ટ્રાવેલ એજન્ટો ગ્રાહકો માટે લાવ્યા આ નવી વસ્તુ

ટ્રાવેલ એજન્ટો ગ્રાહકોને ચોકકસ સમય મર્યાદિત ક્રેડિટ નોટ આપશે

નાણાની અછત સર્જાતા ટ્રાવેલ એજન્ટ એસો. ઓફ સૌરાષ્ટ્રનો નિર્ણય ગ્રાહકોને વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને સહયોગ આપવા અપીલ

કોરોના મહામારીને કારણે લોકડાઉન દરમિયાન આવતા બધા પ્રવાસ સંપૂર્ણ પણે કેન્સલ થયા છે. જેમાં ડોમેસ્ટીક ઈન્ટરનેશનલ ફલાઈટ ટીકીટ, ટુર પેકેજ, હોટેલ બુકીંગ, બસ પ્રવાસ, તથા રેલ પ્રવાસનો સામેલ થાય છે. સપ્લાયરસ નાણાની અછત હોવાથી ટ્રાવેલ એજન્સીને અમુક ચોકકસ સમયની ક્રેડીટ નોટ આપી રહ્યા છીએ આ મામલે વધુ વિગત આપતા ટ્રાવેલ એજન્ટ એસો. ઓફ સૌરાષ્ટ્રે વિશેષ માહિતી આપતા જણાવ્યું હતુ કે ગ્રાહકોના પ્રવાસ સરળ બને તે માટે અમો એડવાન્સ પેમેન્ટ આપી હોટેલ ટીકીટ વાહન બુકીંગ કરી આપીએ છીએ જે બધા બુકીંગ લોકડાઉનને લીધે કેન્સલ થયેલ છે. જેતી એરલાઈન્સ રેલવે હોટેલ તેમજ સપ્લાયરસનાણાની અછત હોવાથી ટ્રાવેલ એજન્સીને અમુક ચોકકસ સમયની ક્રેડીટ નોટ આપી રહ્યા છે.

જેથી હાલની પરિસ્થિતિ પ્રમાણે ટ્રાવેલ એજન્સી કોઈ ગ્રાહકોને કેશ સ્વરૂપે કે બેંક ટ્રાન્સફર દ્વારા નાણા પરત કરી રિફંડ આપી શકે તેમ નથી. જેથી ટ્રાવેલ એજન્ટ એસો. ઓફ સૌરાષ્ટ્રના સભ્યોની મીટીંગ થયેલ ચર્ચા અનુસાર દરેક એજન્ટ પોતાના ગ્રાહકોને ચોકકસ સમય મર્યાદિત ક્રેડીટનોટ જ આપશે. કમીટી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે જે સર્વે ગ્રાહકો એ નોંધ લેવી નાણા પરત લેવાનો આગ્રહ રાખી તે બાબતે કોઈ તકરાર કરવી નહીં.

આપ સૌ ગ્રાહને નમ્ર અપીલ કે આપ અપના ટ્રાવેલ એજન્ટની પરિસ્થિતિ સમજીને આ વ્યવસ્થામાં સાથ સહકાર આપી સહભાગી બનો તેવું ટ્રાવેલ એજન્ટ એસો. ઓફ સૌરાષ્ટ્ર વતી પ્રમુખ જયેશભાઈ કેશરીયા, દીપકભાઈ રાઠોડ, કૌશિકભાઈ ટાંક, બાદલભાઈ લુંનાગરીયા, બ્રિજેશભાઈ જોધપૂરા, ઋષભભાઈ ગાંધી તેમજ ચિરાગભાઈ ધોરડા એ સંયુકત યાદીમાં જણાવ્યું છે.

Loading...