Abtak Media Google News

રાજકોટ મંડળે ૧૧૭ ટ્રેનો દોડાવી ૧.૭૩ લાખ શ્રમિકોને વતન પહોંચાડયા

મુસાફરોને નાસ્તો, પાણીની બોટલ, સેનેટાઇઝર, માસ્ક ઉપરાંત યાત્રા દરમિયાન જરૂરિયાત મુજબ મેડિકલ સારવાર ઉપલબ્ધ કરાવાઇ

કોરોના મહામારીના કપરા સમયમાં રાજકોટ મંડળે પ મેથી ૩૦મે સુધી કુલ ૧૧૭ શ્રમિક સ્પેશ્યલ ટ્રેન સફળતાપૂર્વક ચલાવી લગભગ ૧.૭૩ લાખ ફસાયેલા પર પ્રાંતિયો, મજૂરોને પોતાના વતન પહોંચાડાયા છે.

શ્રમિક સ્પેશ્યલ ટ્રેન ચલાવવા રેલ કર્મીઓએ જાનનુ જોખમ ખેડી સતત દિવસ-રાત મહેનત કરી વતન વપાસી મિશનને સફળ બનાવ્યુ છે.

રેલ્વે અને જિલ્લા પ્રશાસનના અધિકારીઓની દેખરેખ હેઠળ રેલ્વે સુરક્ષા બળ અને જીઆરપી સ્ટાફે સોશ્યલ ડિસ્ટન્સનું પુરુ ધ્યાન રાખી સ્ટેશન પર શ્રમિકોને એન્ટ્રી આપી હતી. દરેક મુસાફરને જિલ્લા પ્રશાસન દ્વારા સમાજિક સંસ્થાઓના સહયોગથી પાણીની બોટલ, નાસ્તો, સેનીટાઇઝર, સાબુ, માસ્ક વગેરે પુરા પાડવામાં આવ્યા હતા.

Pic 2

યાત્રા દરમ્યાન કોઇ યાત્રીને સારવારની જરૂર પડે તો તેને મેડિકલ સહાયતા પણ રેલ્વે પ્રશાસન દ્વારા સમયસર ઉપલબ્ધ કરાવાઇ હતી.

રાજકોટ મંડળથી કુલ ૧૧૭ શ્રમિક સ્પેશ્યલ ટ્રેન દોડાવાઇ જેમાં ૬૦ ઉપર પ્રદેશ માટે, ૨૪ બિહાર, ૧૧ મધ્યપ્રદેશ, ૮ ઓરિસ્સા, ૮ ઝારખંડ, ૫ પશ્ર્ચિમ બંગાળ અને ૧ કેરળ માટે દોડાવાઇ હતી. રાજકોટથી ૬૭, મોરબીથી ૨૯, જામનગરથી ૧૬, સુરેન્દ્રનગરથી ૩, થાન અને ઓખાથી ૧-૧ ટ્રેન દોડાવાઇ હતી.

રેલ્વે અને જિલ્લા પ્રશાસને અદ્ભૂત સમન્વય અને સામાજિક સંસ્થાઓના સહયોગથી મજૂરો અને પરિવારજનોને પોતાના ઘર પહોંચાડાયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.