Abtak Media Google News

ફર્ન રેસીડેન્સી ખાતે ત્રણ દિવસ સુધી ચાલનારા ટ્રાવેલ એક્ઝિબિશનમાં પર્યટન, ટુર પેકેજીસ, હોસ્પિટાલીટી ઇન્ડસ્ટ્રી આકર્ષક ઓફર્સનું વનસ્ટોપ સોલ્યુશન બનશે

વેકેશન તેમજ રજાના દિવસો માં લોકો પોતાના પરિવાર તેમજ મિત્રો સાથે બહાર ફરવા જવાનું પસંદ કરતા હોય છે.આજની ભાગદોડ વાળી જિંદગીમાં લોકોને બધું પ્લાનિંગ સાથે મળી રહે તેવો આગ્રહ રાખતા હોય છે જેથી તેમને પ્રવાસ માં પણ તકલીફ ના રહે અને પરિવારજનો અથવા મિત્રો સાથે આનંદપૂર્વક ફરી શકાય.આ તકે રાજકોટ ના ફર્ન હોટેલ ખાતે ટી.ટી.એચ એક્સ્પો નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

આ તકે અહી વિવિધ ટ્રાવેલ્સ, ટુરિસમ અને હોટેલ ની વિવિધ કંપનીઓ છે જેઓ વિવિધ પ્રકારના ડોમેસ્ટિક, ઇન્ટરનેશનલ ટૂર પેકેજ આપી રહ્યા છે તેમજ આપણા બજેટમાં બંધ બેસતા વિવિધ પેકેજ આપી રહ્યા છે. શ્રી લક્ષ્મી ઓર્ગેનાઈઝર તેમજ ટી. ટી. એચ એક્સ્પો ના ડિરેક્ટર કમલભાઈ શાહ દ્વારા આ એક્ઝિબીશન નું આયોજન કરાયું છે તેમજ  એક્ઝિબીશનનું  ઉદઘાટન ધારાસભ્ય ગોવિંદભાઈએ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.Vlcsnap 2019 02 15 13H40M33S732C

આ એકસપોમાં ઘણી બધી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ કંપનીઓ જેવી કે બેસ્ટ ટુર્સ એન્ડ ફોરેક્સ પ્રા.લી., કેશવી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ ,દીપક ટ્રાવેલ્સ, સ્ટેલે ટુર્સ એન્ડ ફોરેક્ષ પ્રા.લી. ,કે. સી. હોલીડે, જર્ની ફાય, નેકસ્ટ વર્લ્ડ હોલીડે,સ્માઈલ હોલી ડે,પ્રભાવ ટ્રાવેલ્સ,અક્ષર હોલીડે, ટ્રાવેલો હોલિક વગેરે જેવી અનેકવિધ ટ્રાવેલ કંપનીઓ આ એક્સપોમાં ભાગ લીધો છે.

ટ્રાવેલ ભારત, ગુજરાત ટુરિઝમ અને ટ્રાવેલ ટુરિઝમ એન્ડ હોટેલ એક્ઝિબીશન આયોજીત ટીટીએચ એક્સપો-૨૦૧૯નો આજરોજ રાજકોટના ફર્ન હોટેલ ખાતેથી પ્રારંભ થયો છે. રાજકોટની પર્યટનપ્રેમી જનતાની હરવાફરવાને લઇ દરેક સમસ્યાઓનું વન સ્ટોપ સોલ્યુશન સમાન ટ્રાવેલ એક્સપોમાં વિવિધ શહેરોમાં આયોજન કરવામાં આવનાર છે. જેમાં રાજકોટ, અમદાવાદ, વડોદરા સહિતના શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો છે.તા.૧૫ થી ૧૭ ફેબ્રુઆરી સુધી ચાલનાર ટ્રાવેલ મહાકુંભમાં ૨૦૦થી વધુ એક્ઝિબીટરો જોડાશે અને આશરે ૨૫,૦૦૦થી વધુ મુલાકાતીઓ જોડાય તેવી સંભાવના છે.

ટ્રાવેલ ટુરિઝમને લગતી દરેક લગ્ઝુરિયસ સર્વિસ, વિઝાથી લઇ રોકાણ પરિવહન અને તમામ વ્યવસ્થા, આકર્ષક ટુર પેકેજીસ અને પહેલી વખત વિદેશ જનારા પર્યટકોને મુંઝવતા પ્રશ્ર્નોનું નિરાકરણ બધુ એકજ સ્થળે મળી રહેશે.જેમાં હોલીડે મેકર્સ, ટ્રાવેલ ટુરિઝમ વિભાગ, હોસ્પિટાલીટી ઇન્ડસ્ટ્રી, રોકાણકારો, વીમા કંપનીઓ, હોટેલ ચેન ધારકો, મેડિકલ અને ટુરિઝમ વિભાગ, ટ્રાવેલ એજન્ટો, ટ્રાન્સપોર્ટ, એડવેન્ચર ટુર્સ, ક્રુઝ ઓર્ગેનાઇઝર અને ફ્લાઇટોને લગતી સેવા માટે એજન્ટો રહેશે.

ટી.ટી.એચ એકસ્પોમાં શહેરીજનો માટે જબરદસ્ત ઓફર્સ : કમલભાઇ શાહVlcsnap 2019 02 15 13H40M04S854

આ તકે કમલભાઈ શાહે જણાવ્યું હતું કે અમે દર વર્ષે ટી. ટી.એચ એક્સ્પો કરતા રહીએ છીએ.ઘણી બધી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ કંપનીઓ જેવી કે બેસ્ટ ટુર્સ એન્ડ ફોરેક્સ પ્ર.લી., કેશવી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ ,દીપક ટ્રાવેલ્સ, સ્ટેલે ટુર્સ એન્ડ ફોરેક્ષ પ્રા.લી. ,કે. સી. હોલીડે, જર્ની ફાય, નેકસ્ટ વર્લ્ડ હોલીડે,સ્માઈલ હોલી ડે,પ્રભાવ ટ્રાવેલ્સ,અક્ષર હોલીડે, ટ્રાવેલો હોલિડે વગેરે જેવી અનેકવિધ ટ્રાવેલ કંપનીઓ આ એક્સપોમાં ભાગ લીધો છે.હું રાજકોટની જનતા ને અપીલ કરું છું કે સૌ જરૂર એક વાર અહી આવે અને વિવિધ ટૂર એકપોનો લાભ લે.

રાજકોટવાસીઓ માટે પર્યટનનું અદ્ભુત આયોજન: ગોવીંદભાઇ પટેલVlcsnap 2019 02 15 13H39M48S744

આ તકે ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ એ જણાવ્યું હતું કે આ એક્ઝિબિશનના આયોજન તકે હું આયોજક કમલભાઈ શાહ ને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છે.રાજકોટમાં ઘણાં સમયથી તેઓ આ પ્રકારે ટ્રાવેલ,ટુરિઝમ અને હોટેલ ક્ષેત્રે એક્ઝિબિશન કરતા આવ્યા છે.અહી વિવિધ રીતે જે લોકો વિદેશ જવા માંગે છે પોતાના મિત્રો તેમજ પરિવારજનો સાથે બહાર ફરવા જવું હોય તેના માટે પૂરતું માર્ગદર્શન તેમજ પેકેજ મળી રહેશે.આ તકે હું દરેક લોકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.