લાભ આપવામાં આવશે.

છેલ્લા ૨૧ વર્ષથી રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્ર કચ્છની જનતાને જેમને સંપૂર્ણ સાથ સહકાર મળતો આવ્યો છે તેવું ટ્રાવેલની દુનિયામાં ગુંજતું નામ એટલે બેસ્ટ ટુર્સ એન્ડ ફોરેક્ષ પ્રા.લી., રાજકોટ એર ટીકીટ, હોટેલ બુકિંગ, ફોરેન એક્ષચેન્જ, ક્રુઝ બુકિંગ, પાસપોર્ટ અને વિઝા ઉપરાંત ડોમેસ્ટીક તથા ઈન્ટરનેશનલ ગ્રુપ પેકેજ ટુર જેવી દરેક સેવાઓ માટે વન સ્ટોપ સોલ્યુશન આપતું બેસ્ટ ટુર્સ નગ્રાહક પ્રથમથના અભિગમને કારણે અલગ છાપ આપતું આવ્યું છે. મેનેજીંગ ડાયરેકટર દિપકભાઈ કારીયા, ડાયરેકટર્સ ‚પલબેન, વત્સલભાઈ તથા અંજલીબેન અને ૨૦ મેમ્બર્સની સક્ષમ ટીમ હંમેશા સતત નવા પ્રવાસ આયોજનો, નવા પ્રવાસ સ્થળ, નવી સાઈટસીઈંગ અને ભાવતા ભોજન તેમજ ગ્રાહક મિત્રોએ ચુકવેલ પૈસાનું સંપૂર્ણ વળતર મળી રહે તે માટે સતત પ્રયત્નશીલ રહે છે.

યંગ ડાયરેકટર વત્સલભાઈએ અબતકને જણાવ્યું હતું કે, વેકેશન કયારેય રીપીટ થતા નથી. ગ્રાહક મિત્રોને દેશ-વિદેશના કોઈપણ પ્રવાસ દરમ્યાન શકય એટલી વધુ સગવડ મળતી રહે તે માટે સતત સચેત પ્રયત્નો કરતા રહેવા પડે છે. સમયાંતરે અમે પ્રવાસોના સ્થળે રૂબરૂ જઈ નવા નવા આકર્ષણ ઉમેરતા રહેવા ઉપરાંત હોટેલ, રેસ્ટોરન્ટ અને ટ્રાન્સપોર્ટનું ઈન્સ્પેકશન કરતા રહીએ છીએ. રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર તથા મુંબઈમાં બ્રાંચ હોવાથી અને વધુ સ્થળોએ ફ્રેન્ચાઈઝી નેટવર્કનો વિસ્તાર ચાલુ હોવાથી કોઈ પણ ઈમરજન્સી દરમ્યાન ત્વરીત સેવાનો લાભ આપી શકાય છે. હવે બેસ્ટ ટુર્સ. ઓનલાઈન ટ્રાવેલ પોર્ટલ પણ કાર્યરત હોવાથી ગ્રાહક મિત્રો ઘરે બેઠા અમારી વેબસાઈટ પરથી ડીજીટલ પેમેન્ટ કરીને બુકિંગ કરી શકે છે. ગ્રાહકોના સતત મળતા રહેતા સાથ સહકારને વધુ મજબુત બનાવવા બેસ્ટ ટુર્સ એન્ડ ફોરેક્ષ લાવી રહ્યું છે. નટ્રાવેલ ઉત્સવ-૨૦૧૮’ એક એવો અવસર કે જે દિવસે અભૂતપૂર્વ ડિસ્કાઉન્ટ સાથે દુનિયાના કોઈપણ સ્થળના પ્રવાસો બુક કરી શકાશે. સ્પોટ બુકિંગ પર સ્પોટ ડિસ્કાઉન્ટ ઉપરાંત દર કલાકે લકી ડ્રો અને એક મેગા ડ્રો સાથે મારૂતિ અલ્ટો કાર જીતવાની તક. અાબુથી અમેરિકા, જયપુરથી જાપાન કે પુષ્કરથી પેરીસ સુધીના કોઈપણ ડોમેસ્ટ્રીક ઈન્ટરનેશનલ પ્રવાસો માટે ૨૦૧૮નો સૌથી સસ્તો દિવસ એટલે બેસ્ટ ટુર્સ ટ્રાવેલ ઉત્સવ ૨૦૧૮ દરેક પ્રવાસોની માહિતી અને સ્પોટ બુકિંગના લાભ લેવા રાજકોટ-સૌરાષ્ટ્રની જનતાને આમંત્રણ આપતા બેસ્ટ ટુર્સના દિપકભાઈ કારીયા હર્ષની લાગણી અનુભવે છે.

તેમણે ઉમેર્યું કે, નાના-મોટા દરેક બજેટમાં રૂ.૩૦,૦૦૦ થી શરૂ કરીને ઈન્ટરનેશનલ તથા રૂ.૧૮,૦૦૦ શરૂ કરીને ડોમેસ્ટીક ગ્રુપ પ્રવાસોમાં જોડાઈ, આવો વર્ષ ૨૦૧૮ને પોઝીટીવલી આવકારીએ. છેલ્લા ૨૦ વર્ષમાં ૧,૫૦,૦૦૦થી વધુ મુસાફરોને કોઈને કોઈ સંતોષકારક સેવા આપતા વિશ્ર્વસનીય અને અનુભવના સથવારે સતત અવિસ્મરણીય પ્રવાસો આપતી બેસ્ટ ટુર્સ એન્ડ ફોરેક્ષ પ્રા.લી.ના આ અભૂતપૂર્વ મેગા ડિસ્કાઉન્ટ સ્કીમનો લાભ લેવા ૭/૧/૧૮ને રવિવારના રોજ સવારે ૧૦ થી સાંજે ૭, હોટેલ ઈમ્પીરીયલ પેલેસ, યાજ્ઞિક રોડમાં બેસ્ટ ટ્રાવેલ ઉત્સવ-૨૦૧૮ની લાભદાયી તથા અનિવાર્ય મુલાકાત લેવા બેસ્ટ પરીવાર તરફથી ખાસ આમંત્રણ પાઠવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.