જયપુર સ્ટેશન પર યાર્ડ રેમોડલિંગ કાર્યને કારણે રાજકોટ ડિવિઝનથી ચાલનારી ટ્રેનો પ્રભાવિત રહેશે

92

ઉત્તર પશ્ચિમ રેલ્વેના જયપુર સ્ટેશન પર ઓગષ્ટ મહિના માં યાર્ડ રેમોડલિંગ કાર્ય માટે બ્લોક લેવાને કારણે રાજકોટ ડિવિઝન થી ઉપડનારી ટ્રેનો પ્રભાવિત રહેશે.

સંપૂર્ણ રદ્દ ટ્રેનો :-

1.  24 ઓગષ્ટ ની 19263 પોરબંદર-દિલ્હી સરાઈ રોહિલ્લા એક્સપ્રેસ તથા 26 ઓગષ્ટ ની 19264 દિલ્હી-પોરબંદર એક્સપ્રેસ રદ્દ રહેશે.

2.  23 ઓગષ્ટ ની 19565 ઓખા-દેહરાદૂન અને 25 ઓગષ્ટની 19566 દેહરાદૂન-ઓખા રદ્દ રહેશે.

3.  15 અને 22 ઓગષ્ટ ની 19579 રાજકોટ-દિલ્હી સરાઈ રોહિલ્લા તથા 16 અને 23  ઓગષ્ટ ની 19580 દિલ્હી સારાય રોહિલ્લા-રાજકોટ એક્સપ્રેસ રદ્દ રહેશે.

4.  14 અને 21 ઓગષ્ટ ની 04187 ઝાંસી-વેરાવળ સ્પેશિયલ તથા 16 અને 23  ઓગષ્ટની 04188 વેરાવળ-ઝાંસી એક્સપ્રેસ રદ્દ રહેશે.

આંશિક રીતે રદ્દ ટ્રેનો :-

1.  12 અને 19 ઓગષ્ટની 19573 ઓખા-જયપુર અજમેર સુધી જ ચાલશે તથા અજમેર-જયપુર વચ્ચે રદ્દ રહેશે.

2.  13 અને 20 ઓગષ્ટ ની 19574 જયપુર-ઓખા એક્સપ્રેસ જયપુર-અજમેર વચ્ચે રદ્દ રહેશે તથા અજમેર થી ઓખા માટે ચાલશે.

માર્ગ પરિવર્તન :-

1.  તા. 20 ઓગષ્ટની 19263 પોરબંદર-દિલ્હી કેન્ટ અને 08, 19 અને 22 ઓગષ્ટની 19264 દિલ્હી-પોરબંદર એક્સપ્રેસ વાયા ફૂલેરા- રેવાડી થઈને ચાલશે તથા જયપુર નહિ જાય.

2.  તા. 08, 15, 16 અને 22 ઓગષ્ટની 19269 પોરબંદર-મુજફ્ફરપુર તથા 11, 12, 18 અને 19 ઓગષ્ટની 19270 મુજફ્ફરપુર-પોરબંદર એક્સપ્રેસ વાયા રેવાડી-રીંગસ-ફૂલેરા થઈને ચાલશે.

3.   તા. 16 ઓગષ્ટની 19565 ઓખા-દેહરાદૂન તથા 18 ઓગષ્ટની 19566 દેહરાદૂન-ઓખા એક્સપ્રેસ વાયા ફૂલેરા-રીંગસ-રેવાડી થઈને ચાલશે.

Loading...