Abtak Media Google News

જૂનાગઢ મ્યુ. કમિશનરની બદલી બાદ તેનો ચાર્જ કલેકટરને સોપાયો : દેવભૂમિ દ્વારકાના કલેકટર અને ડીડીઓ તેમજ સુરેન્દ્રનગરના ડીડીઓની પણ બદલી

રાજ્યના ૧૯ આઇએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. અને ચાર ઓફિસરોને વધારાના હવાલા આપવામાં આવ્યા છે. જેમાં જૂનાગઢ મ્યુ.કમિશનરની બદલી થતા કલેકટરને મ્યુ. કમિશનરનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. આ સાથે દેવભૂમિ દ્વારકાના કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી તેમજ સુરેન્દ્રનગર ડીડીઓની પણ બદલી કરવામાં આવીછે.લોકસભાની ચૂંટણી સંદર્ભે હજુ વધારે જિલ્લા કલેક્ટરો તેમજ જિલ્લા વિકાસ અધિકારીઓની બદલી થવાની સંભાવના છે.

લોકસભાની ચૂંટણી આવતી હોવાથી ચૂંટણી પંચે ૨૮મી ફેબ્રુઆરી સુધીમાં અધિકારીઓની બદલી કરવાની સૂચના આપી છે જેને અનુલક્ષીને ગુજરાત સરકારે રાજ્યના ૧૯ આઈએએસ અધિકારીઓની બદલી કરી છે. સરકારે જામનગરના મ્યુનિસિપલ કમિશનરને બદલ્યા છે. જ્યારે દ્વારકાના કલેક્ટર અને ડીડીઓને પણ બદલ્યા છે.

ટ્રાયબલ ડિપાર્ટમેન્ટ સેક્રેટરી આર.સી.મીનાને  સેક્રેટરી  સ્પોર્ટ્સ એન્ડ યુથ ડિપાર્ટમેન્ટમાં, સ્વરૂપ પી.ને ટ્રાયબલ ડેવલપમેન્ટમાં, સીસીએફ વાઇલ્ડલાઇફ ડો. મહેશસિંઘને એમડી યુજીવીસીએલ, કલેક્ટર તાપી એન.કે. ડામોરને કલેક્ટર આહવા,  જામનગર મ્યુનિ. કમિશનર આર.બી. બારડને કલેકટર મહીસાગર, નર્મદા કલેકટર આરએસ નિનામાને કલેક્ટર તાપી, સીઇઓ, સરદાર સરોવર એજન્સી આઈ.કે. પટેલને કલેક્ટર નર્મદા, એડીસી ગાંધીનગર નરેન્દ્ર કુમાર મીનાને કલેક્ટર દેવભૂમિ દ્વારકા, ડીડીઓ સુરત ડીકે પારેખને  ડીડીઓ પાટણ, ડીડીઓ સુરેન્દ્રનગર મનીશકુમારને  ડીડીઓ દેવભૂમિ દ્વારકા,  ડીડીઓ ગાંધીનગર એચ. કે.કોયાને ડીડીઓ સુરત, ડીડીઓ પાટણ આરઆર રાજ્યગુરૂને ડીડીઆે સુરેન્દ્રનગર, ડીડીઓ દ્વારકા આર.આર.રાવલને ડીડીઓ ગાંધીનગર, મ્યુનિ. કમિશનર જૂનાગઢ પી.એલ.સોલંકીબે ડાયરેક્ટર એસટી વેલ્ફેર, ડાયરેક્ટર, ચુથ એન્ડ કલ્ચર એસ.એ.પટેલને મ્યુનિ. કમિશનર જામનગર, કલેક્ટર દ્વારકા જે.આર.ડોડીયાને જોઇન્ટ સેક્રેટરી ટ્રાયબલ ડેવલપમેન્ટ,  ડાયરેક્ટર એસસી વેલ્ફેર કે.ડી.કાપડિયાને એડી. સેક્રેટરી એનઆરઆઇ જીએડી, કલેક્ટર ડાંગ બીકે કુમારને એડી. સેક્રેટરી એગ્રીકલ્ચર, કલેક્ટર મહીસાગર વી.એ. વાઘેલાને એડી. સેક્રેટરી, એનર્જી ડિપાર્ટમેન્ટ,  એમડી ટુરિઝમ કોર્પોરેશન જેનુ દેવનને ડાયરેક્ટર સ્પોર્ટ્સ એન્ડ યુથ (ચાર્જ), એડી. ડેવલપમેન્ટ કમિશનર આરજે હાલાણીને એડી. ડેવલપમેન્ટ કમિશનર (ચાર્જ), કલેકટર જૂનાગઢ સૌરભ પારધીને મ્યુનિ. કમિશનર જૂનાગઢ, નર્મદા કલેકટર આઇકે પટેલને સીઇઓ સરદાર સરોવર એજન્સી(ચાર્જ)મા મુકવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.