Abtak Media Google News

કે.એસ.પી.સી. ઉત્પાદક સપ્તાહ વધારાની ચીજ વસ્તુઓનો ફરી ઉત્પાદન પ્રક્રિયામાં ઉપયોગ કરી બગાડ અટકાવી શકાય

કચ્છ-સૌરાષ્ટ્ર પ્રોડકટીવીટી કાઉન્સીલના ઉપક્રમે ઉત્પાદકતા દિવસ તથા ઉત્પાદકતા સપ્તાહની ઉજવણીના ભાગરૂપે રોલ ઓફ વર્કર્સ ફોર નેશન બીલ્ડીંગ એ વિષય ઉપર ખાસ ઔદ્યોગીક કામદારો માટે એક તાલીમ વર્ગનું આયોજન કે.એસ.પી.સી.ના બાન હોલ ખાતે કરવામાં આવેલ હતુ.

આ કાર્યક્રમના મુખ્ય વકતા તરીકે ગ્રાસીમ ઈન્ડસ્ટ્રીઝ લી. યુનિટ ઈન્ડીયન રેયોન, વેરાવળના જનરલ મેનેજર એમ્પ્લોઈ રિલેશન્સ ડો. અનિલ કામલીયા ઉપસ્થિત રહેલ હતા. આ પ્રસંગે મજૂર મહાજન સંઘના જનરલ સેક્રેટરી દિલીપભાઈ ઠાકર, સેક્રેટરી કિરીટભાઈ વોરા ભારતીય મઝદૂર સંઘના જીલ્લા મંત્રી મહેન્દ્રભાઈ ત્રિવેદી ખાસ ઉપસ્થિત રહેલ હતા.

કાર્યક્રમના પ્રારંભે કાઉન્સીલની ટ્રેનીંગ પ્રોગ્રામ કમીટીનાચેરમેન દિપકભાઈ સચદેએ આ કાર્યક્રમ યોજવા પાછળનો હેતુ સમજાવેલ હતો તથા ઉપપ્રમુખડી.જી. પંચમીયાએ વકતા ડો. અનિલ કામલીયાનો પરિચય આપ્યો હતો. વકતા ડો. અનિલ કામલીયાનું કાઉન્સીલના માનદ મંત્રી મનહરભાઈ મજીઠીયાએ પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતુ તેમજ મોમેન્ટો અર્પણ કર્યું હતુ.

કાઉન્સીલના ઉપપ્રમખુખ ડી.જી. પંચમીયાએ જણાવેલ હતુ કે કોઈપણ ઉદ્યોગની સફળતાનો પાયો તેના કામદારો પર રહેલો છે. કામદારો પોતાના કાર્યથી ઉદ્યોગની ઉત્પાદકતામાં વધારો કરી શકે છે. અને રાષ્ટ્રનાક વિકાસમા પણ ફાળો આપે છે. અને રાષ્ટ્રના વિકાસમાં પણ ફાળો આપે છે. કોઈ પણ ઉદ્યોગમાં સફળતા મેળવવા માટે તેની પાસે સ્કીલ્ડ વર્કર્સ હોવા જરૂરી છે.

કાર્યક્રમના મુખ્ય વક્તા ડો. અનિલા કામલીયાએ કહ્યું કે ઉત્પાદકતા એટલે કોઈ પણ પ્રકારનો બગાડ અટકાવવો અથવા ઓછો કરવો, ઉપલબ્ધ સાધનોનો વધુમાં વધુ ઉપયોગ કરવો, પ્રત્યેક કાર્યને વધુ કુશળતાપૂર્વક કરવું, ઓછામાં ઓછા સાધનોના ઉપયોગ દ્વારા વધુમાં વધુ ઉત્પાદન કરવું ગુણવતામાં નિરંતર સુધારો કરવો, ઉત્પાદન ખર્ચ ઓછો કરવો વિગેરે છે. ઉત્પાદકતા એ નવી પધ્ધતિઓ અને સાધનો સ્વીકારવાની સતત પ્રક્રિયા છે. કામદારો શિસ્ત જાળવી, નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી, સલામતીનાં નિયમોનું પાલન કરી, અકસ્માતને અટકાવી, ગુણવતાનું મહત્વ સમજી વ્યકિતગત કાર્યક્ષમતા વધારી શકે છે.

વધુ માહિતી આપતા ડો. અનિલ કામલીયાએ જણાવ્યું કે કામદારો પોતે સમય, સાધન અને કાચામાલનો દુરવ્યય અટકાવીને તેમના સાથી કામદારોને યોગ્ય દોરવણી આપી ઉત્પાદકતા વધારી શકે છે. કોઈપણ ઔદ્યોગીક એકમમા થતા બગાડને અટકાવવામાં તેના કામદારો અને કર્મચારીઓનો મહત્વનો ફાળો રહેલો છે. વધારાની ચીજવસ્તુઓને ફરી ઉત્પાદન પ્રક્રિયામાં ઉપયોગ કરીને બગાડ અટકાવી શકાય છે.

ઔદ્યોગીક એકમોમાં ખાસ કરીને થતો પાણીનો બગાડ, રો મટીરીયલ સમય અને વિજળીના બગાડ અટકાવવો જરૂરી છે.વિજળીના સાધનોનો જે સમયે ઉપયોગ ન હોય ત્યારે તે બંધ કરીદેવા જોઈએ. કાર્યક્રમના અંતે આભાર દર્શન મજૂર મહાજન સંઘના જનરલ સેક્રેટરી દિલીપભાઈ ઠાકરે કર્યું હતુ કાર્યક્રમમાં રાજકોટ ડેરી, એસ.ટી. ભારતીય મઝદૂર સંઘ, મજૂર મહાજનસંઘ તથા જુદા જુદા ઔદ્યોગીક અકેમોમાંથી કામદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.