Abtak Media Google News
મોરબીના જુની પીપળી ગામ પાસે ટાઈલ્સ ભરેલ ટ્રેકટર પલટી મારી જતા પીપળી રોડ પર ટ્રાફીકજામ સર્જાયો હતો અને વાહનોની લાંબી લાઈન થઇ જતા વાહન ચાલક ફસાયા હતા.
જાણવા મળતી વિગતો મુજબ મોરબીના જુના પીપળી ગામની સામના રસ્તા પરથી ટાઈલ્સ ભરી આવતા ટ્રેકટરએ નવા બનેલ રોડ પર ચડવા જતા રોડની કિનારી ન ચડી શકતા ટ્રેકટર પલટી મારી ગયુ હતુ અને લારીમાં ભરેલો ટાઇલ્સનો જથ્થો રસ્તા પર પથરાઈ જતા અવર જવર કરતા હજારો વાહન ટ્રાફીકમાં ફસાયા હતા.
જોકે બનાવની જાણ થતા ગામ લોકો દોડી આવ્યા હતા અને ટ્રાફીક ક્લિયર કરાવાની કામગીરી કરી પોલીસની ફરજ બજાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.